south gujarat

રાજ્યના 115 તાલુકામાં નોંધાયો વરસાદ, હવામાન વિભાગની આગાહી વચ્ચે હજુ પણ 20 ટકા વરસાદની ઘટ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ વરસાદ વડોદરા, હાલોલ, સાબરકાંઠાના વિજયનગર અને ખેડાના ઠાસરામાં પોણા બે ઇંચ નોંધાયો છે

Sep 20, 2021, 12:31 PM IST

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

ગુજરાતમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે હળવા પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયાથી સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યમાં 80 ટકા વરસાદ પડ્યો છે

Sep 20, 2021, 11:01 AM IST

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આગામી 4 દિવસ ભારે, રાહત કમિશ્નર સહિત તંત્રની તડામાર તૈયારીઓ

રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર તા.૧૪/૦૯/૨૦૨૧ ના રોજ ૧૬.૦૦ કલાકે જીસ્વાન ૫ર યોજવામાં આવ્યું હતું. રાહત નિયામક અને નાયબ સચિવ, એસ.ઇ.ઓ.સી દ્વારા વેબીનારમાં ઓનલાઈન તેમજ ઓફલાઇન હાજર રહેલા તમામ અધિકારીઓનું સ્વાગત કરી મીટીંગની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી  રાજયમાં ૨૩ - જિલ્લાના, ૮૫ -તાલુકામાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૌથી વધારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૫૧ એમ.એમ. વરસાદ નોંધાયેલ છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૪/૦૯/૨૦૨૧ અંતિત ૫૮૧.૬૧મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૬૯.૨૪% છે.

Sep 14, 2021, 07:56 PM IST

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણમાં બારેમેઘ ખાંગા, તમામ નદીઓ 2 કાંઠે, સેંકડો લોકોની કફોડી સ્થિતિ

મેઘરાજાએ સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાત ખાસ કરીને વલસાડમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી હતી. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધારે 7.5 ઇંચ, ધરમપુર તાલુકામાં 6.5, ઉમરગામમાં 4 ઇંચ અને વાપી તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વલસાડ તાલુકા અને પારડીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મધુબન ડેમની સપાટી 78.20 મીટર નોંધાઇ છે. જ્યારે ઉમરગામ તાલુકાના સંજાણ નજીક આવેલા ટીંભી ગામ પાસે ખાડી નજીક પસાર થતી કાર ખાડીના પાણીમાં ઘસડાઇ હતી. 

Sep 14, 2021, 05:50 PM IST

સૌરાષ્ટ્રમાં વણસેલી સ્થિતિ વચ્ચે VALSAD માં પણ વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી

જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકામાં સવારથી જ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જોકે સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકા માં વરસ્યો હતો. વાપી અને આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી-નાળાઓ તોફાને સ્વરૂપે વહી રહ્યા છે. નદીઓના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાડની ઔરંગા અને દમણગંગા, પાર અને કોલક નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. 

Sep 13, 2021, 11:48 PM IST

Monsoon: ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના નહીં, હવામાન વિભાગે આપી માહિતી

હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમાં મોહંતીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હાલના સમયમાં રાજ્યમાં કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી.

Aug 23, 2021, 01:47 PM IST

Monsoon 2021: રાજ્યના 9 જિલ્લામાં આજે પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આજે ખેડૂતો માટે રાહતના સમાચાર આવી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના 9 જિલ્લામાં આજે ભારે વરસાદની શક્યતા છે. 
 

Aug 23, 2021, 07:14 AM IST

ગુજરાતના 76 તાલુકામાં વરસાદ, સુરતમાં વરસાદનું જોર વધ્યું; જાણો સૌથી વધુ ક્યા ખાબક્યો

રાજ્યમાં સવારથી રાતના આઠ વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ (Rain) નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા બે કલાકમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) અને ખાસ કરી સુરતમાં વરસાદનું (Surat Rain) જોર વધ્યું છે

Aug 18, 2021, 09:52 PM IST

ગુજરાતમાં વિરામ બાદ આ જિલ્લામાં જોવા મળશે વરસાદનો કહેર? હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગની અખબારી યાદી અનુસાર 19 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના (South Gujarat) મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ (Daman) અને દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે

Aug 18, 2021, 09:39 PM IST

વલસાડમાં ધર્માંતરણ મામલે ખ્રિસ્તી મિશનરીઓને શોધવા માંગ, આગેવાનોએ કલેકટરને આપ્યું આવેદન

વલસાડ (Valsad) જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ધર્માંતરણનો (Conversion) મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. આથી આજે દક્ષિણ ગુજરાત (South Gujarat) બારી બારીયા સમાજના (Bari Bariya Samaj) આગેવાનોએ વલસાડ જિલ્લા કલેકટરને (Collector) એક આવેદનપત્ર આપ્યું હતું

Jul 27, 2021, 02:09 PM IST

GUJARAT: દક્ષિણ અને ઉત્તર ગુજરાત માથે આગામી પાંચ દિવસ ઘાત, મધ્ય ગુજરાતમાં પણ થશે આફતનો વરસાદ !

આગામી પાંચ દિવસમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના છુટાછવાયા વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અત્રે નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાત પહેલાથી જ ભારે વરસાદનાં કારણે બેહાલ છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા હજી પણ પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

Jul 20, 2021, 09:08 PM IST

GUJARAT માં મેઘરાજાનું ફરી આગમન,ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી ખેડૂતોમાં ખુશાલી

છેલ્લા ઘણા સમયથી મંદ પડેલું ચોમાસુ ગુજરાતમાં ફરી એકવાર સક્રિય થઇ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગે આગામી આગામી 11થી 13 જુલાઇ સુધીમાંદક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. અમરેલીના ખાંભા અને આસપાસનાં વિસ્તારોમાં વરસાદ, ભાવનગરનાં અનેક તાલુકાઓમાં વરસાદથી ખેડૂતોમાં આનંદ પ્રસર્યો છે.

Jul 10, 2021, 04:53 PM IST

રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત દીવ-દમણ, દાદરાનગર હવેલીનાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં જો કે વરસાદની શક્યતા નહી હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદમાં પણ હળવો વરસાદ થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. 

Jun 28, 2021, 06:33 PM IST

હવામાન વિભાગની આગાહી: આગામી 24 કલાક જોવા મળશે વરસાદી માહોલ, જાણો ક્યાં કેવો વરસાદ

રાજ્યમાં વરસાદને (Rain) લઇને હવામાન વિભાગે (Meteorological Department) આગાહી કરી છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદની પડી શકે છે

Jun 28, 2021, 02:37 PM IST

દક્ષિણમાં મેઘરાજાની તોફાની ઇનિંગ: 6 કલાકમાં મહુવામાં 4 તો બારડોલીમાં 6 ઇંચ વરસાદ

શહેર અને જિલ્લામાં રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીમાં બારડોલી-મહુવામાં 4, સુરત પલસાણા અને ચોર્યાસીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ હતી. બારડોલીમાં ધોધમાર વરસાદનાં પગલે આશાપુરા માતા મંદિર વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે સુરત શહેરના માનદરવાજા, સહારા દરવાજા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. 

Jun 25, 2021, 06:05 PM IST

Damanganga જળાશય યોજનામાંથી પાણી લિફ્ટ કરી ડુંગરાળ વિસ્તારમાં પહોંચાડાશે

વનબંધુઓને સિંચાઇ અને પીવાના પાણી માટેની બહુહેતુક 797 કરોડ રૂપિયાની લિફ્ટ ઇરીગેશન ઉદવહન સિંચાઇ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.

Jun 20, 2021, 12:22 PM IST

Anand માં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ: શહેર બોટમાં ફેરવાયું, મેઘરાજાએ કર્યા ખમૈયા

જીલ્લા પોલીસવડાનું નિવાસ સ્થાન અને કચેરી પણ બેટમાં ફેરવાયા હતા. ત્યારે પોલીસ વડા પણ કેડ સમા પાણીમાં ઓફીસમાં જતા નજરે પડ્યા હતા.

Jun 18, 2021, 03:26 PM IST

રાજ્યમાં વરસાદને લઇને મોટા સમાચાર, મહત્વના છે આગામી 26 કલાક

હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે શુક્રવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે. 

Jun 18, 2021, 02:32 PM IST

હવામાન વૈજ્ઞાનિકએ કહ્યું હાલ અમદાવાદમાં નહી પડે, અહીં સામાન્ય વરસાદની શક્યતા

હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર વૈજ્ઞાનિક મનોરમા મોહંતિએ કહ્યું હતું કે 14 જૂન સુધીમાં રાજ્યના 25 MM ના બદલે 12 MM વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી ગુજરાત (Gujarat) માં 13 MM ઓછો વરસાદ પડ્યો છે.

Jun 14, 2021, 02:54 PM IST

હવામાન ખાતાએ કરી આગાહી, જાણો ક્યારે અમદાવાદ સહિત ગુજરાતના કયા વિસ્તારોમાં ક્યારે પડશે વરસાદ

રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) ની આગાહી છે.

Jun 13, 2021, 08:41 AM IST