PHOTOS: કોરોના મહામારીમાં એક વિશાળકાય જહાજે કેવી રીતે આખી દુનિયાના શ્વાસ કર્યા અદ્ધર, તસવીરોમાં જાણો

Suez Canal માં 23 માર્ચના રોજ એક કાર્ગો શિપ ફસાઈ જવાથી જામ લાગી ગયો હતો આ શિપનું નામ હતું Ever Given.

Apr 7, 2021, 05:41 PM IST

Suez Canal માં 23 માર્ચ 2021ના રોજ મલેશિયાના પોર્ટથી એક જહાજ હજારો કન્ટેનર લઈને નીકળે છે. ધીરે ધીરે તે ઈજિપ્તની સુએઝ  કેનાલમાં પહોંચે છે. જ્યાં તેના પાણીમાં ફસાઈ જવાની ઘટના ઘટી અને સમગ્ર દુનિયાની આંખો તેના પર ટકી ગઈ. હજુ એ સવાલ છે કે આખરે તે દિવસે જહાજ કેવી રીતે 90 ડિગ્રી ઘૂમીને નહેરમાં ફસાઈ ગયું? (તમામ ગ્રાફિક્સ via - neo  વીડિયો ગ્રેબ)

1/11

તેજ હવામાં ફસાઈ ગયું હતું જહાજ

તેજ હવામાં ફસાઈ ગયું હતું જહાજ

કન્ટેનર શિપ એવર ગિવન પનામાનું જહાજ હતું. આ જહાજને 2018માં  બનાવવામાં આવ્યું હતું. જેને તાઈવાની ટ્રાન્સપોર્ટ કંપની એવરગ્રીન મરીન સંચાલિત કરતી હતી. કન્ટેનર શિપ ચીનથી માલ લાદ્યા બાદ નેધરલેન્ડના પોર્ટ રોટરડેમ માટે રવાના થયું હતું. જેણે હિન્દ મહાસાગરથી યુરોપ જવા માટે સુએઝ નહેરનો રસ્તો પસંદ કર્યો. પરંતુ મંગળવારે (23 માર્ચ) સવારે સ્થાનિક સમય મુજબ 7.40એ સુએઝ પોર્ટની ઉત્તરમાં ફસાઈ ગયું. રિપોર્ટ મુજબ એવર ગિવનના ચાલક દળે જણાવ્યું કે સુએઝ નહેરને પાર કરતી વખતે એક જોરદાર તોફાન આવ્યું જેના કારણે શિપ ઘૂમી ગયું. ત્યારબાદ તેને સીધું કરવાનો પ્રયત્ન કરાયો તો તેણે નહેરની પહોળાઈમાં ઘૂમી જઈને ટ્રાફિક જ રોકી લીધો. 

2/11

Ever Given Marine કંપની ઓપરેટ કરે છે જહાજને

Ever Given Marine કંપની ઓપરેટ કરે છે જહાજને

આ જહાજ પર 20124 કન્ટેઈનર આવી શકે છે. તેને Ever Given Marine કંપની ઓપરેટ કરે છે. આ જહાજ દુનિયાના સૌથી મોટા જહાજોમાંથી એક છે. કન્ટેનર પર જો તમે ઊભા રહી જાઓ તો કીડી જેવા લાગશો. તેનાથી અંદાજો લગાવી શકાય કે શીપની સાઈઝ કેટલી ભીમકાય છે. 

3/11

ટાઈટેનિકથી પણ મોટું

ટાઈટેનિકથી પણ મોટું

જો ટાઈટેનિકને પણ તેની બાજુમાં ઊભું રાખવામાં આવે તો તે નાની નાવડી જેવું લાગશે. અમેરિકાના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી પણ તે નાનું રહેશે. 

4/11

કેમ ફસાઈ ગયું જહાજ

કેમ ફસાઈ ગયું જહાજ

વાત જાણે એમ છે કે સુએઝ કેનાલની ઊંડાણ વચ્ચે જ છે. કિનારા સાઈડ વધુ ઊંડી નથી. અને  ત્યાં જ જહાજ ફસાઈ ગયું. તેને કાઢવા માટે જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યું જેથી કરીને રેતીમાંથી બહાર કાઢી શકાય. 

5/11

અમેરિકાએ મોકલી મદદ

અમેરિકાએ મોકલી મદદ

સુએઝ કેનાલમાં લાંબો જામ લાગવાના કારણે અમેરિકાએ ઈજિપ્તમાં મદદ મોકલવાની વાત કરી.

6/11

8-10 દિવસ બચે છે

8-10 દિવસ બચે છે

સુએઝ કેનાલના કારણે ઈન્ડિયન ઓશનથી નેધરલેન્ડ્સનું અંતર કાપવામાં સમય બચે છે. શીપ જ્યારે આ રસ્તે જાય છે તો મુસાફરીમાં 8થી 10 દિવસ બચે છે. આવું ન કરે તો આફ્રીકા ફરીને જવું પડે. 

7/11

ઈજિપ્તને ખુબ કમાણી થાય છે

ઈજિપ્તને ખુબ કમાણી થાય છે

સુએઝ કેનાલ ઈજિપ્તની અર્થવ્યવસ્થા માટે મોટો સ્ત્રોત છે. ઈજિપ્તને ટ્રાન્ઝિટ ફી તરીકે 5 કરોડ ડોલર મળે છે. જે ખુબ મોટી રકમ કહેવાય.

8/11

370 જહાજ ફસાયા હતા

370 જહાજ ફસાયા હતા

મોટા જહાજ ફસાવવાના કારણે લગભઘ 370 જહાજ ફસાઈ ગયા હતા. તેનાથી માત્ર સામાનની અવરજવર રોકાઈ હતી એટલું જ નહીં પરંતુ નોર્થ અમેરિકા અને એશિયામાં સામાન રાખવા માટે કન્ટેનરની પણ કમી થઈ ગઈ હતી. કારણ કે મોટાભાગના કન્ટેઈનર જહાજો પર લદાયેલા હતા.   

9/11

29 માર્ચે રસ્તો ખુલ્યો

 29 માર્ચે રસ્તો ખુલ્યો

સુએઝ કેનાલમાં ખુબ પવન ફૂકાઈ રહ્યો હતો. 29 માર્ચે ઓફિસરોએ તેનો ફાયદો લેવાનું વિચાર્યું.  સુએઝ કેનાલ મેડિટેરિનિયન સમુદ્રને રેડ સી સાથે જોડે છે. 

10/11

14 ટગ બોટથી કાઢ્યું જહાજ

14 ટગ બોટથી કાઢ્યું જહાજ

અને 14 ટગ બોટની તાકાત કામે લગાવીને જહાજનું મોઢું વાળ્યું. જેના કારણે રસ્તો ખુલી ગયો. ત્યારબાદ જહાજને લઈને ચેક કરાયું. 

11/11

રાહતના શ્વાસ લીધા

રાહતના શ્વાસ લીધા

રસ્તો ખુલ્યા બાદ આખી દુનિયાએ રાહતના શ્વાસ લીધા.