Ambalal Patel: રાજ્યમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઝરમર વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની હવામાનની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે. એક સાથે 4 સિસ્ટમ સક્રિયા થતાં વરસાદ પડશે. 13 અને 14 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમા લો પ્રેશર બનશે. જેની અસર પૂર્વ ભારતના ભાગોમાં દેખાઈ શકે. 17, 18 અને 19 ઓગસ્ટે ફરી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
Gujarat Monsoon 2026: રાજ્યમાં વરસાદને લઈને મહત્વના સમાચાર. અમદાવાદમાં આર્મીની ટિમો ઉતારાશે. અમદાવાદમાં પાણી નિકાલ માટે આર્મીની મદદ લેવાશે. અમદાવાદમાં 6 આર્મીની ટીમો મેદાને ઉતારાશે. આર્મીની ત્રણ કોલમ અમદાવાદ શહેર માટે કામે લાગશે. અમદાવાદ જિલ્લામાં પણ ત્રણ આર્મીની કોલમ મેદાને ઉતરશે. ઓરિસ્સાથી લવાયેલા 2 NDRF ની ટિમોને પણ અમદાવાદમાં ડિપ્લોઇડ કરાઈ. બે બોટ અને લાઇફ જેકેટ સાથે 50થી વધુ આર્મીના જવાનો લોકોને બચાવવા નીકળ્યા.
ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે રાજ્યમાં વરસાદના આગમનને લઈને હવામાન નિષ્ણાતોએ મહત્વના સંકેતો આપ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદની પ્રી-મોન્સૂન અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે તે અંગે જાણીતા વેધર એક્સપર્ટ ચિરાગ શાહ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી રજૂ કરી છે.
Gujarat Monsoon 2026: અંબાલાલ પટેલની આગાહી મુજબ જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીથી લઈને ભારે વરસાદી આફત આવી શકે છે.અલ નિનોની આ ઘાતક સ્થિતિને કારણે મધ્ય ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગો વધુ પ્રભાવિત થશે, જેના લીધે ચોમાસાના અંતમાં વરસાદની ખેંચ અથવા અનિયમિતતા જોવા મળી શકે છેય ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આગામી 20 થી 30 જૂનનો સમયગાળો હવામાનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થશે.
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલે રાજ્યમાં વાતાવરણમાં મોટા પલ્ટાને લઈને મહત્વની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પલટાયા ક મોસમી વરસાદની આગાહી. 31 તારીખ માં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા. જેમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા, બંગાળ સાગર વાવાઝોડાની અસર અને અરબી સમુદ્રનું હળવું દબાણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રભાવિત કરશે.
Shakti Cyclone: અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું હવે તીવ્ર બની ગયું છે, પરંતુ ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ આ વાવાઝોડું 6 ઓક્ટોબરના રોજ ગુજરાત તરફ આવતા પહેલા યુ-ટર્ન લેશે અને ગુજરાતની નજીક પહોંચતા જ તે નબળું પડી જવાની સંભાવના છે. જોકે, આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
Ambalal Patel forecast: આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે, આ વરસાદ સાર્વત્રિક નહીં હોય અને રાજ્યના માત્ર 40 થી 50 ટકા વિસ્તારોમાં જ તેનો લાભ મળશે. આગાહી પ્રમાણે આજથી લઈને આગામી 22 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાનો છે. અમદાવાદમાં પણ આ આ દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે, જેથી આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાના છે.
Gujarat Rain Alert: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી છૂટાછવાયા વરસાદ બાદ હવે ફરી મેઘરાજા તોફાની બેટિંગ કરવા માટે તૈયાર છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ એટલે કે 4 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 18 થી વધુ જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે, જેના પગલે નર્મદા, તાપી, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Paresh Goswami Forecast: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહે છે કે બંગાળની ખાડીમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જે હાલ વિશાખાપટ્ટનમ અને વિજયવાડાની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન આવનારા દિવસમાં વધુ મજબૂત થાય તેવી સંભાવનાઓ છે. જેને કારણે 18 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદની આગાહી છે.
Ambalal Patel And Paresh Goswami Forecast: છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ ગુજરાતમાં આવતીકાલથી ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. પરેશ ગોસ્વામી કહે છે કે બંગાળની ખાડીમાં એક સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જે હાલ વિશાખાપટ્ટનમ અને વિજયવાડાની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન આવનારા દિવસમાં વધુ મજબૂત થાય તેવી સંભાવનાઓ છે. જેને કારણે 16 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદની આગાહી છે.
Gujarat Weather Forecast: હાલ ગુજરાતમાં વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સર્જાયેલી નથી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે આગામી સાત દિવસ એટલે 13મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ક્યાંય ભારે વરસાદની કોઈ આગાહી નથી.
Paresh Goswami Forecast: ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે.15 ઓગસ્ટ બાદ ફરી ચોમાસું સક્રિય થશે.14 સપ્ટેમ્બર સુધી ચોમાસું સક્રિય રહી શકે છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં હવામાન વિભાગ દ્વારા સર્વત્ર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ક્યાંય ભારે વરસાદ નોંધાયો નથી. મેઘરાજાએ મહિનામાં વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. જો કે, આ સીઝનનો સરેરાશ વરસાદ ગત વર્ષની સરખામણીમાં વધારે થયો છે.
Paresh Goswami Forecast: ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યુ છે. જ્યારે ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રહ્યાં છે. તો કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, ગુજરાતમાં મોન્સુન બ્રેક આવી ગયું છે. તેથી હાલના દિવસોમાં ભારે વરસાદ નહિ આવે. બીજી બાજુ પરેશ ગોસ્વામીએ કરેલી આગાહીથી લોકો ચોંક્યા છે.
Paresh Goswami Forecast: હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ જોવા મળ્યો, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદ જોવા મળ્યો નથી. હવે આ સિસ્ટમ આપણાથી દૂર જઈ રહી છે અને નબળી પણ પડી રહી છે. પરંતુ હજુ બે દિવસ 30 અને 31 તારીખ સુધી વરસાદનું જોર રહેશે.
Ambalal Patel Forecast: ગુજરાતમાં સતત હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે ઘણી જગ્યાએ સ્થિતિ ખરાબ છે. હવામાન વિભાગે આગામી દિવસો અંગે ફરીથી ચેતવણી જારી કરી છે. ગુજરાતમાં ક્યારે અને ક્યાં વરસાદ પડી શકે છે, ચાલો જાણીએ IMD ના નવીનતમ અપડેટ. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ઘણા જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે. ઘણી જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. જેના કારણે રસ્તો ક્યાં ગયો તે પણ ખબર નથી.
Ambalal Patel Rain Forecast: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. મહારાષ્ટ્રના નાગપુરમાં સતત વરસાદ પડી રહ્યો છે. હાલમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે આજે જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ચાલો જાણીએ કે તમારા રાજ્યની હવામાન સ્થિતિ કેવી છે.
Surat Heavy Rains:સુરતમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ,ઉધના-લિંબાયત રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Gujarat Flood Alert By Ambalal Patel: ગુજરાતમાં ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ધોધમાર વરસાદ વરસશે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક આગાહી કરવામાં આવી છે. આજથી અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 10 જુલાઈથી ફરીથી વરસાદનું જોર વધશે.
Gujarat Heavy Rain Alert: ગુજરાતમાં ચોમાસાનો હવે બીજો રાઉન્ડ આવશે. જુલાઈની શરૂઆતથી જ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 જુલાઈ સુધીની વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ ગુજરાતમાં આજથી મેઘરાજા ધડબડાટી બોલાવશે. કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ધોધમાર વરસાદ પડશે.
Gujarat Weather Alert: સુરતમાં ચોમાસાએ આગમનની સાથે જ વિનાશ મચાવ્યો છે. 22 જૂનની રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. 23 જૂનની સવારથી વરસાદ ચાલુ છે. ભારે વરસાદને કારણે શહેર અને જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ઘણી જગ્યાએ બસ વ્યવહાર બંધ થઈ ગયો છે. વહીવટીતંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. બીજી બાજુ અંબાલાલ પટેલે અનરાધાર વરસાદની આગાહી કરી છે. 26 જૂનથી 1 જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની આગાહી આપી છે.
Gujarat Weather Alert: ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વેગ પકડ્યો છે. ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને ઓરેન્જ એલર્ટની સ્થિતિ યથાવત છે. ચક્રવાતી પવન વિસ્તાર અને ચોમાસાની ખાડી (ભેજવાળા પવનોની રેખા)માં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યભરમાં સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે અને સરકારે તાત્કાલિક પગલાં લેવા પડ્યા છે.