Ambalal Ni Agahi: સાવધાન! ગુજરાતના હવામાનમાં જલદી આવશે પલટો, તારીખો આપીને કહ્યું- ક્યારથી અને ક્યાં પડશે ધોધમાર વરસાદ

Ambalal Patel Ni Agahi: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે રેમલ વાવાઝોડાએ બંગાળ સહિત કેટલાક ભાગોને હચમાવ્યું અને વરસાદ જોવા મળ્યો. આમ છતાં  હાલ દેશમાં ગરમીએ કાળો  કેર મચાવ્યો છે. આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ આગાહીકાર અંબાલાલે પણ ભારે ભરખમ આગાહી કરી છે. ગુજરાતવાસીઓએ સાચવવા જેવું છે. જાણો શું કહ્યું છે અંબાલાલ પટેલે?
 

અંબાલાલ પટેલની આગાહી

1/6
image

જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે આજથી હવામાનમાં ફેરફાર થશે. આ સાથે ભારે આંધીવંટોળ આવવવાની શક્યતા છે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબી, આંધીવંટોળ વધુ રહેશે. અમદાવાદમાં પણ આંધીવંટોળનું પ્રમાણ રહી શકે છે.   

પવન ફૂંકાશે, રોહિણી નક્ષત્રમાં વરસાદ પડશે

2/6
image

અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ 6 જૂન સુધીમાં આંચકાનો પવન 25-30 km જયારે 40 km ની ઝડપે પવન મધ્ય ગુજરાતમાં રહી શકે છે. આ પવનને કારણે બાગાયતી પાકોને અસર થાય. 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે. 

આ વિસ્તારોમાં વરસાદ પડશે

3/6
image

તેમણે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. અરબ સાગરમાં 8 જૂનથી હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. 8 જૂને અરબસાગરમાં હવામાં ફેરબદલ થતા દરિયામાં કરંટ જોવા મળશે. રાજ્યમાં ભારે પવન ફૂંકવાની શક્યતા છે.   

ચોમાસું વહેલું બેસશે

4/6
image

ચોમાસા વિશે તેમણે આગાહી કરતા કહ્યું છે કે 7 થી 14 જૂન સુધીમાં ચોમાસુ શરુ થશે. 15 જૂનથી પવનનું જોર વધશે. 18-19 જૂનમાં વાદળ આવશે. જયારે 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે.   

હવામાન ખાતાની આગાહી

5/6
image

બીજી બાજુ ગઈ કાલે રાજ્યના હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી મુજબ આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે. ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. કચ્છ,પાટણ,બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ સુધી ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. 25 થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સમગ્ર રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. અમદાવાદ અને ગાંધીનગરના તાપમાન 43 થી 44 ડિગ્રી આસપાસ રહેશે. આગામી 4 જૂન સુધી તાપમાનમાં વધુ ફેરફાર નહી નોંધાય.   

વરસાદના વધામણા

6/6
image

અમદાવાદની વાત કરીએ તો મે મહિનો અમદાવાદ શહેર માટે કાળઝાળ બની રહ્યો. 31 દિવસમાંથી 27 દિવસ તો સરેરાશ મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર જોવા મળ્યું. લોકો કાગડોળે જૂનમાં વરસાદ વરસે અને ગરમીથી રાહત મળે તેવી રાહ જોઈ બેઠા છે. ત્યારે એક સારા સમાચાર એ આવ્યા છે કે 11 જૂન બાદ વરસાદ પડે તેવી સંભાવના છે.