PHOTOS: બ્રિટનના મહારાણીથી લઇને પિન્સ ચાર્લ્સ સહિતના રાજ પરિવારના લોકો કરાયા આઇસોલેટ

જુઓ આ લિસ્ટમાં કોણ કોણ છે સામેલ...

નોવેલ કોરોના વાયરસથી બચાવા માચે દુનિયાભરમાં કેટલાક પ્રસિદ્ધ રાજ પરિવારના લોકોએ તેમના પોતાને આઇસોલેટ કરી દીધા છે. જો કે, તેમાંથી કેટલાક પહેલાથી જ Covid-19ના શિકાર થઇ ચુક્યા છે. આ લોકો જુદી જુદી જગ્યા પર સેલ્ફ કવોરન્ટાઇનમાં જતા રહ્યાં છે. જુઓ આ લિસ્ટમાં કોણ કોણ છે સામેલ...

થાઇલેન્ડના રાજા મહા વજીરાલોન્ગકોર્ન

1/4
image

થાઇલેન્ડના રાજા (King) મહા વાજીરાલોન્ગકોર્ન (Maha Vajiralongkorn) કોરોના વાયરસના સંકટ સામે લડી રહેલી જનતાને છોડીને જર્મની જતા રહ્યાં છે. તેઓ ત્યાં એક ભવ્ય હોટલમાં પોતાની જાતને આઇસોલેટ કરી રહ્યાં છે. (ફોટો સાભાર: Reuters)

મોનાકોના પ્રિન્સ એલ્બર્ટ II

2/4
image

યૂરોપના દેશ મોનાકોના પ્રિન્સ એલ્બર્ટ II કોરોના પોઝિટીવ આવ્યા બાદ રોયલ પેલેસમાં પોતાના પ્રાઈવેર્ટ એપાર્ટમેન્ટથી કામ કરી રહ્યાં છે. પ્રિન્સ એલ્બર્ટ IIએ પોતાની જાતને હોમ કવોરન્ટાઇન કર્યા છે. (ફોટો સાભાર: AFP)

બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ

3/4
image

કોરોના પોઝિટીવ આવ્યા બાદ પ્રિન્સ ચાર્લ્સે પોતાને સ્કોટલેન્ડમાં ભવ્ય બાલમોરલ સંપદામાં આઇસોલેટ કર્યા છે. (ફોટો સાભાર: Reuters)

બ્રિટનની મહારાણી એલિઝાબથ II

4/4
image

બ્રિટનની મહારાણી એલિઝાબથ II પોતાને આઇસોલેચ કરવા માટે વિન્ડસર કેન્સલમાં ચાલ્યા ગયા છે. તેમણે તેમના તમામ કાર્યો રદ કરી દીધા છે. (ફોટો સાભાર: AFP)