હજુ તો લાંબી ચાલશે મેઘરાજાની ઈનિંગ, નવરાત્રિમાં પણ વરસાદના એંધાણ, અંબાલાલે કરી આગાહી

Rain Alert in Gujarat: ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. વૈજ્ઞાનિકોએ પણ આ વર્ષે ચોમાસાની વિદાય મોડેથી થવાની આગાહી કરી છે. એટલે કે આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરના મધ્ય સુધી વરસાદ પડી શકે છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે નવરાત્રિ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. 

અંબાલાલ પટેલની આગાહી

1/6
image

પોતાની સચોટ આગાહી માટે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે નવરાત્રિ સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. એટલે કે નવરાત્રિમાં ગરબે રમતા ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે. અંબાલાલની આગાહી પ્રમાણે 10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજીતરફ ગુજરાતમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. 

નવરાત્રિમાં પડી શકે છે વરસાદ

2/6
image

હવામાનની આગાહી કરવા અંબાલાલ પટેલે કહ્યું કે આ વખતે નવરાત્રિમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં વરસાદની સિસ્ટમ લાંબા સમય સુધી રહેવાની સંભાવના છે. અંબાલાલ પ્રમાણે નવરાત્રિ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. તો દિવાળી સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.   

નવી સિસ્ટમ થશે સક્રિય

3/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં 22 સપ્ટેમ્બરથી વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થશે. અંબાલાલે કહ્યું કે આ વખતે ચોમાસાની વિદાય વિલંબથી થશે. એટલે કે રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની છે.   

4/6
image

અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના હવામાનમાં સાત સપ્ટેમ્બર સુધી પલટો જોવા મળશે. 7-8 તારીખે એક મજબૂત સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ 9થી 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્યમ આગળ વધી પૂર્વ ભારત થઈ મધ્ય પ્રદેશ તરફ આવી શકે છે. જેથી 10થી 12 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદની સંભાવના છે.

5/6
image

અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત માટે આગાહી કરતા જણાવ્યું કે સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે 7-8 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં ઉથલપાથલ જોવા મળશે. આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. જેથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અંબાલાલે કહ્યું કે ચંદ્ર કાળા વાદળોને ઢાંશે તો હલચલ વધશે અને દયિરામાં ભારે પવન ફૂંકાશે.

હવામાન વિભાગની આગાહી

6/6
image

ગુજરાતમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે અને આવતીકાલે રાજ્યના ઉત્તર અને પૂર્વી જિલ્લાઓમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે અનેક જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.  આવતીકાલે 7 સપ્ટેમ્બરે અરવલ્લી અને મહીસાગરમાં છુટોછવાયો ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.   પરમ દિવસે 8 સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે.