વેક્સીનેશનના આ દ્રશ્યો જોઈ આંખોને ઠંડક મળશે, અમદાવાદમાં વેક્સીન લેવા ઉમટ્યા લોકો

અમદાવાદમા કોરોનાને ડામવા માટે ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરાયુ છે. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનમાં મોટી સંખ્યામાં લોકો વેક્સીન લેવા પોતાના વાહનો લઈને પહોંચી રહ્યાં છે. ત્યારે અમદાવાદ (ahmedabad) ના નિકોલ વિસ્તારમાં આજથી વેક્સીનેશન ડ્રાઈવ (drive through vaccination) શરૂ કરવામાં આવી છે. જેમા વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા છે. ત્યારે દૂરથી એક કોમ્પ્લેક્સમાં લીધેલી તસવીરોથી લોકોમાં આવેલી વેક્સીનેશનની અવેરનેસ જોઈ શકાય છે. 

આશ્કા જાની/અમદાવાદ :અમદાવાદમા કોરોનાને ડામવા માટે ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન શરૂ કરાયુ છે. જેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનમાં મોટી સંખ્યામાં લોકો વેક્સીન લેવા પોતાના વાહનો લઈને પહોંચી રહ્યાં છે. ત્યારે અમદાવાદ (ahmedabad) ના નિકોલ વિસ્તારમાં આજથી વેક્સીનેશન ડ્રાઈવ (drive through vaccination) શરૂ કરવામાં આવી છે. જેમા વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા છે. ત્યારે દૂરથી એક કોમ્પ્લેક્સમાં લીધેલી તસવીરોથી લોકોમાં આવેલી વેક્સીનેશનની અવેરનેસ જોઈ શકાય છે. 

1/4
image

નિકોલની વેકસીનેશન (vaccination) ડ્રાઇવમાં સવારથી જ લોકો પોતાના વાહન સાથે લાઈનમાં ઉભા રહ્યા છે. જે લોકોનું રજિસ્ટ્રેશન ન થયું હોય તેમનું પણ રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. 45 વર્ષથી વધુની ઉંમરના લોકો માટે આ વેક્સીનેશન ડ્રાઈવ શરૂ કરાઈ છે. 

2/4
image

વેક્સીન માટે અમદાવાદ શહેરમાં 3 સ્થળે વેક્સીનેશન ડ્રાઈવ શરૂ કરવામાં છે. આ ડ્રાઈવ થ્રુ વેક્સીનેશનમાં દિવસ દરમ્યાન 1 હજારથી વધુ લોકો વેક્સીન લેશે તેવો amc નો પ્રયાસ છે. 

3/4
image

તો બીજી તરફ, અમદાવાદની હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સ અને દર્દીઓની લાઈનો પણ ઘટી છે. શહેરમાં ધીમે ધીમે કોરોના સંક્રમણ ઓછું થતું હોવાનું દેખાઈ રહ્યું છે. ધનવંતરી કોવિડ હોસ્પિટલ બહાર કોઈપણ પ્રકારની ભીડ દેખાઈ નથી. હોસ્પિટલ બહાર ખાનગી વાહનો કે દર્દી સાથેની એમ્બ્યુલન્સની લાઈન પણ આજે સવારથી દેખાતી નથી. સવારે 10.30 વાગ્યાની સ્થિતિએ ઓક્સિજન સુવિધા સાથેના 98 અને icu કેટેગરીના 4  બેડ ઉપલબ્ધ હોવાનું હોસ્પિટલની બહાર જાહેર કરાયું છે.

4/4
image

સાથે જ અમદાવાદ શહેરમાં કોરોના કેસ ઘટવાનો સિલસિલો યથાવત છે. કોરોના કેસ ઘટવાથી નવા માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ ઘટાડો થયો છે. નવા 3 વિસ્તાર જ માઈક્રો કન્ટાઇનમેન્ટમાં મૂકાયા છે. તો અગાઉના 16 વિસ્તારો દૂર કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં માઇક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 119 પર પહોંચી છે.