Oranges: આ 5 બીમારીમાં સંતરાની 1 પેશી પણ ન ખાતા, તબિયત વધારે બગડી જશે

Oranges: સંતરા રસીલા અને સ્વાદિષ્ટ ફળ હોય છે. શિયાળામાં માર્કેટમાં સંતરા દેખાવા લાગે છે. નાના મોટા સૌ કોઈને ખાટા મીઠા આ ફળ ભાવે છે. પરંતુ કેટલાક લોકો માટે સંતરા તબિયત બગડવાનું કારણ પણ બની શકે છે. સંતરા ખાવાથી કેટલાક લોકોને સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે. આજે તમને જણાવીએ કઈ પાંચ સ્વાસ્થ સમસ્યા હોય તેણે સંતરા ખાવાનું ટાળવું જોઈએ.

પાચન સંબંધિત વિકાર 

1/6
image

પાચન સંબંધિત સમસ્યાઓ જેમકે એસિડિટી, ગેસ, અપચો હોય તો સંતરા ખાવાનું ટાળવું, સંતરા ખાવાથીથી છાતીમાં બળતરા ઉલટી જેવી તકલીફો થવા લાગે છે. 

કિડનીની તકલીફ 

2/6
image

જે લોકોને કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે પણ સંતરા ખાવાનું ટાળવું જોઈએ. સંતરા ખાવાથી શરીરમાં પોટેશિયમની માત્રા વધી જાય છે અને તે કિડની પર ખરાબ અસર કરે છે. 

સ્કીન એલર્જી 

3/6
image

જે લોકોને સ્કીન સંબંધિત સમસ્યા કે એલર્જી થતી હોય તેમણે પણ સંતરા ખાવાથી બચવું. સંતરા ખાવાથી ત્વચા પર લાલ ડાઘ, ખંજવાળ જેવી તકલીફ થવા લાગે છે. 

છાતીમાં બળતરા 

4/6
image

જે લોકોને છાતીમાં બળતરા ની સમસ્યા થતી હોય તેમણે પણ મર્યાદિત માત્રામાં સંતરાનું સેવન કરવું. તંત્રમાં રહેલું સિટ્રિક એસિડ છાતીની બળતરા વધારી શકે છે. 

કબજિયાત 

5/6
image

જે લોકોને પહેલાથી જ કબજિયાતની સમસ્યા હોય તેમણે પણ સંતરા ખાવા નહીં. વધારે માત્રામાં સંતરા ખાવાથી કબજિયાતની ફરિયાદ વધી જાય છે.

6/6
image