water crises

સૂકી ધરતી જોઈને બનાસકાંઠાના ખેડૂતો બોલ્યા, હવે વરસાદ નહિ આવે તો આત્મહત્યા કરવી પડશે

આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો ફક્ત 25.89 % વરસાદ પડતાં ખેડૂતોનો પાક સુકાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદની આશાએ જિલ્લાના મોટાભાગના ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું હતું, પણ વરસાદ ખેંચાતા ખેડૂતોનો મહામુલો પાક તેમની નજર સમક્ષ સુકાઈ રહ્યો હોવાથી જિલ્લા સહિત વડગામ પંથકના ખેડૂતોની હાલત કફોડી બની છે.

Aug 11, 2021, 01:45 PM IST

બાબા આદમના જમાનાની પાઈપલાઈન રાજકોટના દરેક વોર્ડમાં કરે છે પાણીનો બગાડ

 • નર્મદા નીરથી સમૃધ્ધ રાજકોટમાં પાણીનો સૌથી વધુ બગાડ, મનપામાં પાણીને લગતી 5482 ફરિયાદ 
 • ત્રણ માસમાં લાઇન લીકેજની 2420, ગંદા પાણીની 1534, ધીમા પાણીની 1411 ફરિયાદ
 • સૌથી વધુ તકલીફ વોર્ડ નં.7, 11, 12 ​અને 18માં

May 23, 2021, 07:55 AM IST

ઉનાળો કેમનો કાઢશો? રાજકોટ જિલ્લાના 28 જળાશયોમાં 67 ટકા ખાલી થઈ ગયા

 • આજી-1માં 62 ટકા, જ્યારે ન્યારી-1માં 55 ટકા જ પાણી બચ્યું છે, 3.90 કરોડના ખર્ચે 3 ડેમનું સમારકામ કરાશે
 • રાજકોટ મનપા દ્વારા આજથી બે દિવસ પાણીકાપની જાહેરાત કરવામાં આવી

Mar 20, 2021, 11:30 AM IST

સૌરાષ્ટ્રવાળા ઉનાળો કેવી રીતે કાઢશે? 1000 જેટલા તળાવો-ચેકડેમો કોરાકટ થઈ ગયા

 • રાજકોટ જિલ્લામાં અનેક ગામો એવા છે કે ગામની નજીકમાં જ નદીઓ પર બનાવવામાં આવેલા નાના ચેકડેમો તો શિયાળામાં જ ખાલી થઈ ગયા હતા
 • રાજકોટ જિલ્લા પંચાયત હેઠળ આવતા આશરે એક હજાર જેટલા તળાવો અને ચેકડેમો ઉનાળાની શરૂઆતમાં મોટાભાગનાં કોરા કટ થઈ ગયા

Mar 9, 2021, 11:24 AM IST

કૂવા પાસે તરસ્યા જેવી હાલતમાં જીવતા છોટાઉદેપુરના 14 ગામોના ખેડૂતો કરશે ચૂંટણીનો બહિષ્કાર

નર્મદાની મુખ્ય કેનાલની નજીક જ આવેલા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના 14 ગામના લોકો 20-20 વર્ષથી એક જ માંગ કરી રહ્યા છે. તેમની માંગ માત્ર પાણી છે. જોકે, પોતાની સમસ્યા નિવારવા અને સિંચાઈનું પાણી ના મળતા તમામ ગામોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

Feb 19, 2021, 07:46 AM IST

પારડીની મહિલાઓએ પાણી મુદ્દે ઝાટકણી કાઢતા મંત્રી કુંવરજી બાવળિયા સ્ટેજ છોડીને ભાગ્યા

 • પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને આજે પાણી ન મળતા પરેશાન મહિલાઓના મિજાજનો પરચો મળ્યો
 • મહિલાઓએ મંત્રીને સવાલ કર્યા કે, શરૂઆત તો કરી પરંતુ તેમના સુધી પાણી ક્યારે પહોંચશે, કામ ક્યારે પુરું થશે?

Jan 23, 2021, 12:41 PM IST

આખો ઉનાળો ચાલે તેટલુ પાણી રાજકોટના બંને ડેમ પાસે નથી

 • આજીમાં 583 એટલે કે બે માસ ચાલે તેટલું અને ન્યારી 1 ડેમમાં છ માસ ચાલે તેટલો પાણીનો જથ્થો છે
 • હાલની સ્થિતિએ રાજકોટ શહેરને પીવાનું પાણી વિતરણ કરવા પૂરતો જથ્થો હોવાનું મનપા દાવો કરી રહી છે

Jan 10, 2021, 01:21 PM IST

ગુજરાતમાં પાણીનો પોકાર: એક જ કુવા પર નભે છે 5 હજાર લોકો, રજૂઆતો કર્યાં છતાં ના મળ્યું પાણી

ભાવનગરના ઘોઘા તાલુકાનું કુડા ગામ પાણી માટે ટળવળી રહ્યું છે. છેલ્લા 15 વર્ષથી ગામના લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. તંત્ર પાસે વારંવાર રજૂઆતો કરવા છતાં આજ સુધી આ ગામની પાણીની સમસ્યાનો કોઈ હલ નથી થઈ રહ્યો. જ્યારે કે, પીવાનું પાણી મેળવવા માટે લોકોને ગામથી 2 કિલોમીટર દૂર આવેલા કુવા પર પાણી ભરવા જવું પડે છે. ત્યારે આ ગામના લોકો પીવાનું પાણી મળે એવી માંગ કરી રહ્યા છે. 

May 30, 2020, 03:36 PM IST

ઉનાળામાં રાજકોટવાસીઓની પાણીની સમસ્યા દૂર કરવા રૂપાણી સરકારે લીધો મોટો નિર્ણય

રાજકોટવાસીઓની ઉનાળામાં પાણીની સમસ્યા (water crises) હલ કરવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉનાળામાં રાજકોટ (rajkot) માં ઠેરઠેર પાણીની સમસ્યાઓ નહિ સર્જાય તે માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ જાહેરાત કરી છે કે, સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમ (aji dam)માં પીવાનું પાણી ભરવામાં આવશે. આમ, રાજકોટવાસીઓનો ઉનાળો કોરો નહિ રહે. 

Mar 14, 2020, 09:24 AM IST
water shortage in patan's many areas PT8M44S

પાટણમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પોકારો ઉઠી, મહિલાઓએ ફોડ્યા માટલા

પાટણમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પોકારો ઉઠી છે. માધવનગર અને પદ્યનાભ નગરમાં પીવાના પાણીની અછત ઉભી થઈ છે. પાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં પાણી ન મળતાં મહિલાઓએ માટલા ફોડી કર્યો વિરોધ દર્શાવ્યો હતો.

Mar 11, 2020, 02:35 PM IST

સૂઈગામના ખેડૂતો માટે નર્મદાની કેનાલો આશીર્વાદ નહિ, પણ અભિશાપ બની

બનાસકાંઠા (Banaskantha) ના સરહદી વિસ્તાર વાવ, સુઇગામ, ભાભર અને થરાદમાં નર્મદાની કેનાલો (Narmada Canal) ખેડૂતો માટે આશીર્વાદ નહિ, પણ અભિશાપ બની જતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. કેનાલોમાં વારંવાર ગાબડાં પડતા તેમજ કેનાલોની સાફ સફાઈ અને મરમત ન થતાં ખેડૂતોને આ કેનાલ કોઈ કામની રહી નથી, જેને કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Nov 13, 2019, 08:32 AM IST

ગત ચોમાસામાં અહીં લોકોને બચાવવા NDRFની ટીમ ઉતારી હતી, આજે પાણી માટે મારી રહ્યાં છે વલખા

ઉના શહેરના વોર્ડ નંબર 8 રામનગર ખારા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું અને ઘર વરરાશ માટેનું પાણી મળતું નથી. લોકોને પાણી માટે દરદર ભટકી પડી રહ્યું છે.

Jun 9, 2019, 11:44 AM IST

ગુજરાત સરકારની મોટી-મોટી વાતો પણ, આ ગામને 10-15 દિવસે મળે છે પીવાનું પાણી

એક તરફ સરકારની મોટીમોટી વાતો અને બીજી તરફ કાજરડી ગામ પાણી માટે તરસી રહ્યું છે. 15 દિવસે પાણી અવવાથી ગામની મહિલાઓ કુવામાંથી સીંચીને પાણી ભરે છે. 

Jun 6, 2019, 08:13 AM IST

ગુજરાતનો દિલદાર ખેડૂત : 8 દિવસથી ભૂખી ગાયો માટે પોતાનુ બાજરીનું ખેતર ખુલ્લુ મૂક્યું

હાલ એક વીડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જેમાં આઠ દિવસથી ભૂખી માલધારીઓની 300 ગાયોને પોતાના ખેતરોમાં ઉભેલા બાજરીના પાકમાં વાળી દેશે અને ભૂખી ગાયોને બાજરી ખવડાવીને માનવતાવાદી કાર્ય કરે છે. ત્યારે માલધારીઓ આ ખેડૂતનો આભાર માને છે. જોકે આ વીડિયો વાઇરલ થયા બાદ અનેક ખેડૂતો સામે આવી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે, આ માનવતાવાદી ધર્મનું કામ તેઓએ કર્યું છે. જેથી આ વીડિયો ક્યાંનો છે તેની તપાસ ઝી 24 કલાક દ્વારા કરવામાં આવી હતી. 

Jun 5, 2019, 11:18 AM IST

ગુજરાત સરકાર કહે છે કે પાણી છે, તો પછી આ ગામમાં પાણી માટે કેમ થઈ પડાપડી!!!

થોડા સમય પહેલા જ્યારે સમગ્ર ગુજરાતમાંથી પાણીની પોકારો ઉઠી હતી, ત્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે, 1 જુલાઈ  સુધી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા ઉભી નહીં થાય. નાગરિકોને પુરતું પાણી પૂરૂં પાડવામાં આવશે. પરંતુ હાલ વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. ગીર સોમનાથનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેમાં ગુજરાતના કેટલાકના વિસ્તારોમાં પાણીની સમસ્યા કેવી છે તેની વાસ્તવિકતા સામે આવી છે.

Jun 4, 2019, 01:06 PM IST

Patan Photos : પાણી વગર પશુઓને પણ મળ્યું મોત, પણ સરકારના કાને ક્યાં કઈ અથડાય છે?

પાટણ જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા સમયે પાણીની ભારે અછત સર્જાય છે. તેવામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ પડવાના કારણે ઉનાળાની શરૂઆતે પાણીના પોકાર પડવા પામ્યા છે. તો સાથે પશુઓ પણ પાણી વિના મોતને ભેટી રહ્યા છે. ત્યારે ઝી 24 કલાકની ટીમે સમી તાલુકાના ભદ્રાડા ગામે જઈ તપાસ કરતા સ્થાનિક લોકો પાણી માટે કેવી કેવી મુશ્કેલીઓ વેઠે છે તે જોયું. અહીં પશુઓ પાણીની શોધમાં મોતને ભેટી રહ્યા છે, ત્યારે સરકાર છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચવાના દાવા કરી રહી છે. પરંતુ ભદ્રાડા ગામની મુલાકાત લેતા સરકારના દાવા પોકળ સાબિત થતા હોય તેવું જોવા મળ્યું. ગ્રામજનોને પાણી માટે રઝળપાટ બાદ પણ પાણી ના મળતા છેવટે  ગામ તળાવમાં આવેલ અવાવરું કૂવાનું ગંદુ પાણી પીવાની ફરજ પડી રહી છે. 

Jun 4, 2019, 08:13 AM IST