ગુજરાતી ક્રિકેટરની રાજકારણમાં એન્ટ્રી, પશ્ચિમ બંગાળમાં ટિકિટ મળતા જ કહી દિલની વાત

Yusuf Pathan in TMC :  વડોદરાના ક્રિકેટર યૂસુફ પઠાણને મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાંથી લડાવશે લોકસભાની ચૂંટણી,,, બહેરામપુર બેઠકની ટિકિટ આપીને TMCએ પઠાણને બનાવ્યા પોતાના ઉમેદવાર,,,

1/8
image

ક્રિકેટરની રાજનીતિમાં એન્ટ્રી લેવી કોઈ મોટી વાત નથી. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ગૌતમ ગંભીર, મોહંમદ કૈફ, મોહંમદ અઝરુદ્દીન, નવજોત સિદ્ધુ, હરભજન સિંહ જેવા અનેક પ્લેયર્સ રાજકીય પીચ પર રમી ચૂક્યા છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાયું છે. 2007 ટી20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમના ક્રિકેટર યુસુફ પઠાણ હવે મમતા બેનરજી માટે ચૂંટણી લડશે.

2/8
image

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે રાજનીતિમાં જવાનો નિર્ણય લઈ લીધો છે. આ વિશે યુસુફ પઠાણે ટ્વિટ કરીને કહ્યું કે, ટીએમસી પરિવારમાં મારું સ્વાગત કરવા અને સંસદમાં લોકોનો અવાજ બનવાની જવાબદારી સાથે મારા પર વિશ્વાસ કરવા બદલ. લોકોના પ્રતિનિધિ તરીકે, ગરીબો અને વંચિતોને ઉત્થાન આપવું એ આપણી ફરજ છે અને તે જ હું પ્રાપ્ત કરવાની આશા રાખું છું.  

3/8
image

તો યુસુફ પઠાણની રાજકીય એન્ટ્રી પર ભાઈ ઈરફાન પઠાણે પણ ખુશી વ્યક્ત કરી. ઈરફાન પઠાણે લખ્યું કે, તમારું ધૈર્ય, દયાળુતા, જરૂરિયાતમંદો માટે મદદ અને વગર કોઈ અધિકારીક પદ સિવાય પણ લોકોની સેવાને સરળતાથી જોઈ શકાય છે. મને વિશ્વાસ છે કે, તમે એકવાર રાજકીય ભૂમિકામાં પગ રાખશો, તો તમે લોકોના જીવનમાં બદલાવ લાવશો.   

4/8
image

ગુજરાતી ક્રિકેટર અને વડોદરાના વતની યૂસુફ પઠાણ લડશે લોકસભાની ચૂંટણી. જી હા,,, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ યૂસુફ પઠાણને બહેરામપુર બેઠકની ટિકિટ આપી છે. તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પરથી યૂસુફ પઠાણ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને ટક્કર આપશે.   

5/8
image

ક્રિકેટર યૂસુફ પઠાણ તમામ ફોર્મેટમાંથી રિટાયર્ડ છે અને હવે રાજનીતિની પીચ પર તેઓ કોંગ્રેસ સામે ટકરાશે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને મમતા બેનરજી વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું છે. મમતાએ તમામ 42 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં એક ગુજરાતી ઉમેદવાર યૂસુફ પઠાણ છે.   

6/8
image

7/8
image

8/8
image