બાળકો સાથે મહિલાએ શેર કરી અંતિમ તસવીર, 4 મિનિટ બાદ થયું પ્લેન ક્રેશ
રતિહ વિન્ડનિયા શ્રીવિજયા હવાઈ યાત્રી વિમાન બોઈન્ગ 737-500માં બાળકો સાથે યાત્રા કરી રહી હતી અને ફ્લાઇટમાં બેસી ગયા બાદ ફોટો શેર કર્યો હતો.
જકાર્તા: ઇન્ડોનેશિયા માં શનિવારના શ્રીવિજયા હવાઈ યાત્રી વિમાન બોઈન્ગ 737-500 દુર્ઘટનાગ્રસ્ત થયું છે, જેનો કાટમાળ જાવા સમુદ્રમાં 23 મીટરની ઉંડાઈમાં મળ્યો છે. આ વચ્ચે વિમાનમાં યાત્રા કરતી રહિત વિન્ડનિયાનો એક દિલને ટચ કરતો મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જે તેણે ફ્લાઇટમાં બેસી ગયાના થોડા સમય પહેલા જ શેર કર્યો હતો. ઉડાન ભર્યાની 4 મિનિટ બાદ વિમાનથી સંપર્ક તૂટી ગયો હતો અને રડાર પર વિમાનને માત્ર એક જ મિનિટમાં 10 હજાર ફૂટની ઉંચાઇથી ટ્રેક કરવામાં આવ્યું છે. (ફોટો સોર્સ- ડેલીમેઈલ)
બાળકો સાથે ફોટો કર્યો શેર
રતિહ વિન્ડનિયા શ્રીવિજયા હવાઈ યાત્રી વિમાન બોઈન્ગ 737-500માં બાળકો સાથે યાત્રા કરી રહી હતી અને ફ્લાઇટમાં બેસી ગયા બાદ ફોટો શેર કર્યો હતો.
દિલને ટચ કરતો મેસેજ
ડેઈલી મેઈલના જણાવ્યા અનુસાર, રતિહ વિન્ડનિયા (Ratih Windania)એ ફ્લાઇટમાં બેસતા પહેલા દિલને ટચ કરતો મેસેજ શેર કર્યો હતો, જે વાયરલ થઈ રહ્યો છે. તેણે લખ્યું હતું કે, બાય બાય ફેમેલી, અમે હમણાં માટે ઘરે જઈ રહ્યા છીએ.'
છેલ્લા સમયે બદલાયો હતો પ્લાન
રતિહ વિન્ડનિયા (Ratih Windania)ના ભાઈ ઈરફાનિયાહ રિયાંટોએ ઇન્સ્ટાગ્રામ પર ફેમેલીનો ફોટો શેર કરી લોકોને પ્રાર્થના કરવા અપિલ કરી છે. તેમણે કહ્યું કે, તેમનો પરિવાર પહેલા અન્ય કોઈ ફ્લાઈટમાં જવાનો પ્લાન બનાવી રહ્યો હતો, પરંતુ છેલ્લા સમયે તેમણે તેમનો પ્લાન ચેન્જ કર્યો હતો.
હજુ પણ સારા સમાચારની આશા
દુર્ઘટનાના સમાચાર મળતા જ ઈરફાનિયાહ રિયાંટો શનિવાર મોડી સાંજે જકાર્તા એરપોર્ટ પહોંચ્યો અને તેમને હજુ પણ તેમની બહેન તેમજ પરિવારના અન્ય સભ્યોને લઇને સારા સમાચાર મળવાની આશા કરી રહ્યાં છે.
રજાઓ માણી પરત ફરતી હતી ઘરે
ઇરફાનિયાહ રિયાંટોએ જણાવ્યું કે, તેમની બહેન અને તેમના બે બાળકો 3 અઠવાડીયાની રજાઓ પર આવ્યા હતા અને 740 કિલોમીટર દૂર પશ્ચિમ કાલીમંતન દ્વીપ પર સ્થિત પોન્ટિયાનકમાં તેમના ઘરે જઈ રહ્યાં હતા.
વિમાનમાં સવાર હતા 62 યાત્રી
ઇન્ડોનેશિયામાં શ્રીવિજયા હવાઈ યાત્રી વિમાન શનિવારના સ્થાનિક સમય અનુસાર બપોર 2 વાગીને 36 મીનિટ પર જકાર્તા હવાઈ મથકથી ટેકઓફ થયું હતું અને 62 યાત્રીઓને લઈને જઈ રહ્યું હતું.
ટેક ઓફના 4 મિનિટ બાદ તૂટ્યો સંપર્ક
ટેક ઓફના 4 મિનિટ બાદ જ બોઈન્ગ 737-500 વિમાનથી સંપર્ક તૂટ્યો હતો અને તે રડારથી ગયાબ થઈ ગયું હતું. ત્યારબાદ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનનો કાટમાળ જાવા સમુદ્રમાં 23 મીટર ઊંડાણમાં મળ્યો હતો.
Trending Photos