હાર્દિકે કહ્યું મારા પિતા ભાજપ માટે કામ કરતા હતા, આનંદીબેન મારા ફોઈ છે, પાટીલે ખેસ અને નીતિન પટેલે ટોપી પહેરાવી!

હાર્દિકે કહ્યું PM મોદીનો સિપાઈ અને ભાજપમાં રામસેતુની ખિસકોલી બનીને કામ કરીશ, પાટિલની હાજરીમાં પટેલના કેસરિયા. પાટીલે ખેસ અને નીતિન પટેલે હાર્દિકને પહેરાવી ટોપી.

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભાજપમાં જોડાતાની સાથે જ બદલાયા હાર્દિક પટેલના સૂર. હાર્દિકે સ્ટેજ પરથી જ કહ્યુંકે, મેં પક્ષ નથી બદલ્યો પણ હું તો મારા ઘરે પરત ફર્યો છું. ભાજપમાં કામ કરવાની તક સારી તક મળશે. હું ભાજપમાં સૈનિકની ભૂમિકામાં જોડાયો છું. મારા પિતાથી ભાજપ માટે જ કામ કરતા હતાં. ભાજપ એ મારું ઘર છે, અને મારી ઘરવાપસી થઈ છે. આનંદીબહેન માતા પિતાને રાખડી મોકલતા હતા, આનંદીબહેન મારા ફોઈબા થાય છે. હું કોંગ્રેસમાં હતો ત્યારે પણ પીએમ મોદીના અમુક નિર્ણયોથી પ્રભાવિત હતો અને વખાણ કરતો હતો. પાટીદાર આંદોલનમાં શહીદ થયેલાં પરિવારોને આગામી બે મહિનામાં નોકરી પણ અપાવીશું. આંદોલન સરકાર સામે હતું, છેલ્લે સરકારે જ આંદોલન પૂર્ણ કર્યું હતું. વધુમાં હાર્દિક પટેલે ભાજપમાં જોડાતાની સાથે જ કહ્યુંકે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં હવે હું રાષ્ટ્રસેવાનું કામ કરીશ. તેમજ હાર્દિકે પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો.

1/7
image

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image