આરીફ અને સારસ જેવી સુરતના કુશની મિત્રતા, રોજ ઘોડી પર સવાર થઈને શાળાએ જાય છે
Surat News સંદીપ વસાવા/સુરત : સુરતમાં એક બાળક અનોખી રીતે શાળા એ પહોંચે છે. બાળક ઘોડે સવારી શાળાએ આવે છે. કુશ નામનો આ કિશોર તેની નાચયી નામની ઘોડી પર સવાર થઈને રોજ ઘરેથી નીકળે છે, અને શાળાએ પહોંચે છે. કુશ સાથે તેના મિત્રો પણ ઘોડી સાથે અનોખી લાગણી બંધાઈ છે. વિદ્યાર્થી જ્યારે ઘોડી લઈને શાળાએ પહોંચે છે ત્યારે બધા તેને જોતા જ રહી જાય છે.
આમતો યુ.પી ના સારસ નામના પક્ષી આરીફની દોસ્તી જગ જાહેર છે. સારસ અને આરીફ હંમેશા સાથે જ રહેતા હતાં. પરંતુ વન સંરક્ષણ અધિનિયન હેઠળ સારસ પક્ષીને આરીફથી દૂર કરવામાં આવ્યું છે. ત્યારે આજે અમે તમને ઘોડાના બચ્ચા અને વિદ્યાથીની દોસ્તીની વાત કરવા જઈ રહ્યા છે. મુખ્યત્વે તમે વિદ્યાર્થીઓને સાયકલ, મોપેડ ઉપર સવાર થઈને શાળાએ આવતા જોતા હશો. ત્યારે સુરત જિલ્લાનો એક વિદ્યાર્થી શાળાએ ઘોડા પર સવાર થઈ આવે છે.
બારડોલીના ખરવાસા ગામના કુશ રાઠોડને એક ખેતરમાંથી ઘોડાનું બચ્ચું મળી આવ્યું હતું. અને કુશ તેને ઘરે લાવી તેનું પાલન પોષણ કરી રહ્યો છે. કુશે તેનું નામ ‘નાયચી’ રાખ્યું છે. સવારે કુશ તેને રોજ નવડાવે છે. ત્યારબાદ તેના માટે ઘાસ લાવીને તેને ખવડાવે છે. શાળાનો સમય થાય એટલે કુશ ઘરે આ બચ્ચાને સાથે લઈને નીકળે છે. ત્યારબાદ તેની સાથે તેના મિત્રો પણ આ ઘોડાના બચ્ચા સાથે જોડાયા છે. એક પછી એક આ મિત્રો તેની સવારી કરે છે.
બધા વિદ્યાર્થીઓ ઘોડીને લઈને શાળાએ પહોંચે છે. શાળા બહાર નજીકમાં તેને એક ઝાડ ઘોડીના બચ્ચાને નીચે બાંધી દે છે. અને શાળાના રિસેષ દરમ્યાન તેના માટે ચારો અને પાણી મૂકીને ફરીથી અભ્યાસ અર્થે જતા રહે છે. શાળા છૂટ્યા બાદ ફરીથી તેઓ ઘોડા સાથે રમતા રમતા ઘરે પહોંચે છે.
શાળા પરત ફરી બાળકો જ્યારે રમવા માટે ભેગા થાય છે. ત્યારે પણ આ બાળકો તેને સાથેજ લઈ જાય છે અને સાથે જ સમય વિતાવે છે. શાળાના શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ઘોડે સવારી કરીને આવતા જોઈ ખુશી અનુભવે છે. તેઓ પણ કહી રહ્યા છે પહેલાના સમય ઘોડે સવારી કરીને લોકો પોતાના કામ અર્થે આવ જાવ કરતા હતા. તેવા દ્રશ્ય આજે જોઈને ખુબજ આનંદ થાય છે. તેમજ બાળકોનો ઘોડા સાથે લગાવ પણ ખુબજ છે. હંમેશા બાળકોનો પશુ પક્ષીઓ પ્રત્યે આવો પ્રેમ રહેવો જોઈએ. શાળાએ ઘોડે સવારી કરીને આવે છે તેને જોઈએ સૌ લોકો કૃતુહલ વશ થઈ જોતા રહે છે
Trending Photos