અરેરાટીભર્યાં દૃશ્યો : વડોદરાના નવલખી ગરબા ગ્રાઉન્ડમાં લાઈટના પોલ પર યુવાને વાયર વડે ગળેફાંસો ખાધો

Vadodara News : હાલ નવરાત્રિનો મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે પહેલીવાર એવુ બન્યું છે કે, ગરબા ગ્રાઉન્ડ પર કોઈએ આત્મહત્યા કરી હોય. વડોદરાના પ્રખ્યાત નવલખી ગરબા ગ્રાઉન્ડ પર એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે... યુવકે લાઈટના બનાવેલા ટાવર પર ચઢીને આત્મહત્યા કરી લેતા ગ્રાઉન્ડ પર અરેરાટીભર્યો માહોલ જોવા મળ્યો. સવારે ટાવર પર યુવકનો લટકતો મૃતદેહ જોવા મળ્યો.

1/6
image

નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ ગરબા મેદાનની ઘટના છે. વહેલી સવારે ગ્રાઉન્ડ પર યુવકનો લટકતો મૃતદેહ જોવા મળ્યો.  

2/6
image

વડોદરામાં ગરબા મેદાનમાં યુવાને ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. લાઈટના બનાવેલા ટાવર પર ચઢી યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો છે.

3/6
image

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ પહોચી હતી અને યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. આ યુવક કોણ છે અને આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે રાવપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

 

4/6
image

5/6
image

6/6
image