સુરત ટ્યુશન ક્લાસિસમાં ભડકી આગ, જીવ બચાવવા વિદ્યાર્થીઓની 'મોત'ની છલાંગ

1/6
image

શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા ડ્રિમ લેન્ડ બિલ્ડીંગમાં ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા મોટી સંખ્યામાં બિલ્ડીંગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ જીવ બચાવા માટે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 

2/6
image

10 જેટલી ફાયરની ટીમો અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. મળી રહેલી પ્રાથમિક માહિતી મુજબ આગને કારણે અંદાજે 10 જેટલા લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

3/6
image

આગ એટલી ભીષણ હતી કે, ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરી રહેલા 20 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવા માટે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી હતી. 

4/6
image

જે તમામ બાળકોને ઇજાગ્રસ્ત થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફાયરની ટીમ દ્વારા હાઇડ્રોલિકની મદદથી લોકોનું રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં લાગેલી આ આગમાં બાળકો સહિત 10 જેટલા લોકના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

5/6
image

આગની આ ઘટનામાં 5 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. બિલ્ડીંગના ચોથા માળે લાગેલી આગમાં તક્ષશિલા આર્કેડમાં અભ્યાલ કરતા 20 જેટલા વિદ્યાર્થીઓએ જીવ બચાવા માટે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી હતી. છલાંગ મારનાર તમામ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થવાને કારણે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

6/6
image

આ અંગે આરોગ્ય રાજ્યમંત્રીએ જાણકારી આપી હતી કે, આગની આ ઘટનામાં 10થી વધુ લોકના મોત થયાની આશંકા છે. જ્યારે મુખ્યમંત્રી કાર્યલયથી આદેશ કરવામાં આવ્યા છે, કે બાળકોને બચાવવા માટે પૂરા પ્રયાસ કરવા માટે આદેશ આપાવમાં આવી રહ્યા છે. સ્થનિકોને મદદ કરવા માટે પણ તંત્ર દ્વારા આપીલ કરવામાં આવી રહી છે.