તહેવારોમાં સાડીની સાથે આવી રીતે કરો હેર સ્ટાઈલ, લુકમાં લાગી જશે ચાર ચાંદ
દિવાળીના તહેવારો શરૂ થયા નથી કે, ખરીદી માટે લોકો બજારમાં ઉમટ્યા નથી. ખાસ કરીને ઘરના સાજ સજાવટથી માંડીને બ્યુટી પ્રોડક્ટ સુધીની દુકાનોમાં મહિલાઓની ભીડ જોવા મળે છે. તહેવારોમાં આજકાલ મિક્સ એન્ડ મેચ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કપડા, જ્વેલરી, ચંપલ સહિતની વસ્તુઓ પર ધ્યાન આપ્યુ હોય પરંતુ હેરસ્ટાઈલ બરાબર ન હોય તો આખી મહેનત પર પાણી ફરી વળે છે. જેવી રીતે ભોજનમાં મીઠાનું મહત્વ છે તેવી રીતે પરફેક્ટ લુક માટે હેરસ્ટાઈલનું મહત્વ છે. તો ચાલો અહીં તમને થોડી ટિપ્સ આપવા જઈ રહ્યા છે, જેથી તહેવારોમાં તમે લાગશે એકદમ અલગ.
પોનીટેલ હેરસ્ટાઈલ
વાળને ટાઈ કરવા માગતા હોવ તો પોનીટેલ હેરસ્ટાઈલ કરી શકો છો. આ હેરસ્ટાઈલને તમે સાડીના બદલે કોઈ બીજા ડ્રેસ પર ટ્રાય કરી શકો છો.પોનીટેલ તમે અલગ અલગ પ્રકારે ટ્વીસ્ટ કરીને પણ બનાવી શકો છો.
મેસી બન હેરસ્ટાઈલ
જો તમે સાડી પહેરી રહ્યા છો તો, તમારા ઈન્ડિયન લુકને પરફેક્ટ બનાવવા માટે મેસી બન હેરસ્ટાઈલ એકદમ પરફેક્ટ છે. આ હેરસ્ટાઈલ એકદમ સરળ અને પરફેક્ટ છે. તમે ઈચ્છો તો મેસી બનની સાથે ગજરો પણ લગાવી શકો છો. આ હેરસ્ટાઈલ માટે તમારે વાળને બ્રેડ બનાવીને તેને રોલ કરતા કરતા બન બનાવી શકો છો.
ગજરા બન હેરસ્ટાઈલ
ગજરાની સાથે તમે પ્લેન હેર સ્ટાઈલ પણ બનાવી શકો છો. આ ટ્રેડિશનલ લુક માટે જૂની પરંતુ હંમેશા ટ્રેન્ડિંગમાં રહેતી હેરસ્ટાઈલ પસંદ કરી શકો છો. તમારી સાડીના લુકને ગજરા બન હેરસ્ટાઈલ ખૂબ જ આકર્ષક લાગે છે. ખાસ કરીને નવવધુને આ હેરસ્ટાઈલ એકદમ ક્લાસી લુક આપે છે.
ફ્રેન્ચ ચોટી
સાડી લુક પર ફ્રેન્ચ ચોટી ખૂબ જ સુંદર લાદે છે. આ હેરસ્ટાઈલ તમને એકદમ પરફેક્ટ લુક આપે છે. તમે ઈચ્છો તો, હાફ ફ્રેન્ચ પણ બનાવી શકો છો.
Trending Photos