નવરાત્રિ

એવોર્ડ વિનિંગ છે આ ગુજરાતીઓનો પ્રયાસ, માતાજીના ગરબામાંથી નાનકડા જીવને બનાવી આપ્યું ઘર

જેતપુરના એક ગ્રૂપે લુપ્ત થતી જતી ચકલીઓને માટે ઘર બનાવવાનું શરૂ કર્યું છે. નવરાત્રિ બાદ પધરાવી દેવાતા માટીના ગરબામાંથી  ચકલીને સુરક્ષિત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યાં છે

Oct 20, 2021, 09:16 AM IST

નવરાત્રિમાં માતાજીએ ચમત્કાર કર્યો, અમદાવાદના એક પરિવારમાં દેખાયા કંકુવાળા બાળ પગલા

નવરાત્રિના પાવન પર્વ પર અમદાવાદના એક પરિવારમાં કંકુવાળા માતાજીના પગલાં પડતા કુતુહલ સર્જાયુ હતું. અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી શ્રી આરાસુરી સોસાયટીના મકાનમાં કંકુવાળા માતાજીના પગલાં પડતા દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી હતી. 

Oct 16, 2021, 10:58 AM IST

રાજકોટ : પોલીસે ગરબા બંધ કરતા બાળકી ચોધાર આસુંએ રડી પડી

ગુજરાતમાં કોરોના મહામારીને જોતા સરકારે શેરી ગરબાને જ પરમિશન આપી છે. નવરાત્રિ (Navratri) નો છેલ્લો દિવસ મન મૂકીને ગરબા માણવાનો દિવસ હોય છે. આવામા લોકોના પગ અટકતા નથી. પરંતુ પોલીસ આવીને લોકોના રંગમાં ભંગ પાડે છે. ત્યારે રાજકોટ (rajkot police) ના એક શેરી ગરબાને બંધ કરાવવા આવી પહોંચેલી પોલીસની દબંગાઈને કારણે એક બાળાના આંખમાં આસુ સરી પડ્યા હતા. 

Oct 15, 2021, 02:13 PM IST

અંબાજીના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાઈ, છેલ્લા નોરતે ભક્તિ રસમાં તરબોળ બન્યા ભક્તો

આદ્યશકિત આરાઘનાના પર્વ નવરાત્રિ (Navratri) ના નવમા એટલેકે છેલ્લા નોરતે  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર (Ambaji Temple) ના ચાચર ચોકમાં ફરી એકવાર ગરબાની ભારે રમઝટ જોવા મળી છે. રાજ્યભરમાં ગત વર્ષે ગરબા મુલત્વી રહ્યા હતા ને ચાલુ વર્ષે પણ મોટી પાર્ટી પ્લોટોમાં ને મોટા મંદિરોમાં ગરબા બંધ રાખવામાં આવ્યા હતા. અને શેરીને સોસાયટીઓમાં સરકારની એસઓપી પ્રમાણે મંજુરી અપાઈ હતી. સાથે રાજ્ય સરકારના નવતર અભિગમ પ્રમાણે મોટા શક્તિપીઠોમાં નવરાત્રિ મહોત્સવનુ સાથે મહાઆરતીનુ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈ ગત રાત્રિએ નવમાને છેલ્લે નોરતે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ખેલૈયાઓ દ્વારા ગરબા (garba) ની રમઝટ બોલાવી હતી.

Oct 15, 2021, 08:04 AM IST

પાવાગઢ મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી, એકસાથે 2 લાખ ભક્તોની ભીડનો Video થયો વાયરલ 

આજે નવલી નવરાત્રિ (Navratri) નું નવમું નોરતું છે. ત્યારે આજના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજાઅર્ચના કરવામાં આવે છે. આજના દિવસે માતાને હૃદયથી માતાને યાદ કરવામાં આવે તો જગતની તમામ સિદ્ધિઓના દ્વાર ખુલી જાય છે. માતા  સિદ્ધિદાત્રી કમળ અથવા સિંહ પર સવાર હોય છે. અલૌકિક મુખકાંતિ ધરાવતા માતાજીનાનું દર્શન પાવનકારી છે. માતાને ચાર હાથ છે. જેમાં ચક્ર ગદા શંખ અને કમળ રહેલ છે. માતા સિદ્ધિદાત્રી પાર્વતીનું એક રૂપ છે. માતાજીનું ભજન કરવાથી સાધકને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ત્યારે આવામાં શક્તિપીઠ પાવગઢ (Pavagadh) નો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. જેમાં હકડેઠઠ ભીડ જોઈ શકાય છે.  

Oct 14, 2021, 08:31 AM IST

કચ્છનો 350 વર્ષનો ઇતિહાસ બદલાયો, માતાના મઢમાં પહેલીવાર કોઈ મહારાણીએ ઝોળી ફેલાવી પતરી વિધિ કરી

કચ્છ (kutch) ના અતિપ્રખ્યાત એવા માતાના મઢ (mata no madh) માં આજે ઈતિહાસ સર્જાયો છે. 350 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા દ્વારા આજે પતરી વિધિ કરાઈ છે. કચ્છના મહારાણી પ્રીતિદેવી જાડેજાએ આજે માતાના મઢમાં પતરી વિધિ કરી હતી. મહારાણી પ્રિતીદેવીએ માતાના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. 

Oct 13, 2021, 10:55 AM IST

એવુ તો શુ થયુ હતું સામવેદી બ્રાહ્મણો સાથે, જેને કારણે આજે પણ તેઓ નવરાત્રિએ નનામી પર બેસે છે

પાટણમાં વસતા શ્રીમાળી સામવેદી બ્રાહ્મણો દ્વારા વર્ષ નવરાત્રિ (Navaratri) એ પરંપરાગત રીતે મડા સાતમની ઉજવણી કરવામાં આવે છે. જેમાં તેમના કુળદેવી બિન્દુક્ષણી માતાની પૂજા અર્ચના કરી લીમડાની ડાળીઓમાંથી બનાવેલ નનામી પર સમાજના સૌ કોઈ લોકો બેસી વર્ષ દરમિયાન આરોગ્ય સારું રહે તેના માટે પ્રાર્થના કરે છે.

Oct 13, 2021, 08:46 AM IST

રૂપાલની પલ્લીને લઈને મોટા સમાચાર, યોજાશે કે નહિ યોજાય ટ્રસ્ટીએ આપી તેની માહિતી

કોરોનાનો કહેર ધીરે ધીરે ઓસરી રહ્યો છે એટલે જનજીવન થાળે પડી રહ્યુ છે. બે વર્ષ બાદ લોકો નવરાત્રિ (Navratri) ના પર્વને માણી રહ્યાં છે. આ વર્ષે માત્ર શેરી ગરબાને જ મંજૂરી મળી છે, જાહેર ગરબા પર પ્રતિબંધ મૂકાયો છે. પણ આસ્થાનીત વાત કરીએ તો આ વર્ષે કોરોના કાળમાં માતાના તમામ ધામ ભક્તોને દર્શન માટે ખુલ્લા મૂકાયા છે. ત્યારે ગાંધીનગરના રૂપાલ (rupal palli) માં કોરોના ગાઈડલાઈન સાથે પરંપરાગત પલ્લી નીકળશે. આ વર્ષે રૂપાલમાં મેળો નહિ યોજાય પણ પલ્લીના દર્શન થશે. માત્ર ગામના લોકો જ પલ્લીમાં હાજર રહી શકશે.

Oct 10, 2021, 11:15 AM IST

ઐતિહાસિક ભૂચરમોરીના યુદ્ધ મેદાન પર ઈતિહાસ રચાયો, 400 ટ્રેક્ટરથી ‘મા શક્તિ’ ની રચના

ભૂચરમોરી (bhuchar mori) યુદ્ધભુમી રાત્રિના સમયનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. નવરાત્રિ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું

Oct 10, 2021, 09:13 AM IST

મોરબીમાં ભજવાતા આ નાટકમાં સ્ત્રી-પુરુષનો ભેદ મટે છે, માત્ર નવરાત્રિ જોવા મળે છે આ નજારો

મોરબીના રાજપર ગામે છેલ્લા ઘણા વર્ષથી ગાયોના લાભાર્થે ગામના યુવાનો દ્વારા ગામમાં નાટક (play) નું આયોજન કરવામાં આવે છે. જેમાં ગામના જ યુવાનો સ્ત્રી વેશ કરીને સ્ત્રી પાત્રો પણ ભજવતા હોય છે. મહત્વની વાત તો એ છે કે, આ ગામના બાળકો, યુવાનો કે વૃદ્ધોને આ પાત્ર ભજવવામાં કોઈ શરમ કે સંકોચ થતો નથી અને કોઈ પણને કોઈ પણ પાત્ર આપવામાં આવે તો તે વ્યક્તિ તેના પાત્રને પૂરતો ન્યાય આપે છે. દર વર્ષે નવરાત્રિ (Navaratri) માં ભજવાતા આ નાટક થકી  ગામમાં આવેલ ગૌશાળા માટે દાન એકઠુ કરવામા આવે છે. 

Oct 10, 2021, 08:44 AM IST

રાશિફળ 9 ઓક્ટોબર: સાવધાની રાખવાનો દિવસ, આ રાશિના જાતકો માટે આજે છે કપરા ચઢાણ

આજે નવરાત્રિનો ત્રીજો દિવસ છે. શારદા નવરાત્રિ દેવીમાતાની શક્તિ ઉપાસના માટે મહત્વની ગણાય છે. આ સાથે જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Oct 9, 2021, 06:39 AM IST

અમદાવાદ : ગેટ ટુ ગેધરના નામે બેંકવેટ હોલમાં આયોજિત કરાયેલા ગરબા પર પોલીસ ત્રાટકી

કોરોના મહામારીને પગલે આ વર્ષે નવરાત્રિ (Navratri)ના કોમર્શિયલ આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે પાર્ટી પ્લોટ પર ગરબા નહિ યોજી શકાય. પરંતુ તેમ છતાં પણ કેટલાક આયોજકો તોડ કાઢી ગરબાનું આયોજન કરનારાઓ સાવચેત થઈ જજો, નહિ તો પોલીસ કાયદેસર કાર્યવાહી કરી શકે છે.

Oct 8, 2021, 02:54 PM IST

નવરાત્રિમાં ભક્તિના રંગ : તલવારની ઘાર પર ચાલીને પાવાગઢ પહોંચ્યો ભક્ત 

નવરાત્રિ પર ગુજરાતના વિવિધ શક્તિપીઠમાં ભક્તોની કેવી ભીડ ઉમટી છે...

Oct 7, 2021, 02:55 PM IST

અંબાજીમાં નવરાત્રિ : વૈદિક પરંપરાથી ઘટ સ્થાપના કરાઈ, ભક્તો દર્શન માટે રાતભર લાઈનમાં ઉભા રહ્યાં

આજથી શારદીય નવરાત્રિ (Navratri) નો પ્રારંભ થયો છે. શક્તિપીઠ અંબાજી (Ambaji) ધામમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. આજે નવરાત્રિએ મંદિર 7.30 કલાકે ખૂલતાની સાથે જ ભક્તો દર્શન માટે તૂટી પડ્યા હતા. શ્રદ્ધાળુઓ મોડી રાતથી જ લાઇનમાં ઉભા રહ્યા હતા અને સવારે દર્શન કર્યા હતા. ત્યારે આજે અંબાજી મંદિરમાં પરંપારિક રીતે ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે વહીવટદારના હસ્તે ઘટ સ્થાપન વિધિનું પૂજન કરાવામાં આવ્યું.

Oct 7, 2021, 01:51 PM IST

પાટીદારોના ખોડલધામમાં નવરાત્રિનું ખાસ આયોજન, અંબાજીની જેમ ભક્તો પદયાત્રા કરીને પહોંચ્યા

આજથી નવરાત્રી (Navratri) ની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના નવ દિવસોમાં ભક્તો ભાવપૂર્વક નવદુર્ગાની પૂજા અર્ચના કરે તો માતાજી તેમને મનોવાંછિત ફળ આપે છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન નવદુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા અર્ચના થાય છે. પ્રથમ દિવસ પર્વતપુત્રીને સમર્પિત છે. પહેલા દિવસે ઘટ સ્થાપનથી પૂજાની શરૂઆત થાય છે. ત્યારે પાટીદારોના ખોડલધામ (khodaldham) માં પણ નવરાત્રિની રંગેચંગે તૈયારીઓ કરવામાં આવી છે. 

Oct 7, 2021, 07:56 AM IST

ગુજરાતમાં આ વર્ષે નવરાત્રિ માટે મૂકાયા નિયમો, સરકારે કરી આ જાહેરાત

કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમા નવરાત્રિ (Navratri) ઉજવવાની છૂટછાટ મળી છે. ત્યારે નવરાત્રિમાં છૂટછાટ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત માટે ગરબા મહત્વનો તહેવાર છે. આ નિર્ણય ગુજરાતના હિતમાં લેવામાં આવ્યો છે, જેથી કોરોનાની ત્રીજી લહેર સામે ચેતીને રહી શકાય. ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબા (garba) માં 400 લોકોની છૂટ આપવામાં આવી છે. સાથે જ ગુજરાતમાં માત્ર શેરી ગરબા અને સોસાયટીના ગરબાને જ છૂટછાટ આવવામાં આવી છે. પરંતુ તે માટે કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. કોમર્શિયલ ગરબાનું આયોજન આ વર્ષે નહિ થાય. વર્ષોથી ગુજરાતમાં શેરી ગરબાની જે પરંપરા રહી છે કે આસ્થાને જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાશે. જેમાં ચોકમાં અને વૃક્ષની આસપાસ ગોળ ફરતે ગરબા રમી શકાશે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય તેવુ પણ સરકારે જાહેરાત કરી છે. 

Oct 6, 2021, 03:03 PM IST

નવરાત્રિમાં પાવાગઢ જનારાઓ માટે ખાસ સૂચના, વાહન લઈને નીકળવાના હોય તો ખાસ વાંચી લેજો

કોરોના કાળ બાદ પ્રથમ વખત ભક્તો નવરાત્રિમાં પાવાગઢની મા મહાકાળીના દર્શન કરી શકશે. કોરોના મહામારી બાદ આ વર્ષ પાવાગઢની મહાકાળીના દર્શન કરી શકાશે. આવતીકાલથી શરૂ થતી નવરાત્રિમાં પાવાગઢ જનારા યાત્રાળુઓ પર કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે કે ખાનગી વાહનો 7થી 20 ઓક્ટોબર સુધી માચી જઇ શકશે નહીં.

Oct 6, 2021, 10:28 AM IST

માટીના ગરબા વગર નવરાત્રિ અધૂરી... માર્કેટમાં ફેન્સી ગરબાની ડિમાન્ડ વધી

કાંણાવાળા માટલાની અંદર દીપ પ્રકટાવવામાં આવે એટલે તેને ગરબો કહેવાય

Oct 3, 2021, 11:47 AM IST

માત્ર 60 રૂપિયામાં ધાર્મિક પ્રવાસ, જાણો અમદાવાદમાં કોણે આપી આ ઓફર

કોરોના કાળમાં લોકોની ધાર્મિક પ્રવૃત્તિઓ પણ અટવાઈ ગઈ હતી. ગત નવરાત્રિમાં લોકો કોરોનાને કારણે ઘરમાં પૂરાયા હતા. પરંતુ આ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માતાના ભક્તો માટે ખાસ નિર્ણય કરાયો છે. શ્રાવણ માસ બાદ હવે નવરાત્રિ નિમિતે AMTS દ્વારા અમદાવાદીઓ માટે ખાસ જાહેરાત કરાઈ છે. નવરાત્રિ (Navratri 2021) દરમ્યાન ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન કરાયું છે. શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો પર AMTS દ્વારા લઈ જવાશે. 

Sep 30, 2021, 02:22 PM IST

અમદાવાદની બે મોટી ક્લબમાં નહિ યોજાય ગરબા

નવરાત્રિ (Navratri) માં મોટા ગરબા આયોજકોએ આ વર્ષે પીછેહઠ કરી છે. કોરોનાની ત્રીજી સંભવિત લહેરના સંકટને કારણે અનેક મોટા ગરબા આયોજકોએ આ વર્ષે પણ ગરબા નહિ યોજવાનું નક્કી કર્યું છે. તેમાં અમદાવાદ (Ahmedabad) ના બે મોટી ક્લબના ગરબા નહિ યોજાય. 

Sep 23, 2021, 03:10 PM IST