Health Tips: ડાયાબિટીસ હોય તો ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, ભોગવવું પડશે ગંભીર પરિણામ
Health Tips: લોકોની ખાવાપીવાની ખોટી આદતોના કારણે નાની ઉંમરમાં ઘણી બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. ડાયાબિટીસ પણ આવા જ રોગોમાંથી એક છે. આ રોગ થઈ જાય તો આખું જીવન દવાઓ લેવી પડે છે કારણ કે કેટલાક લોકોનું બ્લડ સુગર ખૂબ જ ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં બ્લડ સુગરને કંટ્રોલમાં રાખવું હોય તો કેટલીક વસ્તુઓ ખાવાથી બચવું જોઈએ.
ફ્રેન્ચ ફ્રાઈસ
ડાયાબિટીસ હોય તેમણે ફ્રેન્ચ ફ્રાઈઝનું સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કોફી
ડાયાબિટીસમાં કોફીથી પણ દૂર રહેવું જોઈએ. તેનાથી બ્લડ સુગર વધી શકે છે. તમે બ્લેક ટી અથવા ગ્રીન ટીનું સેવન કરી શકો છો.
સફેદ બ્રેડ
ડાયાબિટીસમાં સફેદ બ્રેડ પણ ન ખાવી જોઈએ. આ સિવાય પાસ્તા અને નૂડલ્સ ખાવાથી પણ બચવું જોઈએ.
મસાલા દૂધ
મસાલાવાળું દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક છે. તે બ્લડ સુગરને વધારે છે.
જ્યુસ
ડાયાબિટીસ હોય તો વધારે પ્રમાણમાં જ્યુસ ન પીવું જોઈએ. તમે જ્યુસને બદલે ફળ ખાઈ શકો છો.
Trending Photos