બનાસકાંઠા

બટાકાના શાકે સાસુ-વહુનો એવો ઝઘડો કરાવ્યો કે, વહુના પિયરીયાએ સાસુને માર્યો માર 

સાસુ-વહુના ઝઘડાના કિસ્સા હંમેશા ચર્ચાતા હોય છે. પરંતુ ડીસાના એક પરિવારના સાસુ-વહુ બટાકાના શાક જેવી નાનકડા મુદ્દે એવા તો બાખડ્યા કે વાત મારમારી પર પહોંચી ગઈ હતી. વહુએ પોતાના પિયરીયાઓને બોલાવીને વૃદ્ધ સાસુને માર મરાવ્યો હતો. 

Sep 17, 2021, 08:46 AM IST

ગુજરાતમાં દુષ્કાળના સંકેત મળી ગયા.... સાપની આ હરકતથી હવે એક ટીપું ય પાણી નહિ વરસે

ભાગ્યે જ બનતી ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં બની છે. જોકે, આ ઘટનાથી લોકોમાં ડર પણ ભરાઈ ગયો છે. બનાસકાંઠામાં દુષ્કાળના સંકેત આપતો કિસ્સો બન્યો છે. બનાસકાંઠામાં એક સાપ બીજા સાપને ગળી જવાની ઘટના બની છે. એક માન્યતા પ્રમાણે એક સરખો જીવ બીજા જીવને ગળે તો દુષ્કાળ (drought) ના સંકેત કહેવાય છે. ગુજરાતમાં હાલ એક ટીપું ય વરસાદ નથી. સરકાર જલ્દી જ ગુજરાત (gujarat) ને દુષ્કાળગ્રસ્ત રાજ્ય જાહેર કરે તેવુ સંકટ આવ્યું છે. આવામાં આ ઘટનાથી લોકોમાં ડર પ્રસરી ગયો છે. 

Aug 29, 2021, 02:19 PM IST

ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવાની રેસમાં નવુ નામ આવ્યું, ભાજપના એક કાર્યક્રમમાં દિગ્ગજ નેતાનું નામ લેવાયું

 • પાટીદારો અને આદિવાસીઓ બાદ હવે ચૌધરી સમાજમાંથી પણ મુખ્યમંત્રી બનાવવાની ઉઠી માગ
 • બનાસ ડેરીના ચેરમેનની હાજરીમાં એક ખેડૂત બોલ્યો 'મુખ્યમંત્રી તો શંકર ચૌધરી જ જોઈએ..
 • ખેડૂતના આ નિવેદનથી ખુદ શંકર ચૌધરી પણ ચોંકી ઉઠ્યા. આ બાદ શંકર ચૌધરીએ હાથનો ઈશારો કરી ખેડૂતને બેસી જવા વિનંતી કરી

Aug 28, 2021, 07:40 AM IST

Raksha bandhan : 200 વર્ષ પહેલાની એક ઘટનાને કારણે ગુજરાતના આ ગામે બહેનોએ આજે ભાઈને રાખડી બાંધી

સમગ્ર ભારતમાં આવતીકાલે કાલે રવિવારના રોજ રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે. પરંતુ બનાસકાંઠા જિલ્લાનું એક ગામ એવું છે, જ્યાં રક્ષાબંધનના દિવસને અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે એટલે કે આજે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. આજે શનિવારે બહેન ભાઈને રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવે છે. એક દિવસ પહેલા રક્ષાબંધન મનાવવા પાછળનું કારણ તમે જાણશો તો દંગ રહી જશો. 

Aug 21, 2021, 02:32 PM IST

બનાસ ડેરીનું મહાઅભિયાન : સૂકાભઠ્ઠ બનાસકાંઠાને બનાવશે લીલુછમ

સૂકો ભઠ્ઠ બનાસકાંઠા (banaskantha) જિલ્લો લીલોછમ બને તે માટે હવે બનાસ ડેરી (banas dairy) એ વૃક્ષારોપણનું મહાઅભિયાન હાથ ધર્યું છે. જે અંતર્ગત આજે જિલ્લાના સૌથી ઊંચા પર્વત જેસોર પર્વત પર એક લાખથી વધુ સીડ બોલ બનાવી અલગ-અલગ ટુકડીઓ દ્વારા જંગલ વિસ્તારમાં તેનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જેથી આગામી સમયમાં વરસાદ સમયે સીડ બોલમાંથી વૃક્ષ અંકુરણ થઈ શકે.

Aug 20, 2021, 08:17 AM IST

પાલનપુર : દશામાના જાગરણ માટે પગપાળા જતા શ્રદ્ધાળુઓ પર ઈકો કાર ફરી વળી, 2 ના મોત 

 • પાલનપુર તાલુકા ગઢ મડાણા ગામે આ ઘટના બની હતી
 • કેટલાક શ્રદ્ઘાળુઓ જાગરણ હોઈ ગઢ દશામાના મંદિરે પગપાળા જઈ રહ્યા હતા
 • ઈકો કારે પગપાળા જઈ રહેલા 7 શ્રદ્ઘાળુઓને અડફેટે લીધા

Aug 18, 2021, 11:21 AM IST

સ્પાઈડર મેનની જેમ વીજ પોલ પર ચઢી ગઈ ગુજરાતી મહિલા, જોતજોતમાં વાયરલ થયો વીડિયો

વાયરલ વીડિયોમાં લોકોના મ્યૂઝિક, ડાન્સ અને અવનવા કરતબ જોવા મળતા હોય છે. પરંતુ ક્યારેક આશ્ચર્યજનક બાબતો પણ જોવા મળતી હોય છે. હાલ બનાસકાંઠાનો એક વીડિયો વાયરલ (viral video) થયો છે. જેમાં એક મહિલા વીજ પોલ પર ચઢતી દેખાય છે. કોઈ પણ ટેકા વગર આ મહિલા સ્પાઈર મેન (spider man) ની જેમ વીજ પર ચઢી જાય છે. લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે આ વીડિયો.

Aug 14, 2021, 07:54 AM IST

સૂકી ધરતી જોઈને બનાસકાંઠાના ખેડૂતો બોલ્યા, હવે વરસાદ નહિ આવે તો આત્મહત્યા કરવી પડશે

આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો ફક્ત 25.89 % વરસાદ પડતાં ખેડૂતોનો પાક સુકાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદની આશાએ જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું, પણ વરસાદ ખેંચાતા ખેડૂતોનો મહામુલો પાક તેમની નજર સમક્ષ સુકાઈ રહ્યો હોવાથી જિલ્લા સહિત વડગામ પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે.

Aug 11, 2021, 01:45 PM IST

રાઈના નાનકડા દાણાએ લીધો એક જ પરિવારના 3 લોકોનો જીવ, બનાસકાંઠાની ચોંકાવનારી ઘટના

બનાસકાંઠાના ધાનેરાના કુંડી ગામે  7 લોકોને ફૂડ પોઇઝનની અસર થવાની ઘટના બની છે. સતત 10 દિવસની સારવાર બાદ 3 લોકોના મોત નિપજ્યા છે. તો ત્રણ ગંભીર લોકોને સારવાર માટે અમદાવાદમાં ખસેડાયા છે.  10 દિવસ પહેલા ખાધા ખોરાકીમાં કઈક આવી જતા તમામ લોકોને ફૂડ પોઇઝનની અસર થઈ હતી. જેથી એપેડમિક ડ્રોપ્સી રોગથી તમામ લોકોના મોત નિપજ્યા છે. 

Aug 7, 2021, 12:11 PM IST

15 ઓગસ્ટે નેતાજીનો સેક્સ વીડિયો વાયરલ કરીશ.. એક પોસ્ટથી બનાસકાંઠાના રાજકારણમાં હડકંપ મચ્યો

બનાસકાંઠાના રાજકારણમા ભૂકંપ આવે તેવા ઘાટ સર્જાયા છે. થરાદના આમ આદમી પાર્ટીના કાર્યકર મધા પટેલની એક ફેસબુક (facebook) પોસ્ટે ભારે ચર્ચા જગાવી છે. સાથે જ આ પોસ્ટને કારણે તહેલકો મચી ગયો છે.  

Aug 3, 2021, 12:51 PM IST

બનાસકાંઠામાં ગરીબ ખેડૂતના ઘર પર વીજળી પડી, તમામ વીજ ઉપકરણો બળીને ખાક થયા

આ સીઝનમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (gujarat rain) વરસી રહ્યો છે. આ વર્ષે વીજળી પડવાના સૌથી વધુ બનાવો બની રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના દાંતીવાડાના માળીવાસમાં મોડી રાત્રે એક ઘર ઉપર વીજળી પડી હતી. ઘર ઉપર વીજળી પડતાં (lightning) ઘરમાં રહેલ વીજ ઉપકરણ બળીને ખાક થયા હતા. એટલુ જ નહિ, ઘરની દિવાલો ઉપર પણ સામાન્ય તિરાડો પડી છે. 

Jul 25, 2021, 10:46 AM IST

Banaskantha મા વરસાદના અભાવે વલખા મારી રહ્યા છે ખેડૂતો, પાક બળી જવાની તૈયારીમાં

જિલ્લામાં થોડા સમય પહેલા આવેલ વાવણી લાયક વરસાદ બાદ ખેડુતોએ વાવણી તો કરી દીધી પરંતુ હાલ વરસાદ પાછો ખેંચાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. મોધાદાટ બીયારણ અને ખાતરનો ખર્ચ પણ હાલ તો ખેડુતોને ભારે પડી રહ્યો છે. હજુ પણ જો વરસાદ ખેચાય તો ખેડુતોની હાલત કફોડી બની શકે તેમ છે.

Jul 24, 2021, 07:45 PM IST

ગુજરાતમાં શાંત થયેલા કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો, બનાસકાંઠામાં એકસાથે 52 BSF જવાનો સંક્રમિત

ગુજરાતમાં ત્રીજી લહેર (third wave) ના ભણકારા વાગી રહ્યા છે, ત્યાં કોરોના વિસ્ફોટ થયો છે. બનાસકાંઠામાં એકસાથે 52 BSF જવાનો કોરોના સંક્રમિત થવાની વાતથી ચકચાર મગી ગઈ છે. બનાસકાંઠામાં અત્યાર સુધી 52 BSF જવાનો કોરોના પોઝિટિવ થયા છે. આ તમામ જવાનો પશ્ચિમ બંગાળ અને નાગાલેન્ડથી બનાસકાંઠા આવ્યા હતા. કુલ 443 BSF જવાનોનો કોરોના રિપોર્ટ કરાયો હતો. સંક્રમિત જવાનોને થરાદની મોડલ સ્કૂલમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. નવા વેરિયન્ટની તપાસ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. 

Jul 20, 2021, 11:37 AM IST

કરુણતા : થરાદમાં મહિલાએ 4 બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું, 3 ના મોત

બનાસકાંઠામાં ચોંકાવનારો કિસ્સો બન્યો છે. થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં એક મહિલાએ પોતાના 4 સંતાનો સાથે ઝંપલાવ્યું છે. મહિલાએ અગમ્ય કારણોસર પોતાની 4 બાળકીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું છે. કેનાલમાં ડૂબવાથી મહિલા અને તેની બે બાળકીઓ સહિત 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે. બે બાળકીઓને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધી છે. ત્રણ લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ છે. 

Jul 17, 2021, 12:43 PM IST

અંબાજી મંદિરમાં જનારા ભક્તો ધ્યાન રાખે, આરતી અને દર્શનનો સમય બદલાયો

 • સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે બદલાવ કરવામાં આવે છે 
 • અંબાજી મંદિરમાં 12 જુલાઈથી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે

Jul 10, 2021, 10:14 AM IST

ઈઝરાયેલથી મંગાવેલા ઓલિવ છોડ પાછળ દાંતીવાડા કૃષિ યુનિ.એ કર્યો લાખોનો ધુમાડો, 11 વર્ષે ન ફૂલ આવ્યું કે ફળ

 • દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ ઇઝરાયલથી 10 હજાર ઓલિવના છોડ લાવી ફાર્મમાં વાવેતર કર્યું હતું
 • યુનિવર્સિટીમાં આની સાથે સમય અને નાણાંનો વેડફાટ કરતી હોય તેવું દેખાઈ આવે છે
 •  જવાબદાર અધિકારીઓ વાતાવરણ અનુકૂળ ન આવતું હોવાના રટણ રટી રહ્યા છે

Jul 8, 2021, 02:15 PM IST

ભાભર હત્યા કેસમાં મહત્વનો ચુકાદો, ભત્રીજાને મારનાર બે કાકાને આજીવન કેદની સજા ફટકારાઈ

 • ભાભરના બરવાળા ગામે ભત્રીજાની હત્યાના કેસમાં બે સગા કાકાઓ અને પિતરાઈ ભાઈને આજીવન કેદ ફટકારાઈ
 • બરવાળા ગામે આઠ વર્ષ અગાઉ ખેતરમાં બોલાવી બે કાકા અને ભાઈએ મળી ભત્રીજાનું ઢીમ ઢાળી દીધું હતું

Jul 4, 2021, 10:40 AM IST

Banaskantha: સહકારી ક્ષેત્રમાં પણ મહિલાઓ અગ્રેસર, મહિલા પેનલે પણ બાંયો ચઢાવી

ગુજરાતના અંતરિયાળ અને છેવાડાના વિસ્તાર બનાસકાંઠાના પાંથાવાડા માર્કેટયાડની આગામી 9 જુલાઈએ યોજાનારી ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયુ છે. ગુજરાતમાં પ્રથમ વખત એક મહિલાએ સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ઝંપલાવતા અને ભાજપ પ્રેરિત ત્રણ પેનલો આમને સામને આવતા ત્રી-પાંખીયો જંગ મંડાયો છે.

Jul 2, 2021, 09:39 PM IST

પાલનપુરમાં 23 તારીખથી સ્વૈચ્છિક લોકડાઉન, પ્રાંત અધિકારીને મળ્યા બાદ વેપારીઓનો નિર્ણય

બનાસકાંઠા જિલ્લા સહિત પાલનપુરમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ તેજીથી વધતા પાલનપુરના વેપારીઓ દ્વારા આજથી 22 એપ્રિલ સુધી 4 વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવાનો અને 23 થી 27 એપ્રિલ સુધી લોકડાઉન રાખવાનો નિર્ણય કરાતાં આજે વેપારીઓએ 4 વાગ્યે દુકાનો બંધ રાખીને સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો.

Apr 20, 2021, 07:10 PM IST

બનાસકાંઠાના ગામડીયા લાગતા વ્યક્તિનાં ખેતરે જઇને પોલીસે જોયું તો ચોંકી ઉઠી, બહાર આવ્યું મહાકૌભાંડ

જિલ્લાની એસઓજી પોલીસે જિલ્લા સહિત આંતર જિલ્લાઓમાં બાઈક ચોરી કરતા શખ્સને ચોરીના બાઈક સાથે ઝડપી પાડી તેની પાસેથી 11 બાઈક કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. કોણ છે આ બાઈક ચોર શખ્સ અને તે કેવી રીતે બાઈક ચોરીને આપતો હતો અંજામ? બનાસકાંઠા જિલ્લાની એસઓજીની ટીમ પાલનપુર ડીસા હાઈવે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી અને તે સમયે ટીમને એક બાઈકચોર ચોરીનું બાઈક લઈ પસાર થઈ રહ્યો હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી ચોરીનું બાઈક લઈ પસાર થઈ રહેલા દિયોદરના રવેલ સરદારપુરા ગામના પ્રવીણ મનસુખભાઇ પ્રજાપતિ નામના શખ્સને ઝડપી પાડયો છે.

Apr 6, 2021, 08:46 PM IST