Bad Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે આ 4 ફળ, રોજ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું થશે

Fruits For Bad Cholesterol: આપણા શરીર માટે ગુડ કોલેસ્ટ્રોલ જરૂરી હોય છે કારણ કે તે હેલ્ધી સેલ બનાવવામાં મદદ કરે છે. પરંતુ જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તે હૃદયની બીમારીઓનું જોખમ વધારે છે. બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો ખાવા પીવાની આદતો બદલીને તેને કંટ્રોલ કરી શકાય છે. 4 એવા ફળ છે જેને ખાવાથી વધતા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે અને હાર્ટ એટેકનું રિસ્ક પણ ઘટાડી શકાય છે. 

જરદાળુ 

1/5
image

જરદાળુને અંગ્રેજીમાં એપ્રિકોટ કહેવાય છે તે ફાઇબર, પોટેશિયમ અને વિટામીન સી થી ભરપૂર હોય છે. એપ્રિકોટ બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તમે ટેસ્ટી હેલ્ધી સ્નેક તરીકે ખાઈ શકો છો.   

ખજૂર 

2/5
image

ખજૂર પણ પોષક તત્વોનો ખજાનો છે. તેમાં ફાઇબર સહિત એવા પોષક તત્વ હોય છે જે વધતા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ખજૂરને તમે અલગ અલગ રીતે ડાયટમાં સામેલ કરી શકો છો. 

એવોકાડો

3/5
image

હેલ્ધી ફેટ અને બેટા સિટોસ્ટેરોલ હોય છે જે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે. એવોકાડોને તમે રોટલી સલાડ કે બ્રેડ સાથે લઈ શકો છો. 

સફરજન 

4/5
image

સફરજન વિશે તો કહેવાય જ છે કે રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવું પડતું નથી. જે લોકોને બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તેમણે રોજ એક સફરજન ખાવું જોઈએ. તેનાથી હાર્ટ એટેકનું રિસ્ક પણ ઘટે છે અને બેડ કોલેસ્ટ્રોલ વધતું અટકે છે.

5/5
image