Ambalal Patel Prediction : અંબાલાલ પટેલની આગાહી, વરસાદની સૌથી મોટી ઈનિંગ હવે શરૂ થશે

Gujarat Weather Forecast : ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. પરંતું આ વરસાદનો એક નાનકડો બ્રેક છે. ગુજરાતમાં વરસાદના વધુ એક ખતરનાક રાઉન્ડની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનશે, જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થશે. તો હવામાન વિભાગે પણ કહ્યું કે, ત્રણ દિવસમાં વરસાદની ત્રીજી ઈનિંગ શરૂ થશે. 16 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ છે. 

13 જુલાઈની વરસાદની આગાહી

1/6
image

જુલાઈમાં ચોમાસાના ત્રીજા રાઉન્ડ માટેની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે નવી આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે. આજે ગુજરાતમાં એકાદ જગ્યામાં ભારે વરસાદ થઈ શકશે. આગામી 4 થી 5 દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની સંભાવનાં છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી,ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની સંભાવના છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ,રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી છે. પરંતું આગામી 4 દિવસ સામાન્યથી મધ્ય વરસાદની આગાહી છે. 16 જુલાઈના રોજથી ફરી વરસાદનું જોર વધશે.

14 જુલાઈની વરસાદની આગાહી

2/6
image

હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં 16,17,18 અને 19 જુલાઈ એ ભારે વરસાદની આગાહી છે. વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે જેથી વરસાદ પડશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. સમગ્ર ગુજરાતમાં સીઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે. 

15 જુલાઈની વરસાદની આગાહી

3/6
image

ગુજરાતની જનતાને સાવચેત કરતી ચોમાસાની સૌથી મોટી આગાહી આવી ગઈ છે. જુલાઈ મહિનો ખરા અર્થમાં ગુજરાતીઓ માટે ભારે સાબિત થશે. કારણ કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનારાધાર વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી કરીને લોકોને ચેતવ્યા કે, આગામી 23 થી 30 જૂલાઈ વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક ભાગોમાં અવિરત વરસાદ પડશે. દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ધોધમાર વરસાદની આગાહી છે. ખાસ કરીને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદ વરસાદ આવશે. તો નર્મદા નદીમાં પુષ્કળ પાણીની આવક થશે. સરદાર સરોવર બંધની ઊંચાઈ સુધી પાણી પહોંચશે. 

Ambalal Patel Monsoon Prediction

4/6
image

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18-19અને 20 જુલાઈએ આવશે. 23 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ડીપ ડિપ્રેશન મજબૂત બનીને આખા દેશને ધમરોળશે. ગુજરાત સહિત આખા દેશના અનેક ઘણા ભાગોમાં વરસાદ રહી શકે તેમ છે. ગુજરાતના માં કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે.

Ambalal Patel Monsoon Prediction

5/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે, દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની શક્યતા છે. તો પૂરના પાણીથી ગંગા જમના નદીની જળ સપાટી વધી શકે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં અમદાવાદની સાબરમતી નદીના પાણીની સપાટીમાં વધારો થશે. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પણ પાણીની આવક વધશે. સરદાર સરોવર બંધની ઉંચાઈ સુધી પાણી આવી જવાની શક્યતા છે. 

 

Ambalal Patel Monsoon Prediction

6/6
image

તેમણે કહ્યું કે, આ દિવસોમાં ગુજરાતના વિવિધ સ્થળોએ વરસાદ થતા નર્મદા નદીમાં હળવા પૂરની પણ શક્યતા છે. તો તાપી નદીમાં પણ હળવા પૂરની શક્યતા છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં 4 થી 8 ઇંચ જેટલો વરસાદ પડે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10-12 ઇંચ વરસાદ રહી શકે છે. કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે.