લંડન પહોંચી કચ્છી કોયલ! ગરબા ક્વીન ગીતા રબારીનો નવો અંદાજ તમે ઓળખી નહિ શકો

Geeta Rabari In London : હંમેશા કચ્છી પહેરવેશમાં સજ્જ થઈને ડાયરો કરતી ગીતા રબારીની ઈમેજ આવે એટલે કચ્છી પહેરવેશ આવે. કચ્છની આ કોયલ હાલ લંડનમાં રહેતા ગુજરાતીઓને ગરબાના તાલ પર ડોલાવી રહી છે. ગુજરાતી ગાયિકા હાલ લંડનમાં છે, અને ડાયરાની જમાવટ કરી રહ્યાં છે. આવામાં તેઓએ પોતાના મોર્ડન લૂકની તસવીરો શેર કરી છે. પરંપરાગત લુકથી એકદમ અલગ આ તેમનો અંદાજ છે. મોર્ડન લુકમાં તે કોઈ સુપરમોડલ જેવા લાગી રહ્યાં છે. 

ગીતા રબારીને ભાગ્યે જ આવા લુકમાં કોઇએ જોઇ હશે

1/5
image

કચ્છી કોયલ તરીકે જાણિતી બનેલી ગુજરાતી ગાયિકા ગીતા રબારીનું નામ આવે એટલે આપણી આંખો સમક્ષ એ જ પહેરવેશ સાથે આંખો સમક્ષ છબિ તરી આવે. હંમેશા કચ્છી પહેરવેશમાં સજ્જ થઈને ડાયરો કરતી ગીતા રબારીને ભાગ્યે જ આવા લુકમાં કોઇએ જોઇ હશે. ગીતા રબારી હાલ લંડનમાં છે, અને ડાયરાની જમાવટ કરી રહ્યાં છે. આવામાં તેઓએ પોતાના મોર્ડન લૂકની તસવીરો શેર કરી છે. 

પરંપરાગત લુકથી એકદમ અલગ આ તેમનો અંદાજ

2/5
image

વિદેશમાં પણ પોતાના પરંપરાગત ડ્રેસમાં તસવીરો પડાવી હતી. અને પોતાના ફેન્સ સાથે ફેસબુક પર શેર કરી છે. પરંપરાગત લુકથી એકદમ અલગ આ તેમનો અંદાજ છે. હાલ તેમણે એક લહેંગા ચોલી સાથેની તસવીરો શેર કરી છે, જેમાં તે કોઈ સુપરમોડલ જેવા લાગી રહ્યાં છે. 

ગરીબ પરિવારમાંથી આવે છે ગીતા રબારી

3/5
image

ગીતા રબારીનો જન્મ 31 ડિસેમ્બર 1996માં કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામમાં સામાન્ય પરિવારમાં થયો. તેમના પિતા સામાનના ફેરા મારતા હતા તો માતા આજુબાજુના ઘરમાં કચરા-પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. 

કોકિલ કંઠી અવાજ દેશ અને દુનિયામાં ગૂંજતો થઈ ગયો

4/5
image

ગીતા રબારીને નાનાપણથી જ ગીતો પ્રત્યે ખાસ લગાવ હતો. સૌપ્રથમ તેમણે સ્કૂલના એક કાર્યક્રમમાં ગાવાની શરૂઆત કરી. ત્યારબાદ ગામના મેળામાં સ્ટેજ પ્રોગ્રામ આપવાના શરૂ કર્યા. ધીમે-ધીમે તેમનો કોકિલ કંઠી અવાજ દેશ અને દુનિયામાં ગૂંજતો થઈ ગયો.  

5/5
image