મહાન તબલાવાદક લચ્છુ મહારાજને ગૂગલે આવી રીતે યાદ કર્યાં, વગાડ્યા હતા જેલમાં તબલા

ભારતીય શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાના સાથે સંબંધ ધરાવતા ફેમસ તબલાવાદક લચ્છુ મહારાજની જયંતી પર દેશના સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલે તેમની યાદમાં ડૂડલ બનાવ્યું છે. લચ્છુ મહારાજની જયંતી પર ગૂગલે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ડુડલ જોઈને તમે પણ કહેશો કે અદભૂત. દેશના સૌથી મહાન તબલાવાદકોમા લચ્છુ મહારાજનું નામ લેવામાં આવે છે. તેમનો જન્મ 16 ઓક્ટોબર, 1944ના રોજ થયો હતો. કહેવાય છે કે, તેઓ માત્ર 8 વર્ષના હતા, જ્યારે પહેલીવાર તેમના હાથ તબલા પર પડ્યા હતા.

આ ખૂબીઓને કારણે ફેમસ હતા લચ્છુ મહારાજ

1/4
image

જેમણે આપણે લચ્છુ મહારાજ કહીએ છીએ, તેમનું રિયલ નામ લક્ષ્મી નારાયણ હતું. તે પોતાના મસ્તમૌલા સ્વભાવને કારણે પ્રખ્યાત હતા. જેને કારણે તેમને આજે પણ બનારસમાં યાદ કરવામાં આવે છે. તેમણે ક્યારેય કોઈના કહેવા પર તબલા વગાડ્યા નથી, પરંતુ હંમેશા પોતાના દિલનું જ સાંભળ્યું છે. સમયના પાક્કા હોવાને કારણે પણ તેઓ ચર્ચાતા હતા. એકવાર તેમના તબલા વાદન માટે આકાશવાણી બોલાવવામાં આવ્યા હતા. પરંતુ જે વ્યક્તિએ તેમને બોલાવ્યા હતા, તે જ 5 મિનીટ મોડા આવ્યા હતા. લચ્છુ મહારાજના આ વાત પસંદ ન આવી, અને તે કાર્યક્રમ કર્યા વગર જ પરત ફર્યા હતા. લચ્છુ મહારાજને 12 ભાઈ-બહેન હતા. જેમાં તેમનો ક્રમ ચોથા નંબરે છે. તેમણે ટીના નામની ફ્રાન્સીસી મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેમણે બોલિવુડમાં મોટું નામ કમાવ્યું છે. બોલિવુડ એક્ટર ગોવિંદા તેમનો ભાણિયો છે. 

જેલમાં તબલા વગાડવા માટે ચર્ચાયા

2/4
image

આ વાત વર્ષ 1975ની છે, જ્યારે દેશમાં આપાતકાલ લગાવવામાં આવ્યો હતો. તે સમયે લચ્છુ મહારાજ જેલ પહોંચી ગયા હતા અને ત્યાં જ્યોર્જ ફર્નાન્ડીઝ, દેવવ્રત મજમુદાર ,માર્કંડેય જેવા સમાજવાદીઓને જેલમાં તબલા વગાડીને સંભળાવ્યા હતા. સમાજવાદી નરેન્દ્ર નીરવે તે સમયે કહ્યું હતું કે, લચ્છુ મહારાજ માત્ર તબલા જ વગાડી નહોતા રહ્યા, પરંતુ આપાતકાળનો વિરોધ પણ તબલા દ્વારા વ્યક્ત કરી રહ્યા હતા. બનારસના દાલમંડી જેવા ભીડવાળા વિસ્તારમાં તેમનું ઘર હતું, જ્યાં તેઓ કોઈની પણ ચિંતા કર્યા વગર મસ્તમૌલા અંદાજમાં તબલા વગાડતા હતા. 

ન લીધું પદ્મશ્રીનું સન્માન

3/4
image

લચ્છુ મહારાજ સાત ભાઈમાંથી બીજા નંબર પર હતા. તેમને કેન્દ્ર સરકાર તરફથી પદ્મશ્રી સન્માન માટે નોમિનેટ કરાયા હતા. પરંતુ લચ્છુ મહારાજે તે સન્માન લેવાની ના પાડી હતી. તેમનું માનવું હતું કે, કોઈ પણ કલાકાર માટે સૌથી મોટો એવોર્ડ દર્શકોની તાળીનો ગડગડાટ હોય છે. 

ફાટી ગયા હતા તબલા

4/4
image

એક સંગીત જલસામાં તેમના તબલા વગાડતા-વગાડતા ફાટી ગયા હતા. જ્યારે બીજા તબલા લાવવામાં મોડું થયું તો લચ્છુ મહારાજ કાર્યક્રમની વચ્ચેથી ઉઠીને જતા રહ્યા હતા. તેમની આ જીત સંગીત અને તબલા પ્રત્યેનો તેમનો પ્રેમ બતાવે છે. 27 જુલાઈ, 2016ના રોજ હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થયું હતું. પંડિત લચ્છુ મહારાજે બોલિવુડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે હીટ ફિલ્મોમાં કોરિયોગ્રાફી પણ કરી છે. મહેલ (1949), મુઘલ-એ-આઝમ (1960), છોટી છોટી બાતેં (1965) અને પાકીઝા (1972) જેવી ફિલ્મોમાં તે જોડાયેલા રહ્યાં.