સાઉથની ભયંકર ડરામણી ફિલ્મ...રાત છોડો દિવસે પણ જોતા ડરશો, કાળજું કઠણ હોય તો જ જોવાની હિંમત કરજો

આમ તો બોલીવુડથી લઈને સાઉથમાં અનેક હોરર ફિલ્મો બની છે. જેણે દર્શકોના મનમાં ખૌફ પૈદા કર્યો છે. પરંતુ આજે અમે તમને એક એવી ફિલ્મ વિશે જણાવીશું જેને જોયા બાદ તમારી હાલત ખરાબ થઈ શકે. ફિલ્મની કહાની અને સીન એટલા ડરામણા અને ખૌફનાક છે કે નબળા મનના લોકો તો જોઈને જ કાંપી ઉઠે. જો તમારું કાળજું કઠણ હોય અને તમારે અસલી હોરરની મજા લેવી હોય તો આ ફિલ્મ તમારા માટે એકદમ પરફેક્ટ છે. જો કે જોતા પહેલા દસવાર વિચાર કરજો. 
 

સાઉથની ડરામણી ફિલ્મ

1/5
image

દક્ષિણ ભારતીય ફિલ્મોમાં તો એવી અનેક શાનદાર હોરર ફિલ્મો બનેલી છે પરંતુ જો સૌથી ડરામણી ફિલ્મની વાત કરીએ તો આ યાદીમાં એક ફિલ્મનું નામ સૌથી ઉપર આવી શકે જે ગત વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી પણ કરી હતી. જો તમે ખરેખર ડરામણી ફિલ્મો જોવાના શોખીન હોવ તો આ ફિલ્મ વિશે વિચારવું જોઈએ. આ ફિલ્મ જોયા બાદ તમે રાતે તો છોડો દિવસે પણ પણ એકલા હશો તો ડરશો. 

ગત વર્ષે રિલીઝ થઈ હતી ફિલ્મ

2/5
image

આ ફિલ્મ ગત વર્ષે 2023માં થિયેટરમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો. ફિલ્મની કહાનીથી લઈને સ્ટાર કાસ્ટ બધુ એકદમ શાનદાર હતું. અમે તેલુગુ હોરર ફિલ્મ વિરુપાક્ષ વિશે વાત કરીએ છીએ. કાર્તિક દાંડુના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સાઈ ધર્મ તેજ, સંયુક્તા મેનન જેવા કલાકારો જોવા મળ્યા. જેમણે પોતાના દમદાર અભિનયથી દર્શકોના મન જીતી લીધા. આ સાથે જ ફિલ્મની કહાનીએ દર્શકોના મનમાં ડર પેદા કરી નાખ્યો. ફિલ્મમાં એટલા તે ડરામણા સીન છે જેને જોયા બાદ તમારા રૂવાડાં ઊભા થઈ જાય. 

શું છે ફિલ્મની વાર્તા

3/5
image

આ ફિલ્મની કહાની એક ગામમાં થઈ રહેલા અજીબોગરીબ મોતની આસપાસ ઘૂમી રહી છે. ગામના લોકો આ ઘટનાઓની પાછળ છૂપાયેલા માણસને શોધવાની કોશિશ કરે છે. સૂર્યા (સાઈ ધર્મ તેજ) માતા સાથે આ ગામમાં આવે છે. જ્યાં તેને સરપંચની દીકરી નંદીની (સંયુક્તા મેનન) જોડે પ્રેમ થઈ જાય છે. પરંતુ કહાનીમાં જોરદાર વળાંક ત્યારે આવે છે જ્યારે સૂર્યાને  ખબર પડે છે કે આ મોત પાછળ એક અદ્રશ્ય પડછાયો છે જે ગામના ઈતિહાસ સાથે જોડાયેલો છે. સૂર્યા આ રહસ્યને ઉકેલવા માટે અને ગામને આ ખતરનાક પડછાયાથી બચાવવા માટે જવાબદારી ઉઠાવે છે. 

ઓછા બજેટમાં જોરદાર કમાણી

4/5
image

આ ફિલ્મમાં એટલા તે ખૌફનાક અને ડરામણા દ્રશ્યો જોવા મળે છે કે વાત ન પૂછો. જો તમને હોરર  કન્ટેન્ટથી બીક લાગતી હોય તો દૂર રહેજો. ફિલ્મમાં સાઈ ધર્મ તેજ અને સંયુક્તા મેનન ઉપરાંત સુનીલ, રાજીવ કનાકાલા અને બ્રહ્માજી જેવા દમદાર  કલાકારો છે. વિકિપીડિયા મુજબ આ ફિલ્મ 40 કરોડના બજેટમાં બની છે પરંતુ બોક્સ ઓફિસ પર 103 કરોડની કમાણી કરી હતી અને હાલ ઓટીટી ઉપર પણ ધૂમ મચાવી રહી છે. 

શાનદાર રેટિંગ

5/5
image

તેલુગુ ભાષામાં બનેલી આ હોરર ફિલ્મ વિરુપાક્ષને દર્શકોએ એટલી પસંદ કરી કે તેનો અંદાજો તમને IMDb રેટિંગ પરથી આવશે. અહીં આ ફિલ્મને 10માંથી 7.2નું રેટિંગ મળેલું છે. ફિલ્મ તમને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોવા મળી જશે. આ ફિલ્મ તમને હિન્દી ભાષામાં ડબ પણ જોવા મળશે.