રાશિફળ 9 માર્ચ: ઘરમાં સુખ શાંતિ, ધન-વૈભવ માટે આ એક મંત્રનો ખાસ કરો જાપ

Daily Horoscope 9 March 2021: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Mar 9, 2021, 07:32 AM IST

આજે 9 માર્ચ 2021 મંગળવારનો દિવસ છે. આજે મંગળ દેવતાની ઉપાસના કરો. જો તમારી પાસે જમીન, મકાન, વાહન ન હોય તો આજે મંગળ દેવતા તમને આ ચીજો આપી શકે છે. ખેરની  લાકડી પર 108 વખત ॐ अं अंगारकाय नमः  મંત્રનો જાપ કરીને હવન કરો અને સાતવાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમારા પર મહાલક્ષ્મીની વિશેષ કૃપા થશે અને જીવનમાં દુ:ખ દુર થશે. ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

1/12

મેષ

મેષ

મેષ- દિવસભર વ્યસ્ત રહેશો. યોગ્યતાથી ફાયદો થશે. દિવસ સારો પસાર થશે. મહેનતથી સફળતા મળશે. ગરીબ બાળકો માટે બેસનના લાડુ બનાવો. 

2/12

વૃષભ

વૃષભ

વૃષભ- ધનના મામલે જીતશો. કામોમાં સફળતા મળશે. રોગોથી છૂટકારો મળશે. માહોલ તમારે અનુકૂળ રહેશે. ભગવાન વિષ્ણુનું પૂજન કરો.   

3/12

મિથુન

મિથુન

મિથુન- આર્થિક ક્ષેત્રે ફાયદો થશે. દરેક કામ સારી રીતે પતશે. દિવસભર નવી ઉર્જાનો અહેસાસ કરશો. મનોકામના પૂર્ણ થઈ શકે છે. તુલસીમાં પાણી નાખો. 

4/12

કર્ક

કર્ક

કર્ક- શુભ કામ સંપન્ન થશે. મુસાફરીમાં પરેશાની થઈ શકે છે. કોઈ નવું કામ શરૂ થઈ શકે છે. આજે સારા કામોનું પુણ્ય મળશે. ભગવાન કૃષ્ણની પંચૌપ્ચાર પૂજા કરો. ચાખાનું આજે સેવન ન કરો. 

5/12

સિંહ

સિંહ

સિંહ- સમય તમારી સાથે છે. સમયનો લાભ ઉઠાવો. કોઈ નવો સંબંધ બની શકે છે. જીવનમાં પ્રસન્નતા આવશે. કેસરયુક્ત ખીરનો ભગવાન કૃષ્ણને ભોગ લગાવો. 

6/12

કન્યા

કન્યા

કન્યા- કોઈની ચાલમાં ફસાઈ શકો છો. અજાણ્યા લોકોથી સાવધાન રહો. કોઈની વાતમાં ન આવો. આજે કઈંક નવું થશે. પીળા કપડાંથી ફાયદો થશે. 

7/12

તુલા

તુલા

તુલા- જીવનમાં ખુશીઓ આવશે. પરિવાર સાથે બહાર જશો. મન કઈક કરવા માટે પરેશાન રહેશે. ખર્ચા વધવાના યોગ છે. મંદિરમાં કેળું ચઢાવો. 

8/12

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક- આજે પૈસા વધુ ખર્ચ થશે. ફાલતું ખર્ચા થશે. રોકાણ કરવાથી ફાયદો થશે. મિત્રોનો સહયોગ મળશે. ગાય કે ઘોડાને ગોળ અને ચણાની દાળ ખવડાવો. 

9/12

ધનુ

ધનુ

ધનુ- કોઈ મોટી પરેશાનીથી છૂટકારો મળશે. વિચાર્યા પ્રમાણે કામ નહીં થઈ શકે. ખર્ચ તમારા કાબૂમાં નહીં રહે. તુલસી નીચે ઘીનો દીવો પ્રગટાવો. 

10/12

મકર

મકર

મકર- કોઈ તમારી ફરિયાદ કરશે. પરેશાનીઓ વધી શકે છે. આજે શાંત રહેવાની કોશિશ કરો. કઈ પણ થઈ શકે છે. કેસરવાળું દૂધ ભગવાન વિષ્ણુને ચઢાવો. 

11/12

કુંભ

કુંભ

કુંભ- કામનો બોજો ઓછો થશે. દિવસ તણાવ વગર પસાર થશે. દરેક કામમાં સફળતા મળશે. હળદરની ગાંઠ તમારી પાસે રાખો. 

12/12

મીન

મીન

મીન- દરેક કામમાં વિજય મળશે. ખોટી સંગતમાં ફસાઈ શકો છો. વિદ્યાર્થીઓ માટે સારો  દિવસ રહેશે. અભ્યાસના ક્ષેત્રે લાભ થશે. માથા પર ચંદનનો ટીકો કરો.