આ લોકોએ ન ખાવો જોઇએ અજમો, નહીંતર ફાયદાના બદલે થશે નુકસાન

અજમો એ ભારતીય રસોડાનો એક મસાલો છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ અજમાનું સેવન કેટલાક લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જાણો કયા લોકોએ અજમાનું સેવન ન કરવું જોઈએ.

વધુ પડતો અજમો ન ખાવો

1/5
image

વધુ માત્રામાં અજમાનું સેવન કરવાથી ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે, તેથી વ્યક્તિએ વધુ માત્રામાં અજમો ખાવાનું ટાળવું જોઈએ.

ગર્ભાવસ્થામાં ન ખાવો અજમો

2/5
image

અજમો એક ગરમ તાસીરવાળો મસાલો છે, જેને મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન ખાવો ન જોઇએ. તેનાથી ગર્ભ અને માતા બંનેને નુકસાન થઇ શકે છે. અજમાના સેવનથી બ્લડ શુગર લેવલ ઘટી જાય છે, જે ગર્ભસ્થ શિશુ માટે હાનિકારક છે. 

સ્કીન સાથે જોડાયેલી સમસ્યા

3/5
image

જો તમને ખંજવાળ જેવી સ્કીન સાથે સંકળાયેલી સમસ્યા હોય, તો અજમાનું સેવન ન કરો. અજમો ખાવાથી ખંજવાળ અને સ્કીન રેશિશ વધી શકે છે. 

પેટ સાથે સંકળાયેલી સમસ્યા

4/5
image

પેટ સાથે જોડાયેલી સમસ્યા જેમ કે ઉબકા, બળતરા, અલ્સર હોય તો અજમાનું સેવન ન કરો. તેનાથી તમારી પરેશાની વધી શકે છે. 

બ્લડ પ્રેશર

5/5
image

બ્લડ પ્રેશરના દર્દીઓને અજમાનું સેવન ન કરવું જોઇએ કારણ કે તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે.