પેટની બિમારી માટે રામબાણ છે Coconut Water, જાણો તેના બીજા ઘણા ફાયદા
નારિયેળ પાણીને સ્વાસ્થ્ય માટે ખૂબ સારું ગણવામાં આવે છે. તેના ઘણા ગુણકારી ફાયદા છે.
નવી દિલ્હી: નારિયેળ પાણીને સ્વાસ્થ્ય માટે ખૂબ સારું ગણવામાં આવે છે. તેના ઘણા ગુણકારી ફાયદા છે. પેટની બિમારીઓ માટે તો તેને રામબાણ ગણવામાં આવે છે. વિટામિન, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન અને ખનીજ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. એટલા માટે નારિયેળ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું ગણવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે નારિયેળમાં ચરબી અને કોલેસ્ટ્રોલ હોતું નથી અને પોતાની એક ખૂબીના લીધે મોટાપો ઓછો કરે છે. આવો જાણીએ નારિયેળ પાણીના ફાયદા વિશે.
હાઇ બ્લડપ્રેશરને રાખે છે કાબૂમાં
જે લોકોને મોટાભાગે હાઇ બ્લડ પ્રેશની સમસ્યા રહે છે, તેમને પોતાની ડાઇટમાં નારિયેળ પાણી જરૂર સામેલ કરવી જોઇએ. નારિયેળ પાણીમાં ઉપલબ્ધ વિટામીન-સી, મેગ્નેશિયમ અને પોટેશિયમના કારને વ્યક્તિનું બ્લડ પ્ર્રેશાર નોર્મલ રહે છે.
દાગ-ધબ્બા માટે
ગરમીમાં ખીલ અને દાગ ધબ્બાની સમસ્યા ખૂબ વધી જાય છે. એવામાં નારિયેળનું પાણી ખીલને દૂર કરવામાં તમારી મદદ કરી શકે છે. તેનો ઉપયોગ તમે ચહેરા પર ફેસપેકની માફક કરી શકો છો. તેના ઉપયોગથી પિંપલ્સ દૂર થઇ શકે છે.
પેટના રોગો માટે
પેટ દર્દ, એસિડિટી, અલ્સર, કોલાઇટિસ, આંતરડામાં સોઝાની સ્થિતિમાં ખાલી પેટ થોડું-થોડું નારિયેળ પાણી પીવાથી ખૂબ જલદી આરામ મળે છે. ઉર્જાનો સારો સ્ત્રોત હોવાના કારણે નબળાઇ, થાક, ચક્કર આવવા જેવી સમસ્યાઓમાં તેના સેવનથી તત્કાલિક લાભ પ્રાપ્ત થાય છે.
पथरी के लिए
કિડનીના રોગીઓ માટે વધુ તરલ પદાર્થના સેવન માટે કહેવામાં આવે છે જેથી યૂરિનના માર્ગે પથરી નિકળી શકે. નારિયેળનું પાણી કિડનીમાં પથરી હોવાની સમસ્યામાં ખૂબ ફાયદાકારક હોય છે. આ કિડનીમાંથી પથરીના ક્રિસ્ટલને ગળાવવામાં મદદ કરે છે.
શરીરને રાખે છે હાઇડ્રેટ
દરરોજ નારિયેળ પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે અને સાથે જ શરીરમાં ગ્લુકોઝનું સ્તર પણ નોર્મલ રહે છે.
Trending Photos