Gujarat Water Crisis: વિકાસશીલ ગુજરાતનું વરવુ ચિત્ર : એક મટકે કી કિંમત તુમ ક્યા જાનો સરકાર, તુરખેડાના ગામની મહિલાઓેને પૂછો

Water Crises Gujarat હકીમ ઘડિયાલી/છોટાઉદેપુર : વિકાસની વાતો કરતી વિકાસશીલ સરકાર છેવાડાના માનવીને પૂછે કે વિકાસ થયો છે. એક બેડું માટલું કેટલું મોંઘુ પડે છે, કેવી હાડમારી વેઠવી પડે છે તે જુઓ. ભગવાનના પાડ માનો કે, આ અંતરિયાળ ગામમાં નર્મદા નદી વહે છે, નહિ તો છેવાડાના આ માનવી ઉનાળામાં કેવા પાણી વગર તરસ્યા રહે. 

1/11
image

ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે. ત્યારે ઠેર ઠેર પાણીનો પોકાર ઉઠી રહ્યો છે. છોટાઉદેપુર જીલ્લાના અંતરીયાળ વિસ્તારમાં પણ પાણીને લઈને પારાયણ શરૂ થઈ છે. કેટલાય ગામોમાં પાણી માટે મહીલાઓને રઝળપાટ કરતી જોવા મળે છે. આવું જ એક ગામ છે તુરખેડા કે જ્યાથી નર્મદા વહે છે અને તેના પાણી લેવા માટે ગામની મહીલાઓને બે કિલોમીટર દૂર નર્મદા નદીએ જવાની ફરજ પડી રહી છે.

2/11
image

ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની માંગ વધી ગઈ છે. ત્યારે ગુજરાતભરમાં પાણી માટે મહીલાઓને રઝળપાટ કરવાનો વારો આવી ગયો છે. ત્યારે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે વસેલા તુરખેડા ગામની મહીલાઓને પણ બે બેડા પાણી માટે બે કિલોમીટર દૂર નર્મદા નદીએ જવાની ફરજ પડે છે.   

3/11
image

તુરખેડા ગામમાથી જ નર્મદા નદી વહે છે. પણ ગામની ભૌગોલિક પરિસ્થિતી એવી છે કે આખું ગામ ખીણમાં વસે છે. અને ખીણની નાની ટેકરીઓ પર પોતાના ઝૂંપડા બનાવીને રહેતા આદિવાસી પરિવારની મહીલાઓને બે બેડા પાણી માટે બારેમાસ નદીએ જવું પડે છે. 

4/11
image

આ મહીલાઓએ માથે પાણીના બેડા મૂકીને બે બેડા પાણી લેવા જાય ત્યારે તેમના માથું પણ દુખી જાય છે. પગ દુખી જાય છે. ઘૂંટણ દુખી જાય છે. પણ તેમ છતાંય દિવસમાં ત્રણ થી ચાર વાર માથે બેડા ભરીને પાણી લાવે છે અને ઢોર અને માણસ બંનેને પાણી પીવડાવે છે.  

5/11
image

ગામની મહિલાઓ પોતાના પરીવાર માટે તો પાણી લાવે જ છે, પણ પોતાના ઢોરને પણ બેડા ભરીને પાણી લાવીને જ પીવડાવે છે. ઢોરને નદીએ લઈને જાય તો નદીના કીચડમાં ગરકી જાય છે.   

6/11
image

ચોમાસામાં જ્યારે નર્મદા નદીમાં પાણી ખૂબ વધી જાય ત્યારે કોતરમાં પાણી ખૂબ આવી જાય છે. અને પોતે નાની ટેકરીઓ પર રહેતા હોવાને કારણે પાણી લેવા જઇ શક્તી નથી એટલે વરસાદના પાણીના નેવા પડે તે ભરીને જીવન ગુજરાન કરે છે. ગામના કેટલાક લોકો કોતરમાં એક નાનો કૂવો ખોદ્યો છે, તેમાંથી પણ પાણી લાવીને જીવન બસર કરે છે. પરંતુ આ કૂવો માંડ 10 ફૂટ જેટલો ઊંડો છે. તેમાં થોડાક દીવસ જ પાણી મળે છે.

7/11
image

એક તરફ નર્મદાનું પાણી તુરખેડાવાસીઓ માટે આશીર્વાદ રૂપ છે પણ તેઓને નર્મદા નદીના પાણી માટે ડુંગરો ખૂંદીને રઝળપાટ કરવો પડે છે. જ્યારે બીજી તરફ નર્મદામાં પાની ભરવા જાય ત્યારે મગરનો પણ ડર ગામની મહિલાઓને સતાવે છે.  

8/11
image

તુરખેડા ગામમાં ૭ ફળીયા છે. જેમાં બે ફળીયા ડુંગર ઉપર વસેલા છે જ્યારે પાંચ ફળીયા ખીણમાં વસેલા છે. જેના લીધે આખા ગામને પાણીની ખૂબ જ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. ખીણમાં વસતા ગ્રામજનો માટે નદી સીવાય બીજો કોઈ પાણીનો સ્ત્રોત નથી જેના કારણે ફરજીયાત નર્મદા નદીના આશરે જ રહેવું પડે છે. લગ્ન હોય કે અન્ય પ્રસંગ હોય ત્યારે ગામની મહીલાઓ એક અઠવાડીયા પહેલા બે બે બેડા પાણી નર્મદા નદીએથી લાવીને સંગ્રહ કરે છે ત્યારે જઈને પ્રસંગ સચવાય છે. 

9/11
image

તુરખેડા ગામની મહીલાઓને બે બેડા પાણી માટે બારે મહીના રઝળપાટ કરવો પડે છે વહીવટી તંત્રે બે હજારની વસ્તી ધરાવતા તુરખેડામાં આજદીન સુધી ખીણમાં રહેતા 5 ફળિયા માટે પાણી માટે કોઈ સ્ત્રોત ઊભો કર્યો નથી. એ આ વિકાસના મોડેલની વાસ્તવિક્તા દર્શાવે છે. હવે તુરખેડાની મહીલાઓને ઘેરબેઠા પાણી મળે છે કે નહી તે તો સમય જ બતાવશે

10/11
image

11/11
image