અમદાવાદના હર્ષ સોલંકીએ અરવિંદ કેજરીવાલના પરિવાર સાથે ભોજન કર્યું, જુઓ તસવીરો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના અમદાવાદ શહેરના એક સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને પરિવાર સહિત પોતાના ઘરે લંચ કરવા માટે આમંત્રણ આપ્યું. આ આમંત્રણ સ્વીકારતા હર્ષ અને તેમનો પરિવાર ફ્લાઈટથી દિલ્હી પહોંચ્યા. અહીં પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ તેમણે કેજરીવાલના ઘરે પહોંચીને મુખ્યમંત્રીના પરિવાર સાથે ભોજન કર્યુ હતું.
ગુજરાતના હર્ષ સોલંકી સાથે ભોજન કર્યા બાદ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યુ, 'ગુજરાતથી આવેલા હર્ષ સોલંકીના પરિવારને અમારા ઘરે આદર સત્કાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. અમારા બંનેના પરિવારે સાથે બેસી ભોજન કર્યું. ઈશ્વર તેમના પરિવારને સુખ-સમૃદ્ધિ અને ખુબ પ્રગતિ આપે.'
હર્ષ સોલંકી અરવિંદ કેજરીવાલના ઘરે પોતાના પરિવાર સાથે પહોંચ્યો હતો. આ માટે આમ આદમી પાર્ટીએ હર્ષના પરિવારની અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી આપી હતી. હર્ષનો પરિવાર, આપના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા હાજર રહ્યા હતા.
હર્ષ સોલંકી અરવિંદ કેજરીવાલના ઘરે પોતાના પરિવાર સાથે પહોંચ્યો હતો. આ માટે આમ આદમી પાર્ટીએ હર્ષના પરિવારની અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી આપી હતી. હર્ષનો પરિવાર, આપના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા હાજર રહ્યા હતા.
દિલ્હી પહોંચીને એરપોર્ટ પર સફાઈ કર્મચારી હર્ષે કહ્યું કે હું કેજરીવાલનો આભાર વ્યક્ત કરવા માંગીશ કે તેમણે મને તેમના ઘરે ભોજન માટે બોલાવ્યો. આવું ક્યારેય વિચાર્યું નહતું. લાગે છે કે ખુલ્લી આંખે સપનું જોઈ રહ્યો છું. અમને પૂરેપૂરી આશા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના વાલ્મીકિ સમાજની સમસ્યાઓ દૂર કરશે.
રવિવારે ગુજરાતના અમદાવાદમાં સફાઈકર્મીઓ સાથે સંવાદ દરમિયાન એક યુવકે આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે ભોજનનું આમંત્રણ આપ્યું હતું. જેના પર અરવિંદ કેજરીવાલે તે યુવકના આમંત્રણનો સ્વીકાર કરતા કહ્યું કે તમે તમારા પૂરેપૂરા પરિવાર સાથે પહેલા દિલ્હી સ્થિત મારા ઘરે આવીને ભોજન કરવાનું રહેશે. હું જ્યારે આગામી પ્રવાસે ગુજરાત જઈશ ત્યારે તમારા ઘરે આવીને ભોજન કરીશ.
વાત જાણે એમ છે કે આ દરમિયાન સફાઈ કર્મચારી હર્ષે કહ્યું હતું કે 15 દિવસ પહેલા તમે ગુજરાત પ્રવાસ દરમિયાન એક રિક્ષાચાલકના ઘરે જઈને ભોજન કર્યું હતું. તો શું તમે એ જ રીતે વાલ્મીકિ સમાજના ઘરે જઈને ભોજન કરશો. જેના પર સીએમ અરવિંદ કેજરીવાલે પહેલા તે યુવકનું નામ પૂછ્યું અને કહ્યું કે હું તમારા ઘરે જરૂરી ભોજન કરીશ, પરંતુ તે પહેલા તમારો એક પ્રસ્તાવ છે. જો તમે મારા આ પ્રસ્તાવને સ્વીકારશો તો જ હું તમારા ઘરે ભોજન કરીશ.
Trending Photos