hardik patel

રાજકોટ દુષ્કર્મ કેસ રાજકીય અખાડો? પાટીલ બાદ હાર્દિક પટેલ અને રેશમા પટેલની મુલાકાત

રાજકોટનાં જેલસરમાં સૃષ્ટિ રૈયાણી હત્યા કેસ હવે રાજકીય અખાડો બની ચુક્યો હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક એક પક્ષનાં નેતાઓ પરિવારને સાંત્વના આપવાના નામે પોતાના રાજકીય રોટલા શેકવા માટે આવી રહ્યા છે. આજે ભાજપનાં હાઇકમાન્ડ દ્વારા મુલાકાત બાદ કોંગ્રેસનાં પણ ટોચના નેતાઓ પણ જેતસર ગામે આવી પહોંચ્યા હતા. તમામે પરિવારને સાંત્વના આપી હતી. પોલીસ તથા તંત્રને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથે રાજકીય ટપાટપી પણ કરી હતી. 

Mar 22, 2021, 05:06 PM IST

હાર્દિક પટેલને મોટો ઝટકો, કાયમી ગુજરાત બહાર જવાની અરજી ગુજરાત હાઇકોર્ટે નકારી

ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને (Hardik Patel) ગુજરાત હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. બે દિવસ પહેલા અમદાવાદ સેશન કોર્ટે (Ahmedabad Sessions Court) હાર્દિક પટેલને મોટી રહાત આપી હતી

Mar 10, 2021, 05:56 PM IST

હાર્દિક પટેલને મોટી રાહત, રાજ્ય બહાર જવા કોર્ટે પરવાનગી આપી

 • અગાઉ રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલને ગુજરાત નહિ છોડવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા
 • હાર્દિક પટેલે રાજ્ય બહાર જવા માટેની શરતો હળવી કરવાની કોર્ટ સામે માંગણી કરી હતી

Mar 5, 2021, 03:20 PM IST

Hardik Patel ને ગુજરાત કોંગ્રેસનું સુકાન સોંપવા મુદ્દે NSUI એ કહી મોટી વાત

 • નવા પ્રદેશ પ્રમુખ અંગે હજુ હાઈકમાન્ડે કોઈ વિચારણા કરી નથી. પરંતુ NSUIએ પ્રદેશ પ્રમુખ પદ માટે અત્યારથી જ લોંબિંગ શરૂ કરી દીધું

Mar 4, 2021, 10:51 AM IST

હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસની હાર, પક્ષને ન જીતાડી શક્યો

 • હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસનો સફાયો થયો છે
 • વિરમગામ નગરપાલિકામાં હજી સુધી કોંગ્રેસનું ખાતું ખૂલ્યુ જ નથી

Mar 2, 2021, 01:33 PM IST

હાર્દિક પટેલની કમનસીબી કે તેમના વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર નથી : તેજશ્રીબેન પટેલ

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પક્ષથી નારાજ છે. પરંતુ આ વચ્ચે અમદાવાદ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કોંગ્રેસ (gujarat congress) ને મત આપી શક્યા નથી. કારણ કે, હાર્દિક પટેલે (hardik patel) વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ-અપક્ષની પેનલ છે. ત્યારે કોંગ્રેસને વોર્ડ નંબર 2 માં કોઈ ઉમેદવાર ન મળ્યા તેવુ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે હાર્દિક પટેલ પર આકરા પ્રહારો કર્યાં છે.   

Feb 28, 2021, 12:23 PM IST

હાર્દિક પટેલે કોને મત આપ્યો? જ્યાં મતદાન કર્યું ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી...

 • અપક્ષ ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત હોવાનું હાર્દિક પટેલે જણાવ્યું. તો સાથે જ વિરમગામમાં અપક્ષ ઉમેદવારો ઉભા રાખવાની વર્ષોની પરંપરા છે તેવુ પણ કહ્યું
 • હાર્દિક પટેલે વિરમગામમાં જ્યાં મતદાન કર્યું, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ નથી

Feb 28, 2021, 11:04 AM IST

હાર્દિક પટેલ પાટીદાર સમાજના ખંભે બંદૂક ફોડે છે, તે તકવાદી છે...

 • થોડા સમય પહેલા ભાજપમાં જોડાયેલા દિલીપ સાબવાએ હાર્દિક પટેલ અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું
 • તેમણે કહ્યું કે, હાર્દિક પગ ખેંચવાનું કામ કરે છે 

Feb 11, 2021, 03:22 PM IST

સાહુનો જાદુ પણ ન ચાલ્યો, સુરતમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું

 • સુરતમાં PAAS સમર્થિત કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત આપવાની શરૂઆત કરી
 • વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ પરત ખેંચવા પહોંચ્યા
 • જ્યોતિ સોજિત્રા અને કાંતિ ભરવાડ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે પહોંચતા કોંગ્રેસને ફટકો પડવાની શરૂઆત થઈ

Feb 9, 2021, 02:35 PM IST

ચૂંટણી પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર નક્કી, પાટીદારોએ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી

સુરતથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મોટા સમાચાર સામે આવ્યા છે. ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સુરત કોંગ્રેસમાં ભડકો થયો છે. ધાર્મિક માલવિયા કોંગ્રેસમાંથી ચૂંટણી નહિ લડે તેવી તેમણે જાહેરાત કરી દીધી છે. ત્યારે અનેક ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ચૂંટણી પહેલા જ સુરતના કેટલાક વોર્ડમાં કોંગ્રેસની હાર દેખાઈ રહી છે. સુરતમાં કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ફોર્મ જ ન ભર્યાં. તો પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાએ આ દાવો કરતા ખળભળાટ મચ્યો છે. સાથે જ અલ્પેશ કથીરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કોંગ્રેસે પાટીદારો સાથે અન્યાય કર્યો છે. 

Feb 6, 2021, 03:24 PM IST

પેટાચૂંટણીની પરીક્ષામાં પાટીલ પાસ, હાર્દિક અને કોંગ્રેસનું આખું નેતૃત્વ ફેલ

 • કોંગ્રેસે મોરબી, ધારી જેવા પોતાના ગઢ પણ ગુમાવ્યા છે, જે બતાવે છે કે કોંગ્રેસનુ સુકાન નિષ્ફળ સાબિત થયું છે. જેના કારણે હાર માટે નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની પણ તૈયારી બતાવી

Nov 11, 2020, 09:48 AM IST

Gujarat Bypoll : જાણો ભુંડા પરાજય બાદ હાર્દિક પટેલ, અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ શું કહ્યું?

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે ક્લિન સ્વિપ કર્યું છે. ભાજપ પોતાની તમામ મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠકો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. તમામ બેઠકો પર ભાજપનો ભગવો ભવ્ય રીતે લહેરાયો છે. ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં મુખ્યમંત્રીએ 2022નું આ માત્ર ટ્રેલર હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, 2022ની ચૂંટણીમાં તમે આ જ ચિત્ર વધારે સીટો પર જોઇ શકશો.

Nov 10, 2020, 05:38 PM IST

હાર્દિક પટેલની અરજી પર આજે hcમાં સુનવણી, ગુજરાત બહારના પ્રવાસની આપશે માહિતી

 • કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે ગુજરાત બહાર જવાની મજૂરી માંગતી અરજી કરી છે, જેમાં પોતાને ચૂંટણી પ્રચાર માટે ગુજરાત બહાર જવાનું હોવાની રજૂઆત કરવામાં આવી.
 • હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર ન જવા દેવો નથી તેવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી

Nov 5, 2020, 08:13 AM IST
Hardik Patel's Controversial Statement On Ram Temple PT3M38S

હાર્દિક પટેલ અને કોંગ્રેસે રામ મંદિર મુદ્દે વાણીવિલાસ કરીને કરોડો હિન્દુઓની લાગણી દુભાવી

માળીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા બેફામ વાણીવિલાસ કરવામાં આવ્યો હતો. આ વાણીવિલાસ અને ખાસ કરીને રામ મંદિર બાબતે કરવામાં આવેલ બેફામ વાણીવિલાસના કારણે હાલમાં સમગ્ર રામ ભક્તો અને દેશની જનતાની લાગણી દુભાઇ છે. ત્યારે કોંગ્રેસ અને ખાસ કરીને હાર્દિક પટેલ દ્વારા દેશવાસીઓની અને રામ ભક્તોની માફી માંગવામાં આવે આવે તેવી માંગણી ગુજરાત પ્રદેશ ભાજપના નિરીક્ષક આઇ.કે.જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો. 

Nov 1, 2020, 08:59 PM IST

કોંગ્રેસે પુરજોશમાં શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, હાર્દિક પટેલે કહ્યું BJP ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી

હાર્દિક પટેલે  ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે, ભાજપ ખેડૂતોના પ્રશ્નો સાંભળતી નથી. આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીમાં કોંગ્રેસ તરફે મતદાન કરવામાં આવે તેવી તમામ મતદારોને અપીલ કરવામાં આવી હતી.

Nov 1, 2020, 11:56 AM IST

કપરાડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ, હાર્દિકના ભાજપ સરકાર પર પ્રહાર

ભાજપ અને કોંગ્રેસ દ્વારા કપરાડા વિધાનસભા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કપરાડા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. પોતાના સંબોધનમાં અનેક મુદ્દે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા

Oct 28, 2020, 06:46 PM IST

ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા દિલીપ સાબવાના આક્ષેપ પર હાર્દિક પટેલનો પલટવાર, જાણો શું કહ્યું

ગઢડા 106 વિધાનસભા બેઠક પર બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર પુરા જોરથી કરવામાં આવી રહ્યો છે. ત્યારે બંને પક્ષોના સ્ટાર પ્રચારકો ગઢડા મતક્ષેત્રમાં પોતાની સભાઓ કરી રહ્યા છે. કોરોના મહામારીના ખતરાને ભૂલીને કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકીના સમર્થમાં હાર્દિક પટેલે માંડવધાર ગામે સભાને સંબોધી હતી.

Oct 26, 2020, 10:10 AM IST

ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘મોપેડ લઈને ફરનારા હાર્દિક પટેલ કરોડોમાં રમે છે તેનો હિસાબ આપો’

પ્રદેશ ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પટેલના નિવેદન પર કહ્યું કે, ગઈકાલે કોંગ્રેસના ભાડુતી કાર્યકારી અધ્યક્ષે પાટીલજી પર બેજવાબદાર નિવેદન કર્યા

Oct 23, 2020, 02:26 PM IST

મોરબી: ટંકારામાં જાહેરનામા ભંગના કેસમાં હાર્દિક પટેલ સહિત 30 લોકોને મળી મોટી રાહત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં પાટીદાર આંદોલન સમયે મંજૂરી વગર વર્ષ 2017માં સભા યોજવામાં આવી હતી. જેથી કરીને હાર્દિક પટેલ, લલિત કાગથરા, લલિત વસોયા સહિતના આગેવાનો સામે જાહેરનામા ભંગનો ગુનો ટંકારમાં નોંધાયો હતો

Oct 12, 2020, 02:48 PM IST