G-20 Summit: પીએમ મોદીએ વિદેશી રાષ્ટ્રધ્યક્ષોને આપી ગુજરાતમાં બનેલી ખાસ વસ્તુઓની ભેટ

બાલીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયાની રાજધાની બાલીના પ્રવાસે હતા. પીએમ મોદીએ બાલીમાં જી-20 સમિટમાં ભાગ લીધો હતો. ત્યારબાદ પીએમ મોદી અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને પણ મળ્યા હતા. હવે 1 ડિસેમ્બરથી ભારત જી-20ની અધ્યક્ષતા પણ કરવાનું છે. પીએમ મોદીએ વિદેશી નેતાઓને અલગ-અલગ ગિફ્ટ પણ આપી છે. 

અમેરિકી રાષ્ટ્રપતિને આપી હિમાચલની ખાસ ભેટ

1/7
image

પ્રધાનમંત્રીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને શ્રીનગર રાસાનું પેન્ટિંગ ભેટમાં આપ્યું હતું. આ હિમાચલ પ્રદેશમાં નેચરલ કલર દ્વારા ખાસ તૈયાર કરવામાં આવે છે. 

બ્રિટનના પ્રધાનમંત્રીને પણ આપી ખાસ ભેટ

2/7
image

નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકને માતાની પછેડી ભેટમાં આપી હતી. આ ગુજરાતનું હાથબનાવટનું કાપડ છે અને માતા દેવીનું નિવાસસ્થાન મંદિરોમાં અર્પણ કરવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને આપી આદિવાસી વિસ્તારની ગિફ્ટ

3/7
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીને છોડાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ દ્વારા તૈયાર કરેલ પિથોરા ભેટમાં આપ્યું હતું. 

ઇટાલીના પીએમને આપ્યું પાટણ પટોળા દુપટ્ટા

4/7
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીને પાટણ પટોળા દુપટ્ટો ભેટમાં આવ્યો હતો. આ દુપટ્ટો પોતાની વિશિષ્ટ ડિઝાઇન માટે જાણીતો છે. 

ફ્રાન્સના રાષ્ટ્રપતિને આપી કચ્છની ખાસ વસ્તુ

5/7
image

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રૌં અને સિંગાપુરના પ્રધાનમંત્રી લી હસિન અને જર્મનીના ચાન્સલરને કચ્છનું અગાતે બાઉલ ભેટમાં આપ્યું હતું. 

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને આપી સુરતની ભેટ

6/7
image

પ્રધાનમંત્રી મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને સુરતના સિલ્વર બાઉલ અને હિમાચલની કિન્નુરી શવાલ ભેટમાં આપી હતી. 

સ્પેનના પ્રધાનંમત્રીને આપી હિમાચલની ગિફ્ટ

7/7
image

પ્રધાનમંત્રીએ જી-20 સમિટ દરમિયાન સ્પેનના પીએમ પેડ્રો સાંચેઝને હિમાચલ પ્રદેશના કુનલ બ્રાસ સેટ (Kanal Brass Set) ભેટમાં આપ્યો હતો. આ હિમાચલના મંડી અને કુલ્લીની ખાસ ઓળખ છે.