કુદરતે મનમૂકીને સાપુતારાને સૌંદર્ય આપ્યું, રાત્રિના સમયે રોશનીથી ઝગમગતુ કરાયું
રાત્રિ સમયે સમગ્ર સાપુતારાને રોશનીથી ઝગમગતુ કરાયું છે. કોરોનાકાળમાં ગત વર્ષે મોન્સૂન ફેસ્ટિવલ ઉજવાયો ન હતો, ત્યારે આ વર્ષે કેવી છૂટછાટ સાથે ફેસ્ટિવલ ઉજવાશે તે જોવું રહ્યું
સ્નેહલ પટેલ/નવસારી :ઝરમર વરસાદ (rain) વચ્ચે ડાંગનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસામાં ગીરાધોધ, ગિરમાળ ધોધ સહિત અનેક નાના મોટા ધોધ સક્રિય થતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. સાપુતારા (saputara) માં છેલ્લા કેટલાક દિવસથી વાદળીયું વાતાવરણ રહેતા વાહન ચલાવવામાં ચાલકોને મુશ્કેલી થઈ રહીછે. પરંતુ તેમ છતા અહી મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહી છે. વાદળછાયા વાતાવરણમાં સહેલાણીઓ બોટિંગની મજા માણી રહ્યા છે. તો ચારેતરફ કુદરતે મનમૂકીને સાપુતારામાં સૌંદર્ય વિખેર્યું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે.
આવા ખુશનુમા માહોલ વચ્ચે ગુજરાત પ્રવાસન (gujarat tourism) વિભાગની મોન્સૂન ફેસ્ટિવલની તૈયારી શરૂ થઈ છે. રાત્રિ સમયે સમગ્ર સાપુતારાને રોશનીથી ઝગમગતુ કરાયું છે. કોરોનાકાળમાં ગત વર્ષે મોન્સૂન ફેસ્ટિવલ ઉજવાયો ન હતો, ત્યારે આ વર્ષે કેવી છૂટછાટ સાથે ફેસ્ટિવલ ઉજવાશે તે જોવું રહ્યું.
Trending Photos