Passport Updates: ભારતમાં કુલ કેટલાં રંગના પાસપોર્ટ ઈશ્યૂ થાય છે, જાણો દરેક રંગનું શું છે મહત્ત્વ

ભારતમાં સામાન્ય નાગરિકોને ભૂરો પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવે છે. આ ઉપરાંત ભારતમાં કેટલાક પ્રકારના પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવે છે, જાણો તમામ પાસપોર્ટની માહિતી. દરેક રંગના પાસપોર્ટનું છે વિશેષ મહત્ત્વ.

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં વસતા નાગરિકો માટે પોતાને ભારતીય સાબિત કરવા માટે અનેક ડોક્યુમેન્ટ્સ છે. પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે. પરંતુ આ બધામાં સૌથી શક્તિશાળી અને સમગ્ર વિશ્વમાં વિશ્વસ્નીય જો કોઈ ડોક્યુમેન્ટ છે તો તે પાસપોર્ટ છે. ભારતીય પાસપોર્ટ તમારા હાથમાં છે એટલે કોઈ પણ વ્યક્તિ તમારી ઓળખ પર શંકા નહીં કરે. પરંતુ મહત્વની વાત એ છે કે શું તમને ખ્યાલ છે ભારતમાં કેટલા પ્રકારના પાસપોર્ટ અને કોને કોને ઈશ્યૂ કરવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ પાસે ભૂરા રંગનો પાસપોર્ટ હોય છે. હકીકતમાં ભારતમાં કુલ ત્રણ પ્રકારના પાસપોર્ટને ઈશ્યૂ કરવામાં આવે છે. કયા છે આ પાસપોર્ટ આવો જોઈએ..

 

ભૂરો પાસપોર્ટ

1/4
image

ભારતમાં સમાન્ય નાગરિકો માટે ભૂરો પાસપોર્ટ: ભારતના કોઈ પણ પાસપોર્ટ ધારકમાં સામાન્ય નાગરિક પાસે આ આ ભૂરો પાસપોર્ટ જોવા મળશે, કારણ કે આ પાસપોર્ટ સામાન્ય નાગરિકોને ઈશ્યૂ કરવામાં આવે છે. વિશ્વભરમાં પ્રવાસ માટે કે પછી બિઝનેસ ટ્રીપ માટે કે પોતાના પરિવારને મળવા જતા લોકોને એટલે સામાન્ય લોકોને આ પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવે છે. આ પાસપોર્ટમાં નામ, જન્મ તારીખ, ફોટો તેમજ અન્ય ID પ્રૂફ ઈમીગ્રેશન ચેક્સ માટે હોય છે.

કેસરી પાસપોર્ટ Orange Passport

2/4
image

ભારત સરકાર હવેથી કેસરી પાસપોર્ટ ઈશ્યૂ કરી શકે છે. ભારત સરકાર કેસરી પાસપોર્ટ ઈશ્યૂ કરે તો ભારતમાં મોટા પ્રમાણમાં લોકોને કેસરી પાસપોર્ટ ઈશ્યૂ થશે. જે લોકો ધોરણ 10 પાસ હોય છે એટલે કે ધોરણ 10થી વધુ અભ્યાસ નથી કર્યો હોતો તે લોકોને કેસરી પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવે છે. બીજા પાસપોર્ટની જેમ કેસરી પાસપોર્ટમાં અંતિમ પાના પર પિતાની માહિતી તેમજ પરમનંનટ એડરેસ નહી દર્શાવવામાં આવે. કેસરી પાસપોર્ટ ધારકો ECR કેટેગરીમાં આવે છે. (EMIGRATION CHECK REQUIRED)

મરુન પાસપોર્ટ Maroon Passport  

3/4
image

સરકારી અધિકારીઓ, રાજદ્વારીઓ માટે મરુન પાસપોર્ટ: ભારતમાં મરુન પાસપોર્ટ માત્ર ભારતીય રાજદ્વારીઓ તેમજ સરકારના વરિષ્ઠ અધિકારીઓને જ આપવામાં આવે છે. હાઈ ક્વોલિટી પાસપોર્ટ માટે અલગથી એપ્લિકેશ આપવી પડે છે. મરુન પાસપોર્ટ હોલ્ડર્સને વિદેશ યાત્રા દરમિયાન કેટલાક ફાયદા પણ થાય છે. એટલુ જ નહીં પણ વિદેશ યાત્રા દરમિયાન વિઝાની જરૂર પણ નથી પડતી હોતી. મરુન પાસપોર્ટ હોલ્ડર ઈમીગ્રેશનની પ્રક્રિયા ફટાફટ પતાવી શકે છે. 

 

સફેદ પાસપોર્ટ White Passport

4/4
image

ભારતનું પ્રતિનિધિત્વ કરતા અધિકારીઓ માટે સફેદ પાસપોર્ટ: ભારતના સફેદ પાસપોર્ટને સૌથી શક્તિશાળી પાસપોર્ટ માનવામાં આવે છે. સરકારી અધિકારીઓને જ આ પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવે છે. સરકારી અધિકારીઓ જે ભારતનું પ્રતિનિધત્વ કરતા હોય તે અધિકારીઓને આ પાસપોર્ટ ઈશ્યૂ કરવામાં આવે છે. કસ્ટમ્સ અને ઈમીગ્રેશનની પ્રક્રિયા સરળ થઈ જાય છે.