આ TV Acctress એક્ટ્રેસ કર્યો મોટો ખુલાસો, કહ્યું- ફિલ્મમેકર સાથે સુવા માટે કહેવામાં આવ્યું હતું

એક્ટ્રેસ ડોનલ બિષ્ટ (Donal Bisht)એ તેના મુશ્કેલીના સમયને યાદ કર્યો છે. ડોનલે કહ્યું કે, તેને એક ડાયરેક્ટરની સાથે સુવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે ફરિયાદ નોંધાવી હતી.

નવી દિલ્હી: બોલીવુડથી લઇને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. એવામાં દિલ તો હેપ્પી જી ફેમ એક્ટ્રેસે એક મોટો ખુલાસો કર્યો છે. એક્ટ્રેસ ડોનલ બિષ્ટ એ તેના મુશ્કેલીના સમયને યાદ કર્યો અને તેના સંઘર્ષની વાત કરી હતી. આજે ભલે તે એક્ટ્રેસને ઓળખ મળી ગઈ હોય પણ તેને ઇન્ડસ્ટ્રીમાં જગ્યા બનાવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

ડોનલના હાથથી નીકળ્યુ હતું કામ

1/7
image

તે સમયને યાદ કરતા એક્ટ્રેસ (Donal Bisht)એ કહ્યું કે, એક સમય એવો પણ હતો જ્યારે તેને એક શો માટે પસંદ કરવામાં આવી હતી. તે પ્રોજેક્ટ માટે ફી અને તમામ વાતો પર ચર્ચા કરવા ડીલ ફાઇનલ કરવામાં આવી હતી. ત્યારબાદ અચાનક તેને ખબર પડી કે તેની જગ્યાએ અન્ય કોઈ એક્ટ્રેસને સાઇન કરવામાં આવી છે.

ડોનલને થયો આ આભાસ

2/7
image

આ ઘટનાથી ડોનલ બિષ્ટ (Donal Bisht) અને તેના પરિવારને આ વાતનો આભાસ થયો કે તે મુંબઇમાં કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો જોઇએ નહીં.

ફિલ્મમેકર સાથે સુવા માટે કહ્યું

3/7
image

ડોનલ બિષ્ટ (Donal Bisht)એ કહ્યું કે, તેને તેના ટેલેન્ટ અને મહેનત પર સંપૂર્ણ વિશ્વાસ હતો. આ કારણથી તેણે હાર સ્વીકારી નહીં. તે સતત ઓડિશન્સ આપી રહી. થોડા દિવસ બાદ એક જગ્યાએ સિલેક્ટ થઈ, પરંતુ તે સમયે પરિસ્થિતિ પહેલા કરતા વધારે ખરાબ હતી.

ડોનલે નોંધાવી હતી ફરિયાદ

4/7
image

સાઉથના એક ફિલ્મમેકરે ડોનલ બિષ્ટ (Donal Bisht)ને રોલ આપવાની વાત કરી હતી. આ સાથે જ તેની સાથે સુવાની માંગ કરી હતી. ડોનલના જણાવ્યા અનુસાર તેણે તાત્કાલીક તે શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. કેમ કે તે ખોટી રીતે કામ મેળવવા માંગતી નહોતી.

ઘણી એક્ટ્રેસ થઈ છે કાસ્ટિંગ કાઉચનો શિકાર

5/7
image

આ પહેલા પણ ઘણી એક્ટ્રેસ કાસ્ટિંગ કાઉચનો શિકાર થયાની વાત સામે આવી છે. તેમાં બોલીવુડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ પણ છે.

2015માં ડોનલે કરી હતી કરિયરની શરૂઆત

6/7
image

તમને જણાવી દઇએ કે, એક્ટ્રેસ ડોનલ બિષ્ટ (Donal Bisht)એ વર્ષ 2015માં સ્ટાર પ્લસનો શો એરલાઇનથી તેના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.

આ શોમાં પણ ડોનલે કર્યું કામ

7/7
image

ત્યારબાદ ડોનલે વિશ્વાસ એક કલશ (Vishwaas Ek Kalash), એક દિવાના થા અને રૂપ-મર્દ કા નયા સ્વરૂપ જેવી સુપરહિટ સીરિયલમાં કામ કર્યું છે. હાલ એક્ટ્રેસ દિલ તો હેપ્પી હે જી માં હેપ્પી મહેરાનો રોલ નિભાવી રહી છે.