અનુષ્કાથી લઇને પ્રિંયકા સહિતની આ એક્ટ્રેસેસે કરી 'KARWA CHAUTH'ની ઉજવણી, જુઓ Pics...

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા, બિપાશા બાસુ, પ્રિયંકા ચોપડા, રવીના ટંડન અને શિલ્પા શેટ્ટીએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે.

નવી દિલ્હી: ગુરૂવાર સાંજે દુનિયાભરમાં કરવા ચોથ (Karwa chauth 2019)ના પર્વની ધામધૂમથી ઉજવણી કરી હતી. સુહાગન મહિલાઓએ ચંદ્રના દર્શન કરી વ્રત ખોલ્યું હતું. આ સમયે બોલીવુડ અભિનેત્રિઓએ પણ તેમના પતિઓ માટે વ્રત રાખ્યું હતું. આ સમય પર બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા, બિપાશા બાસુ, પ્રિયંકા ચોપડા, રવીના ટંડન અને શિલ્પા શેટ્ટીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસ્વીરો શેર કરી છે. હવે સોશિયલ મીડિયા પર આ તમામ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે.

અનુષ્કા શર્મા

1/5
image

વિરાટ કોહલીની સાથે કંઇક આ અંદાજમાં જોવા મળી અનુષ્કા શર્મા. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, અનુષ્કા શર્મા)

પ્રિયંકા ચોપડા

2/5
image

એકદમ ટ્રેડિશનલ લુકમાં નિક જોનાસની સાથે જોવા મળી પ્રિયંકા ચોપડા. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, પ્રિયંકા ચોપડા)

બિપાશા બાસુ

3/5
image

વ્હાઇટ સૂટમાં કરણની સાથે જોવા મળી બિપાશા બાસુ. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, બિપાશા બાસુ)

શિલ્પા શેટ્ટી

4/5
image

રાજ કુંદ્રાને પગે લાગતી જોવા મળી શિલ્પા શેટ્ટી. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, શિલ્પા શેટ્ટી)

રવીના ટંડન

5/5
image

પતિ અને બાળકો સાથે કંઇક આ અંદાજમાં જોવા મળી રવીના ટંડન. (ફોટો સાભાર: ઇન્સ્ટાગ્રામ, રવીના ટંડન)