બનાસકાંઠામાં ચારેતરફ તારાજીના દ્રશ્યો, આખું ખેંટવા ગામ ઘૂંટણ સુધીના પાણીમાં ડૂબ્યુ

અલકેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠામાં ગઈકાલે આભ ફાટ્યુ હતું. જેથી ચારેતરફ તારાજી સર્જાઈ હતી. આખું બનાસકાંઠા પાણીમાં ગરકાવ થયુ હતું. જોકે, આજે ગુરુવારે વરસાદ બંધ થયા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ભીલડીના ખેંટવા ગામ આજે પણ ઘૂંટણ સુધીના પાણીમાં ડૂબ્યુ છે. 10 ઇંચ કરતા વધ વરસાદ વરસતા સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયુ છે. ગામના 2 તળાવ ઓવરફ્લો થતા ગામના ઘરોમાં પાણી ફરી વળ્યાં છે. ગ્રામજનોને અવરજવરનો રસ્તો પણ બંધ થયો છે. જીવના જોખમે રસ્તો પસાર કરવા ગામજનો મજબૂર બન્યા છે. ગામની પ્રાથમિક શાળા પણ પાણીમાં ડૂબી છે. આસપાસનો સમગ્ર વિસ્તાર જળ બંબાકાર જોવા મળ્યો છે. 
 

1/7
image

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image