40 વટાવી ચુકેલી આ હસીનાઓ આજે પણ છે કુંવારી, બોલીવુડમાં છે બોલબાલા, જુઓ તસવીરો

Bollywood Single Actress: બોલીવુડમાં એવી ઘણી હસીનાઓ છે જેમની ઉંમર આજે 40 ને પાર પહોંચી ચુકી છે. પરંતુ આજ સુધી તે સિંગલ છે. ઘણી અભિનેત્રીઓ પહેલાં અફેર કરી ચુકી છે. પણ લગ્નથી તેઓએ હજુ સુધી અંતર રાખવાનું જ પસંદ કર્યું છે. આ હસીનાઓના નામ જાણીને તમે પણ ચોંકી જશો. એક તો રહી ચુકી છે મિસ યૂનિવર્સ....જુઓ તસવીરો

 

 

તબુ

1/5
image

વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યાં બાદ પણ સિંગલ છે તબુ. તબુની ઉંમર હાલ 50 ને પાર છે. જોકે, તેમ છતાં પણ તે આજેય સ્લીમ અને સેકસી લાગે છે. અજય દેવગણ સાથે પણ તેનું નામ જોડાયું છે. જોકે, તેઓ ઘણીવાર કહી ચુક્યા છે કે, બન્ને નાનપણના સારા ફ્રેન્ડ છે.

સુષ્મિતા સેન

2/5
image

સુષ્મિતા સેન હાલ 49 વર્ષની છે. આજે પણ તેનું ફિગર અને લૂક જબરદસ્ત લાગે છે. આજે પણ તે પોતાના ફરફોર્મન્સથી ચાહકોનો દિલો પર રાજ કરે છે. તેને મિસ યૂનિવર્સ બને આજે 3 દાયકા થવા આવ્યાં. જોકે, લગ્નનો સુષ્મિતાનો હાલ કોઈ પ્લાન નથી. હમણાં આઈપીએલવાળા લલિત મોદી સાથે તેની કેટલીક તસવીરો ખુબ વાયરલ થઈ હતી.

સોફી ચૌધરી

3/5
image

સોફી ચૌધરી એક જાણીતી મોડેલ અને એકટ્રેસ છે. તે ઘણી ફિલ્મો અને આઈટમ નંબર સોંગમાં કામ કરી ચુકી છે. તેના હોટ લૂકને કારણે તે હંમેશા ચર્ચામાં રહી છે. 40 ની ઉંમર પાર કરી ચુકેલી સોફી આજે પણ સિંગલ છે.

દિવ્યા દત્તા

4/5
image

ભાગ મિલ્ખા ભાગ, સ્પેશિયલ 26, વીર જારા, એલઓસી કારગિલ અને દિલ્લી-6 જેવી ઢગલાબંધ ફિલ્મોમાં દિવ્યા દત્તાએ ખુબ સારી એક્ટીંગ કરી છે. દિવ્યા આજે 46 ની ઉંમરને પાર પહોંચી ગઈ હોવા છતાંય સિંગલ છે. જોકે, તેનો લૂક આજે પણ લોકોને પસંદ આવે છે.

અમીષા પટેલ

5/5
image

50ની ઉંમરની નજીક પહોંચી ગયેલી અમિષા પટેલ આજે પણ એટલી જ હોટ લાગે છે. તેને પોતાનું ફિગર એ રીતે મેઈનટેન કર્યું છે. ગદર-2 ફરી એકવાર અમિષાએ ધૂમ મચાવી હતી. પહેલી જ ફિલ્મ કહોના પ્યાર હૈ...થી અમિષાએ બોલીવુડમાં પોતાનો ડંકો વગાડ્યો હતો. જોકે, આજે પણ તે સિંગલ છે. તેના અલગ અલગ અફેર ચર્ચામાં રહ્યાં છે.