students

ઓમિક્રોનના ડર વચ્ચે તેલંગણામાં કોરોના વિસ્ફોટ, એક શાળાની 45 વિદ્યાર્થિનીઓ Covid-19 પોઝિટિવ

 તેલંગણા સરકારે કહ્યું કે, કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ખતરાને જોતા સર્વેલન્સને મજબૂત કરવામાં આવ્યું છે અને ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે.

Nov 29, 2021, 06:12 PM IST

મોંધવારી વચ્ચે વધુ એક આર્થિક બોજ, અમદાવાદમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં મોટો વધારો

અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને સ્કૂલ રીક્ષા ભાડા વધારવામાં આવ્યો છે. સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રીક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારવાનો નિર્ણય કર્યો છે

Nov 24, 2021, 06:57 PM IST

DEESA માં ક્રિમિલેયર સર્ટી કઢાવવા ગયેલા વિદ્યાર્થીઓને TDO એ કહ્યું, શું કરવું છે મારી જેમ દારૂ પીવો મોજ કરો અને...

દિવાળીને હવે ગણત્રીના દિવસો જ બાકી છે તે અગાઉ વિદ્યાર્થી ડીસા તાલુકાપંચાયત કચેરીમાં વિધાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. ક્રિમિલિયર સર્ટી કઢાવવા આવેલા વિધાર્થીઓને TDOએ અપશબ્દો કહ્યા હતા. જેના કારણે ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ કચેરીમાં હોબાળો મચાવ્યો હતો. ટીડીઓ આવું કરી જ કઇ રીતે કરી શકે તેઓ માત્ર સરકારી નોકર છે અને આ કામ કરવું તેમની ફરજ છે તેમ કહીને ભારે હોબાળો કર્યો હતો. જો કે વિદ્યાર્થીઓના આક્ષેપ બાદ સ્થાનિક સ્ટાફે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. 

Nov 2, 2021, 09:27 PM IST

BHAVNAGAR: હવે નહીં ભુલાય દવા લેવાનું, એન્જિન્યરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ બનાવ્યું MEDMINDER

વિશ્વ આરોગ્ય સંસ્થા WHO ના મતે વિશ્વમાં 50 % લોકો સમયસર દવા લેતા નથી. ત્યારે ભાવનગરની જ્ઞાનમંજરી એન્જિન્યરિંગ કોલેજના કોમ્પ્યુટર એન્જિન્યરિંગ વિભાગના વિધાર્થીઓ ગોહેલ ધાર્મિક અને ગોહિલ શિવભદ્રસિંહ દ્વારા એક એવું મશીન બનાવ્યું છે

Oct 23, 2021, 11:28 PM IST

Homework ની શરૂઆત ક્યારે અને કઈ રીતે થઈ? જાણો શાળાઓમાં કઈ રીતે આવ્યો હોમવર્કનો નિયમ!

બાળપણમાં સૌથી કોઈને એક જ બાબતની ચિંતા રહેતી હોય છે અને એ છે હોમવર્ક. સ્કૂલેથી ઘરેઆવ્યા બાદ વિદ્યાર્થીઓને સતત ચિંતા હોમવર્ક પુરુ કરવાની રહેતી હોય છે. પરંતુ હોમવર્કની શરૂઆત થવા પાછળ પણ છે રોચક કહાની.

Oct 18, 2021, 10:17 AM IST

ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ કરવા અંગે શિક્ષણમંત્રીનું નિવેદન, વિદ્યાર્થીઓનું જીવન અને આરોગ્ય પ્રથમ પ્રાથમિકતા

રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 232 માંથી 175 ચૂંટણીઓ બેઠકો પર ભાજપ જીત્યું છે. 26 વર્ષે પણ પ્રજાએ સાઈન કરી છે. ચૂંટણીમાં ભવ્ય વિજય માટે કેબિનેટની બેઠકમાં અભિનંદન આપવામાં આવ્યા હતા

Oct 6, 2021, 06:39 PM IST

પોરબંદર શિક્ષણ સંઘ, વિદ્યાર્થી સંગઠન અને વાલીઓએ પ્રાથમિક શાળાઓના મર્જનો કર્યો વિરોધ

પોરબંદરની પ્રાથમિક શાળાઓને અને જિલ્લાની કન્યા પ્રાથમિક શાળાઓને મર્જ કરવા કવાયત હાથ ધરાઈ છે. લાંબા સમયથી આ અંગે ગતિવિધિઓ ચાલતી હતી. જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓની યાદી સાથે ટીપીઓને તપાસ અહેવાલ રજુ કરવા જણાવતો પત્ર પાઠવ્યો હતો.આ પત્રને લઈને પોરબંદર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ અને વાલીઓ તેમજ ગામના આગેવાનોએ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે.

Oct 5, 2021, 03:17 PM IST

શાળાઓ પાસે પુસ્તકો નથી, વિદ્યાર્થીઓ પુસ્તક વગર પરીક્ષા આપવા મજબુર, સરકારના સબ સલામતના દાવા

શહેરની 6 ગ્રાન્ટેડ અને જસદણની 2 સરકારી મળી કુલ 8 શાળાઓમાં ધોરણ 9 થી 12ના 1500 જેટલા વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્ય પુસ્તક મળ્યા નથી. આથી તેની સીધી અસર બાળકોના શૈક્ષણિક કાર્ય પર પડી રહી છે. એક માસ બાદ સત્રાંત પરીક્ષા છે તેમ છતાં હજુ સુધી શિક્ષણ તંત્રની અવ્યવસ્થાના પરિણામે વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત રહ્યા હોવાની જીલ્લા શિક્ષણાધિકારીને સરદાર પટેલ વિદ્યા મંદિર સ્કુલનાં આચાર્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં નિરીક્ષકનું કહેવું છે કે, ઇન્ડેન્ટ ફોર્મ રજૂ કર્યા છે તેવી તમામ સ્કુલોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે. સ્કુલ દ્વારા ઇન્ડેન્ટ ફોર્મ રજૂ કરવામાં વિલંબ કર્યો હોય તેવી સ્કુલોને પુસ્તકો નહિ મળ્યા હોય. સ્કુલ અને તંત્ર વચ્ચેનાં વિવાદમાં વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત રહ્યા છે. 

Sep 24, 2021, 06:30 PM IST

વલસાડમાં ફરી કોરોનાનો પગપેસારો, સ્કૂલની શિક્ષિકા પોઝિટિવ થતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ફફડાટ

વલસાડ જિલ્લામાં ફરી કોરોનાનો પગપેસારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાની એક જાણીતી સ્કૂલની શિક્ષિકા કોરોના પોઝિટિવ થતા શાળાના વર્ગો બંધ કરવાની નોબત આવી છે

Sep 21, 2021, 02:26 PM IST

બાળકોના અપહરણ અટકાવવા રાજકોટના બે વિદ્યાર્થીઓએ બનાવ્યો ચાઈલ્ડ સિક્યુરિટી પ્રોજેક્ટ

રાજકોટના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલાં ચાઈલ્ડ સિક્યુરિટી પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ ટોપ-10 પ્રોજેક્ટમાં પસંદગી કરવામાં આવી છે.

Sep 7, 2021, 07:38 AM IST

રાજ્યમાં ગુરૂવારથી ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો થશે શરૂ, શાળાઓમાં 50 ટકા વિદ્યાર્થીઓ રહેશે હાજર

કોરોના સંકટ બાદ રાજ્યમાં ફરી શૈક્ષણિક કાર્યની શરૂઆત થવા જઈ રહી છે. 2 સપ્ટેમ્બરથી રાજ્યભરની શાળાઓમાં ધોરણ 6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ થઈ રહ્યાં છે. 
 

Sep 1, 2021, 08:05 PM IST

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીને હવે એક ક્લિકમાં મળશે તમામ માહિતી, તૈયાર કરવામાં આવી ખાસ મોબાઇલ એપ્લિકેશન

ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા અભ્યાસક્રમોના ભૂતકાળમાં લેવાલી પરીક્ષાના પ્રશ્નપત્રો સરળતાથી મળી રહે એ ઉદ્દેશ્યથી સારથી એપ્લિકેશન બનાવવામાં આવી છે. 
 

Aug 17, 2021, 02:42 PM IST

સુરતમાં રહેતા યુવકની પત્ની અને દીકરીઓ અફઘાનિસ્તાનમાં ફસાઈ, ટિકિટ હોવા છતાં નથી આવી શકતો પરિવાર

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના (Taliban) કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ (Kabul Airport) તરફ ભાગી રહ્યા છે. હાલ કાબુલ એરપોર્ટ અમેરિકી સેનાના (US Army) કબજામાં છે

Aug 16, 2021, 05:17 PM IST

અફઘાનિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ, વડોદરામાં અભ્યાસ કરતા 11 વિદ્યાર્થીઓના પરિજનો ફસાયા

અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના (Taliban) કબજાની સાથે જ સ્થિતિ ભયાનક બની ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો દેશ છોડીને કાબુલ એરપોર્ટ (Kabul Airport) તરફ ભાગી રહ્યા છે

Aug 16, 2021, 04:13 PM IST

જામનગર: શાળાએ જવા માટે સમયસર બસ ના મળતા સીદસર ગામ પાસે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ

જામજોધપુર તાલુકાના સીદસર ગામે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને લઇને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતા. જો કે, ઘટના સ્થળ પર પહોંચી પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો

Aug 12, 2021, 06:25 PM IST

Jio યૂઝર્સ માટે Good News, તમને મળશે આ જબરદસ્ત ફીચરનો લાભ, જાણો વિગતો

io પોતાના યૂઝર્સ માટે જબરદસ્ત ફીચર લઈને આવ્યું છે.

Aug 3, 2021, 04:03 PM IST

એક તરફ વિદ્યાર્થીઓ પુસ્તકો માટે ટળવળે છે અને બીજી તરફ 4 ટન પુસ્તકો પસ્તીમાંથી મળતા ચકચાર

આજે ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે એક ભંગારી ને ત્યાંથી વર્ષ 2019-20 માં ધો.1 થી 8 માં અભ્યાસ માટે રાજ્યસરકારે  શાળાઓમાં મોકલેલા પાઠ્યપુસ્તકો નો મસમોટો જથ્થો એક ભંગારી ના ડેલામાંથી મળી આવ્યો હતો. અંદાજીત ચાર ટન જેટલું વજન એટલે કે 2 ટ્રેકટર ભરાય એટલા પાઠ્યપુસ્તકોને પાલીતાણાની એક પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા કોઈપણ મંજૂરી વગર પોતાની રોકડી કરવાના ઈરાદાથી વેચી માર્યા હતા. જે અંગેની જાણ જાગૃત નાગરિકોને થતા આ પ્રકરણ બહાર આવ્યું છે, જેની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે.

Aug 2, 2021, 11:56 PM IST