દ્વારકા

દ્વારકા અંધશ્રદ્ધામાં હત્યા કેસ : મહિલાઓના ધૂણવા પાછળ જેનેટિક સંસ્કાર, સિન્ડ્રોમ રોગની પીડા કારણભૂત

21મી સદીમાં પણ હજુ અંધશ્રદ્ધા (superstition) નથી અટકી રહી. દ્વારકાના ઓખા મઢીમાં અંધશ્રદ્ધામાં એક મહિલાની હત્યા થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 25 વર્ષીય મહિલાના શરીરમાંથી મેલું અને વળગાડ હોવાનું કહી પરીણિતા પર વિધિ કરાઈ હતી. જેમાં ભૂવાએ મહિલાને શરીર પર અસંખ્યા ડામ આપી સાંકળથી માર મારતા મહિલાનું મૃત્યુ થયું. ધાર્મિક વિધિના નામે મહિલાને પહેલાં તો ખંડેર જેવા મંદિરમાં પરિવાર જ લઇ આવ્યો હતો. જેમાં મેલું અને વળગાડ હોવાનું કહી બેરહેમી પૂર્વ મહિલાનો જીવ લઈ લીધો. 

Oct 14, 2021, 10:26 AM IST

ગુજરાતનો આ બીચ બન્યો પ્રવાસીઓની પહેલી પસંદ, સતત બીજા વર્ષે મળ્યું બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચને વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે. શિવરાજપુર બીચ (shivrajpur beach) ને બીજા વર્ષે બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ મળ્યું છે. ત્યારે ગુજરાતના મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે ફ્લેગને ફરકાવવામાં આવ્યો હતો. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી દ્વારા વિશ્વકક્ષાનું બીચ બનાવવાની વાત કરવામાં આવી હતી, ત્યારે શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ (blue flag certificate) મળતાં વિકાસને પણ વધુ વેગ મળશે. એટલું જ નહીં દ્વારકા સહિત શિવરાજપુર અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ફાયદો થશે. બ્લ્યૂ ફ્લેગ સર્ટિફિકેટ માટે 33 જેટલા નિયમોનું પાલન કરવાનું હોય છે.

Oct 7, 2021, 10:06 AM IST

ઈ-બાઈક અચાનક સળગી ઉઠી, દ્વારકામાં બની આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયામાં એક આશ્ચર્યમાં મૂકી દેતી ઘટના બની છે. આ ઘટના બાદ તમે ઈ-બાઈક (e bike) ની સવારી કરવી કે નહિ કરવી તે વિચારમાં પડી જશો. ખંભાળીયાના બેઠક રોડ પર એક ઈ-બાઇક સળગી (fire) ઉઠી હતી. 

Sep 19, 2021, 03:18 PM IST

ખંભાળિયામાં કાળનું ચક્ર એવુ ફર્યુ કે, એક જ દિવસમાં થયા ત્રણ લોકોના મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે. ખંભાળિયામાં મોડી રાત્રે કાળનું ચક્ર એવુ ફર્યુ હતું કે, અકસ્માત અને આત્મહત્યાના બનાવોમાં ત્રણના મોત નિપજ્યા છે. એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નિપજ્યું છે, તો આત્મહત્યાના બે અલગ અલગ બનાવમાં બે લોકોના મોત નિપજ્યા છે.

Aug 28, 2021, 06:39 AM IST

દ્વારકામાં જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ, 900 પોલીસનો કાફલો તૈનાત રહેશે

દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી પર્વ પર ઓફલાઈન દર્શનને પરવાનગી અપાઈ છે. જેને લઈ મંદિર ટ્રસ્ટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભક્તો દર્શન કરવા આવે તે માટે કોરોના ગાઈડલાઈનનું કડકાઈથી પાલન કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે મંદિરમાં ભક્તો વચ્ચે અંતર જળવાઈ રહે તે માટે સર્કલ બનાવવામાં આવ્યા છે. તેના ઉપર ભક્તોએ ઉભા રહેવાનું હશે. મંદિરની અંદર માસ્ક અને સેનેટાઈઝેશનના નિયમોનું ફરજિયાત પાલન કરાવવામાં આવશે. ઓફલાઈનની સાથે ઓનલાઈન દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો વેબસાઈટ અને યુટ્યુબ પરથી દ્વારકાધીશના દર્શન કરી શકશે.

Aug 27, 2021, 03:18 PM IST

દ્વારકામાં મોહરમ પર થયો પથ્થરમારો : વાયરલ મેસેજને લઈને થઈ મોટી બબાલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયામાં મોહરમના તહેવારની ઉજવણી મામલે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. સોશિયલ મીડિયામાં તાજિયાનું જુલૂસ કાઢવા માટેનો મેસેજ વાયરલ થયો હતો. જે બાદ પોલીસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. જો કે એ સમયે કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અથડામણમાં પોલીસ વાનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ સહિત ડીવાયએસપી, SOG , LCB સહિતના પોલીસ કર્મીઓ સલાયા ખાતે પહોંચ્યા હતા. ટોળાને દૂર કરવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. હાલ સલાયામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Aug 20, 2021, 09:06 AM IST

મજૂર ન મળતા ચિંતામાં મૂકાયેલા દ્વારકાના ખેડૂત માટે ચમત્કાર સાબિત થઈ ડ્રોન ટેકનોલોજી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો હવે વધુ હાઈટેક બન્યા છે. ખંભાળિયા નજીક આવેલ હરીપર ગમે એક ખેડૂતે તેના ખેતરમાં ઉભા પાક પર દવાનો છંટકાવ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. 20 વીઘા જમીનમાં પાકેલી મગફળીના પાક પર ડ્રોન દ્વારા દવા છાંટવામાં આવી હતી. 

Aug 11, 2021, 03:03 PM IST

દ્વારકાની બે બહેનોને રાત્રે ઊંઘમાં સાપ કરડ્યો, આખુ શરીર લીલુ પડી ગયું અને સવારે ઉઠી જ નહિ

તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં સર્પ કરડવા (snake bite) ના કારણે બે માસુમ બહેનોના મોત નિપજ્યાનો કરુણ બનાવ સામે આવ્યો હતો. ત્યારે હવે દ્વારકા (Dwarka) જિલ્લામાં ફરી સર્પદંશમાં બે દીકરીઓનો જીવ ગયો છે. ખંભાળિયાના સલાયા ગામમાં 12 કલાકના અંતરે જ બે બહેનોના મોત નિપજ્યા છે. બંનેના શરીર લીલા રંગના બની ગયા હતા, જેથી સર્પદંશથી બંનેના મોત નિપજ્યા હોવાનું કહેવાય છે. 

Jul 30, 2021, 02:40 PM IST

દ્વારકાના વેક્સિન સેન્ટર પર બે ગ્રુપ વચ્ચે લોહીયાળ અથડામણ, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ જોરોશોરોથી ચાલી રહી છે તો બીજી તરફ ગુજરાત સરકાર રસીકરણ પણ યુદ્ધનાં ધોરણે ચલાવી રહી છે. સરકાર દ્વારા તમામ પ્રકારે મહત્તમ રસીકરણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરોમાં તો રસીકરણ માટે લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. શહેરી વિસ્તારમાં રસીઓની શોર્ટેજ પેદા થઇ રહી છે. તેવામાં કેટલીક ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવી રહી છે. ગુજરાતનાં દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભરાણા ગામમાં ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. 

Jul 1, 2021, 05:39 PM IST

Dwarka: મંદિરનો એક નિર્ણય અને ST વિભાગને 32 લાખ કરોડ રૂપિયાની ખોટ

મંદિરનાં કોઇ નિર્ણયના કારણે એસટી વિભાગ પર શું અસર પડી શકે તેવું જો તમે વિચારી રહ્યા હો તો આ સમાચાર તમારે જ વાંચવા રહ્યા

Mar 27, 2021, 05:59 PM IST

Gujarat માં આવેલું છે મહાદેવનું ગુપ્ત જ્યોતિર્લિંગ, ખુબ ઓછા લોકો જાણે છે ચમત્કારિક મંદિરનું મહાત્મય

  • દ્વારિકામાં આ જ્યોતિર્લિંગ આવેલું હોવા છતા આ મંદિર વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે
  • T Series પરિવાર આ જ્યોતિર્લિંગમાં ખુબ જ શ્રદ્ધા ધરાવે છે, તેઓ દર્શનાર્થે આવતા પણ રહે છે

Mar 11, 2021, 10:25 AM IST

દ્વારકાના શિવરાજપુર બીચને બ્લુ બીચની માન્યતા બાદ કલેક્ટરે લહેરાવ્યો બ્લુ ફ્લેગ

શિવરાજપુરના દરિયાને બ્લુ બીચ જાહેર કરવામાં આવી ચુક્યો છે. જેના પગલે દ્વારકા કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા બીચ પર પહેલીવાર બ્લુ ફ્લેગ લહેરાવવામાં આવ્યો હતો. આ બીચને માન્યતા આપતા શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચની વિશિષ્ટતા પારખવામાં આવી હતી. અહીં દરિયાનું પાણી ખુબ જ સ્વચ્છ, આ ઉપરાંત દરિયા કિનારો પણ એટલો જ સ્વચ્છ અને વિવિધતાસભર દરિયાઇ જીવસૃષ્ટિ, સુર્યોદય અને સૂર્યાસ્તનાં મનોરમ્ય દ્રશ્યથી કોઇ પણ વ્યક્તિ મોહિત કરવા પુરતુ છે. 

Dec 28, 2020, 11:31 PM IST

રાજકોટ: સમુદ્ર કિનારાના મોટા ભાગનાં જિલ્લાઓમાં ભર શિયાળે વરસાદ, ખેડૂતોને રવિ પાકમાં પણ નુકસાન

  ગુજરાતના પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભર શિયાળે ચોમાસાની જેમ વરસાદ વરસશે તેવી આગાહી કરી હતી. જે હવે શબ્દશ સાચી ઠરી હોય તેવું લાગી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અને બપોર સુધીમાં તો કાળાડિબાંગ વાદળો સાથે મેઘાડંબર સર્જાયું હતું. જોત જોતામાં મધ્યમથી ભારે વરસાદ ખાબડ્યો હતો. ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલીના ખાંભા, ગારીયાધાર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. તો ભાવનગર જિલ્લાનાં તળાજા અને મહુવામાં પણ વરસાદ પડ્યો હતો. 

Dec 10, 2020, 06:19 PM IST

દ્વારકાથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, ઘટના સ્થળે જ 4 લોકોનાં મોત

રાજ્યમાં અકસ્માતોની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં રોડની ખસ્તા હાલતના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દ્વારકાના ધ્રેવાડ નજીક ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. દ્વારકાથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. 

Dec 1, 2020, 04:45 PM IST

દ્વારકાના દરિયામાંથી મળ્યું શંકાસ્પદ જહાજ, 13 ક્રૂની કોસ્ટગાર્ડે આદરી પુછપરછ

સલાયાનું એખ માલવાહક જહાજ ઓખા દરિયામાં શંકાસ્પદ હિલચાલ કરતું હોવાનું સામે આવતા ઓખા કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ અલગ અલગ એઝન્સીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે હજી સુધી કંઇ અનઅધિકૃત બાબત જણાઇ નથી. પરંતુ તપાસ ચાલી રહી છે. કોસ્ટગાર્ડ દ્વારા જહાજના ક્રુ મેમ્બર્સની પુછપરછ કરવામાં આવી રહી છે.

Nov 15, 2020, 10:25 PM IST
Suspicious Mini Ship Was Intercepted Off The Okha Coast Of Dwarka PT3M47S

દ્વારકાના દરિયામાંથી શંકાસ્પદ મિની જહાજ ઝડપાયું

Suspicious Mini Ship Was Intercepted Off The Okha Coast Of Dwarka

Nov 15, 2020, 05:35 PM IST

દિવાળી સમયે જ્યાં લાખો ભક્તો દ્વારકાધીશ કી જયનાં નાદ કરતા હોય ત્યાં અત્યારે ચકલા ઉડે છે

યાત્રાધામ દ્વારકામાં પ્રકાશ પર્વ દિવાળીની આજથી શરૂઆત થઈ પરંતુ યાત્રિકો નહિવત પ્રમાણમાં જોવા મળ્યા હતા. પાર્કિંગ ખાલી ખમ અને હોટલ પર એડવાન્સ બુકીંગ માત્ર 25 ટકા જ થયું હોવાથી હોટલ ઉદ્યોગમાં અસર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના પગલે લોકો ઘરે રહીને અથવા પોતાના ગામ જઇને જ દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. 

Nov 13, 2020, 06:56 PM IST

જમવામાં ઉંઘની ગોળીઓ આપી પતિની બાજુમાં જ પ્રેમીને ઉંઘાડી મનાવતી રંગરેલિયા અને...

પ્રેમમાં આંધળી થયેલી મહિલાએ કર્યું એવું કામ કે જેના કારણે સમગ્ર દ્વારકા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી

Oct 1, 2020, 10:52 PM IST

લોહીથી રંગાઈ કૃષ્ણનગરી દ્વારકા : બ્રાહ્મણની ક્રુર હત્યા બાદ આજે રબારી યુવકની ઝાડ પર લટકતી લાશ મળી

દ્વારકા પાસે આવેલા નાનકડા ગામ વરવાળામાં બે દિવસમાં બે યુવાનની હત્યા થતા હાહાકાર મચી જવા પામ્યો છે. બે દિવસ પહેલા એક રાજગોર બ્રાહ્મણ યુવાનની તેની પત્નીએ પ્રેમી સાથે મળી હત્યા કરી હતી. તેની હજુ તપાસ પણ શરૂ થઈ નથી, ત્યાં આજે વરવાળા ગામમાં ડ્રાઇવરનો વ્યવસાય કરતા અપરિણીત યુવાનની લાશ ઝાડ પર લટકતી મળી આવી છે. કૃષ્ણનગરી દ્વારિકામાં રોજ ખૂનીખેલ ખેલાઈ રહ્યાં છે. જેથી હવે ધર્મભક્તિની રંગમાં રહેતી આ નગરી પર હવે લોહીનો રંગ પણ ચઢ્યો છે. 

Sep 30, 2020, 12:31 PM IST

દ્વારકામાં સરકારી બાબુઓની આળસ, લોકોને આપે છે ખોટી માહિતીના પ્રમાણપત્ર

તાલુકાની ઓફિસોમાં કર્મચારીઓ આવકના દાખલામાં ગંભીર ભૂલો કરી રહ્યાં છે. જે અરજદાર પોતે તે ગામનો રહેવાસી ન હોવાં છતાં કેટલાક કર્મચારીઓ દ્વારા તેમનું ગામ બદલી નાખવાંમાં આવે છે

Sep 29, 2020, 02:42 PM IST