રાશિફળ 29 ડિસેમ્બર: મિથુન રાશિમાં ચંદ્રમાનું આગમન, આ 6 રાશિના જાતકોના જીવનમાં રહેશે ભારે ઉથલપાથલ

ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

મેષ

1/12
image

મેષ- નોકરીમાં પદોન્નતિની સંભાવના  બની રહી છે. પોતાનો કોઈ બિઝનેસ હોય તો તેના પર ધ્યાન આપજો. બિઝનેસ અને કામકાજ સંબંધિત પરેશાનીઓ ખતમ થઈ જશે. તમારા માટે દિવસ સારો છે. ઘરનો માહોલ ખુશનુમા રહેશે. લવ લાઈફ અને દાંપત્ય જીવન માટે સારો સમય છે. થાક કે તણાવની ફરિયાદ થઈ શકે છે. 

વૃષભ

2/12
image

વૃષભ- બિઝનેસમાં આત્મનિર્ભરતા રહેશે. નવા લોકોથી સંબંધ બનશે. સાથેના લોકોનો સહયોગ મળશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે. તમારા વિચારેલા કામો સમયસર પૂરા થશે. જૂની સમસ્યાઓનો ઉકેલ આવશે. મૌસમી બીમારીઓ થઈ શકે છે. 

મિથુન

3/12
image

મિથુન- મંગળવારે ચંદ્રમા મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે. જેનો પ્રભાવ મિથુન રાશિ પર પડશે. બિઝનેસ અને નોકરીમાં પરિવારનો સહયોગ મળશે. કાર્યસ્થળ પર સમજી વિચારીને બોલો. ઉન્નતિના રસ્તા ખુલશે. બિઝનેસમાં ફાયદો થવાના યોગ છે. ઘરમાં ઉપયોગમાં લેવાનારી વસ્તુ ખરીદી શકો છો. તમારી સોચને સકારાત્મક રાખો. વિશ્વસનીય વ્યક્તિનો સહયોગ મળી શકે છે. તમારા પાર્ટનરનો મૂડ સંવેદનશીલ રહેશે. તમારી ભાવનાઓનું સન્માન થશે. તમારે સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ. 

કર્ક

4/12
image

કર્ક- નવા બિઝનેસ તરફ આકર્ષાશો. નોકરીમાં ફેરફારના યોગ છે. આવક વધી શકે છે. કોઈ જૂની યોજના અચાનક યાદ આવી શકે છે અને તેના પર કામ કરવાની કોશિશ પણ કરશો. વ્યવહાર કુશળતાથી તમને અધિકારીઓથી સન્માન મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર થઈ શકે છે. જૂના રોગ દૂર થશે. કઈક નવું કરવાની ઈચ્છા પણ થશે. 

સિંહ

5/12
image

સિંહ- બિઝનેસમાં કોઈ નવી યોજના બનશે. અટવાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. કોઈ પાસે ઉધાર પૈસા પણ લેવા પડી શકે છે. કોશિશો સફળ થશે. પરિવારમાં સુખ શાંતિ વધશે. નવા કરાર અને સંધિ થવાની શક્યતા. કોઈ સારા મિત્રની મુલાકાત થશે. ઓફિસમાં કોઈ ગુપ્ત રીતે મદદ કરી શકે છે. રોમાન્સની તક, પાર્ટનર તમને આર્થિક મદદ કરી શકે છે. 

કન્યા

6/12
image

કન્યા- કારોબાર વધશે. ખાસ લોકોની મુલાકાત થશે. પરેશાનીઓ ખતમ થવાના યોગ છે. જે કામને અધૂરા સમજતા હતાં તે પૂરા થશે. મોટા લોકોનો સહયોગ મળશે અને ફાયદો પણ થશે. આરામ કરજો નહીં તો પરેશાની થઈ શકે. 

તુલા

7/12
image

તુલા- કરજમાંથી છૂટકારો મળી શકે છે. તમારા કામ પર નજર રાખો. અધિકારીઓનો સહયોગ મળશે. નોકરી અને બિઝનેસમાં લાભની શક્યતા. વિશેષ લાભ માટે વધુ કોશિશ કરવી પડશે. પરંતુ સફળ થશો. કરેલા કામો ભાગ્યની મદદથી પૂરા થશે. બીજાને નારાજ કર્યા વગર ચતુરાઈથી કામ કરો. લવર પર ખર્ચ થશે. 

વૃશ્ચિક

8/12
image

વૃશ્ચિક- આજે બિઝનેસ સારો ચાલશે. તમારા ખાસ કામ પૂરા થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ભૌતિક સુખ સુવિધાઓ તરફ તમે ઢળેલા રહેશો. વ્યક્તિગત સમસ્યાઓનો ઉકેલ આવશે. જમીન સંપત્તિ ખરીદવામાં તમારું ધ્યાન રહેશે. રોકાણની યોજના બની શકે છે. અચાનક સૂજનારી વાત કે અચાનક મળનારા કોઈ વ્યક્તિ તમને ફાયદો કરાવશે. તમને આરામ મળી શકે છે.   

ધનુ

9/12
image

ધનુ- સમજીવિચારીને નિર્ણય લેવાથી ફાયદો થશે. પૈસાની સ્થિતિમાં સારા બદલાવની તક મળશે. પરિવાર, સમાજમાં મહત્વ વધશે. પ્રેમ સંબંધોમાં સફળતા મળશે. પાર્ટનર સાથે સમય પસાર થશે. રોજબરોજના કામો પૂરા થશે. 

મકર

10/12
image

મકર- આર્થિક મામલે સુધાર થઈ શકે છે. નવા કોન્ટ્રાક્ટથી ફાયદો થઈ શકે છે. તમારા કામકાજના વખાણ થશે. અચાનક કયાકથી ધનલાભ થશે. નોકરીમાં પદોન્નતિની શક્યતા. દાંપત્ય જીવન પણ સુખદ રહેશે. લવ લાઈફ માટે સારો દિવસ છે. ભારે ભોજનથી પરેશાની થઈ શકે છે.   

કુંભ

11/12
image

કુંભ- આર્થિક તંગી ખતમ થશે. આવક અને ખર્ચ બરાબર રહેશે. અધિકારીઓનો સહયોગ મળશે. અચાનક ધનલાભના યોગ. સારા લોકોની સંગતથી ફાયદો થઈ શકે છે. કોઈ ખાસ પરિણામ માટે ધૈર્ય રાખશો તો ખુશી મળશે.   

મીન

12/12
image

મીન- બિઝનેસ ન વધારો તો સારું. જેમ ચાલે છે તેમ ચાલવા દો. મોંઘી ચીજોની ખરીદી થઈ શકે છે. કોઈ નવો અને મોટો નિર્ણય ન લો તો સારું. સાવચેતી રાખો. પૈસા ખર્ચ કરવામાં ચતુરાઈથી કામ લેશો.