CM ભૂપેન્દ્ર પટેલે દશેરાના પર્વ પર વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કર્યું, નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી આ પરંપરા

બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ દર વર્ષે આપણી હિન્દુ પરંપરા મુજબ દશેરા એટલેકે, વિજયાદશમીના પર્વ નિમિત્તે શસ્ત્રોનું શાસ્ત્રો દ્વારા પુજન કરવામાં આવે છે. સંવિધાનિક રીતે મુખ્યમંત્રી એ રાજ્યનો રાજા કહેવાય છે. તેથી રાજ્યના રાજા તરીકે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે દશેરા નિમિત્તે સુરક્ષા જવાનો સાથે મળીને શસ્ત્રોનું પૂજન કર્યું હતું. પરંપરાગત રીતે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજાનું આયોજન કરાયું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે શસ્ત્રોનું પુજન કરીને સુરક્ષા કર્મીઓને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ મુખ્યમંત્રીએ રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે   પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. ઉલ્લેખનીય છેકે, દશેરા પર શસ્ત્ર પુજનની પરંપરાનો પાયો હાલના દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાંખ્યો હતો. નરેન્દ્ર મોદી એ જ આપણે ત્યાં શસ્ત્ર પૂજનની પરંપરા શરૂ કરાવી હતી.  

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image