Gujarat Elections 2022: આ સેલિબ્રિટિ દંપતીઓએ સાથે મળીને મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી, જુઓ તસવીરો

Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો મળીને કુલ 89 બેઠકો પર મતદાન થશે. જેમાં સામાન્ય લોકોની માંડીને સેલિબ્રિટી અને રાજકીય નેતાઓ પણ મતદાન કરી રહ્યા છે. ત્યારે જાહેર જીવનમાં ઉચ્ચ સ્થાન ધરાવતા એવા દંપતીઓની તસવીરો અહીં દર્શાવવામાં આવી છે જેમણે સાથે મળીને મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી...જુઓ તસવીરો

પાવરફૂલ કપલનું મતદાન

1/9

ગુજરાત વિધાનસભાના પ્રથમ ચરણમાં જાહેર જીવન સાથે સંકળાયેલાં પાવરફૂલ કપલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને સાથે મળીને લોકશાહીના પર્વની ઉજવણી કરી...

વિજય રૂપાણી

2/9

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને તેમના પત્નીએ મતદાન કર્યું હતું. મતદાન કર્યા પછી વિજય રૂપાણી કહ્યું કે આમ આદમી પાર્ટીથી ભાજપને ફેર પડવાનો નથી. સૌરાષ્ટ્રમાં ભાજપનો ભગવો લહેરાશે. નારાજગીની વાત નાની છે. સૌરાષ્ટ્રમાં નારાજગીની ઘટના એક બે જગ્યાએ જ જોવા મળી છે, ભાજપને કોઈ અસર નહીં થાય. તેમના પત્નીએ કહ્યું હતું કે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. ભાજપ જીતશે તેવો મને વિશ્વાસ છે.

રવિન્દ્ર જાડેજા

3/9

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પોતાના પત્ની રિવાબા સાથે મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી. અને  મતદાન બાદ બાલ ઠાકરેનો મોદી અંગેનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો. જેમાં બાલ ઠાકરે એવું કહી રહ્યાં છે કે જો ગુજરાતમાંથી મોદી ગયા તો ગુજરાત હાથમાંથી જશે. ગુજરાતને માત્ર એક જ વ્યક્તિ બચાવી શકે છે અને એ વ્યક્તિ છે નરેન્દ્ર મોદી.

સી.આર.પાટીલ

4/9

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે મોદીનો જાદુ દરેક સમયે, દરેક જગ્યાએ કામ કરે છે. તે લોકોના દિલમાં છે. લોકો તેમના પર વિશ્વાસ કરે છે અને તેઓ તેમની અપેક્ષાઓ પૂરી કરવા સક્ષમ છે. કોંગી નેતાઓ દ્વારા પીએમ સામે કરાયેલી “ઓકાત” વાળી ટિપ્પણી પર તેમને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “જેઓએ એવું કહ્યું તેઓને તેમની ‘ઓકાત’ વિશે ખબર પડી જશે.”

મનસુખ માંડવિયા

5/9

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લાના હનોલ ગામમાંથી પોતાના પરિવાર સાથે મતદાન કર્યું.

મંગુભાઈ પટેલ

6/9

મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને તેમના પત્નીએ નવસારીમાં મતદાન મથક પર મતદાન કર્યું.

રાજા માંધાતાસિંહ

7/9

રાજકોટના રાજા માંધાતાસિંહ અને મહારાણી કાદમ્બરી દેવી મતદાન કરાવા માટે વિન્ટેજ કારમાં આવ્યા હતા. આ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. માંધાતાસિંહ અને તેમના પરિવાર એ તમામ શહેરીજનોને મતદાન કરવાની અપીલ કરી હતી. 

નાણામંત્રી કનુભાઈ દેસાઈ

8/9

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, “ગુજરાત પ્રગતિ કરી રહ્યું છે અને રાજ્યની જનતાએ ભાજપને મત આપવાનું નક્કી કર્યું છે. લોકોને ભાજપમાં વિશ્વાસ છે અને રાજ્યમાં આગળ વિકાસ થશે. રાજ્યમાં ભાજપની સરકાર બનશે.”

જીતુ વાઘાણી

9/9

ભાવનગરમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના પત્ની અને પરિવારના સભ્યો સાથે મતદાન કર્યું