Passport બનાવવા માટે નથી ખાવા તમારે ઓફિસના ધક્કા, તો બસ માત્ર કરો આટલું કામ

ભારત સરકારે ડિજિટલ ક્રાંતિની દિશામાં પગલાં લેતા થોડા વર્ષો પહેલા જ પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયાને ઓનલાઈન કરી દીધી છે. આજે લોકો એકદમ સરળતાથી ઘરે બેઠા સત્તાવાર વેબસાઈટ પર જઈ પાસપોર્ટ માટે અરજી કરી શકે છે. તેના માટે તમામ ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન સબમિટ કરી શકાય છે. જો તમે હજી સુધી પાસપોર્ટ માટે અરજી કરી નથી, તો અમે તમને સ્ટેપ ટૂ સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ જણાવી રહ્યા છે, જેને ફોલો કરી તમે કોઈ પણ મુશ્કેલી વગર પાસપોર્ટ માટે અરજી કરી શકો છો.

Jul 3, 2021, 06:35 PM IST
1/11

ઓનલાઈન પાસપોર્ટ કેવીરીતે બનાવો?

ઓનલાઈન પાસપોર્ટ કેવીરીતે બનાવો?

ઓનલાઈન પાસપોર્ટ બનાવવા માટે તમારે સૌથી પહેલા પાસપોર્ટ સેવાની (Passport Seva) સત્તાવાર વેબસાઈટ https://www.passportindia.gov.in/ પર જવાનું રહેશે. અહીં તમારે ન્યૂ યૂઝર વાળા બોક્સ પર ક્લિક કરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

2/11

હવે Register પર ક્લિક કરો

હવે Register પર ક્લિક કરો

અહીં તમને નજીકની પાસપોર્ટ ઓફિસ, ઈ-મેઇલ આઇડી, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ, લોગ-ઇન આઇડી વગેરેની જાણકારી માંગવામાં આવશે. આ તમામ જાણકારી ભર્યા બાદ નીચે છેલ્લે Register લખેલું એક ઓપ્શન/ બટન દેખાશે તેના પર ક્લિક કરો.

3/11

લોગ-ઇન આઇડીથી લોગ ઈન કરો

લોગ-ઇન આઇડીથી લોગ ઈન કરો

ત્યારબાદ તમારે ફરીથી Passport Seva ની વેબસાઈટ પર જાઓ અને હોમ પેજ પર દેખાતા ગ્રીન રંગના Login બટન પર ક્લિક કરો. અહીં તમારું ઇમેલ આઇડી લખો અને Continue પર ક્લિક કરો. ત્યારબાદ તમારા ઇ-મેઇલ, પાસવર્ડ અને ઇમેજમાં બનેલા કેરેક્ટર્સને ટાઈપ કરવા કહેવામાં આવશે. એટલું કર્યા બાદ Login પર ક્લિક કરો.

4/11

ઓનલાઈન ભરવું પડશે ફોર્મ

ઓનલાઈન ભરવું પડશે ફોર્મ

ત્યારબાદ તમારી સામે એક નવી વિન્ડો ઓપન થશે. અહીં તમને Apply for Fresh Passport/Reissue of Passport ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો. અહીં તમને બે વિકલ્પ મળશે. પહેલો- ફોર્મને ડાઉનલોડ કરી તેને ભરી ફરીથી વેબસાઈટ પર અપલોડ કરી શકો છો અને બીજા ફોર્મને તમે ઓનલાઈન ભરી શકો છો.

5/11

હવે આ ઓપ્શન પર કરવાનું રહેશે ક્લિક

હવે આ ઓપ્શન પર કરવાનું રહેશે ક્લિક

ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે Click here to fill the application form online વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહશે. અહીં Alternative 2 પેજની અંદર હાજર રહે છે. અમે તમને આ વિકલ્પ પસંદ કરવાની સૂચના આપીશું, કેમ કે, આ પાસપોર્ટ માટે એપ્લાય કરવાની સૌથી સરળ રીત છે.

6/11

તમારી જરૂરીયાત મુજબ પસંદ કરો વિકલ્પ

તમારી જરૂરીયાત મુજબ પસંદ કરો વિકલ્પ

આગળના પેજ પર તમને નવા પાસપોર્ટ અથવા રી-ઇશ્યૂ, સામાન્ય અથવા તત્કાલ, 38 પાના અથવા 60 પાના વચ્ચે પસંદ કરવાનું રહેશે. તમારી સુવિધા અને જરૂરિયાત મુજબ વિકલ્પ પસંદ કરો અને ત્યારબાદ Next પેજ પર ક્લિક કરો.

7/11

Submit Application બટન પર કરો ક્લિક

Submit Application બટન પર કરો ક્લિક

તમને આગામી પેજમાં પર્સનલ જાણકારી આપવાની રહેશે. આ વાતનું ધ્યાન રાખો કે, તમે જે જાણકારી આપી રહ્યા છો તે તમારી પાસે હાજર ડોક્યુમેન્ટ મુજબ હોવી જોઇએ. જો તમને કોઈ શંકા છે તો તમે તેને ઓફિસિયલ ઇન્સ્ટ્રક્શન બુકલેટની તપાસ કરી શકો છો. ફોર્મ ભર્યા બાદ નીચેના ભાગમાં જમણી બાજુ બનેલા Submit Application બટન પર ક્લિક કરો.

8/11

અહીં તમને મળશે પેમેન્ટ કરવાનું ઓપ્શન

અહીં તમને મળશે પેમેન્ટ કરવાનું ઓપ્શન

ફોર્મ ભર્યા બાદ ફરી એકવાર તે વેબ પેજ પર પરત જાઓ જેનો ઉલ્લેખ નવ નંબરના સ્ટેપમાં કર્યો છે. View Saved/Submitted Applications પર ક્લિક કરો. અહીં તમને તે એપ્લિકેશનને જોઈ શકશો જેને તમે થોડા સમય પહેલા સબ્મિટ કરી હતી. ત્યારબાદ બાજુમાં બનેલા રેડિયો બટન પર ક્લિક કરો. ત્યારબાદ Pay And Schedule Appointment પર ક્લિક કરો.

9/11

આ રીતે જાણો નજીકનું પાસપોર્ટ સેવા કેન્દ્ર

આ રીતે જાણો નજીકનું પાસપોર્ટ સેવા કેન્દ્ર

Online Payment ને સિલેક્ટ કરો અને Next પર ક્લિક કરો. હવે તમને શહેરમાં રહેલા પાસપોર્ટ સેવા કેન્દ્રની યાદી સ્ક્રીન પર જોવા મળશે. તેમાંથી અપોઇન્ટમેન્ટ માટે સૌથી નજીકની તારીખ અને સમયનો પણ ઉલ્લેખ કર્યો હશે. PSK Location ની બાજુમાં બને ડ્રોપ ડાઉન મેન્યુમાંથી તમારી સુવિધા અનુસાર એક વિકલ્પને પસંદ કરો. ત્યારબાદ ઇમેજમાં બનેલા કેરક્ટર્સને ટાઈપ કરો. ત્યારબાદ Next પર ક્લિક કરો.

10/11

ઓનલાઈન પેમેન્ટ માટે અહીં ક્લિક કરો

ઓનલાઈન પેમેન્ટ માટે અહીં ક્લિક કરો

હવે Pay and Book Appointment પર ક્લિક કરો. તે તમને પેમેન્ટ ગેટવે પેજ પર લઈ જશે. જેવું તમારું પેમેન્ટ પૂર્ણ થઈ જશે, તમે ફરી એકવાર Passport Seva ની વેબસાઈટ પર પહોંચી જશો. હવે તને એક પેજ પર જોઇ શકશો જેના પર Appointment Confirmation લખ્યું હશે. આ પેજ પર Passport Seva Kendra (PSK) થી મેળલી અપોઇન્ટમેન્ટની સંપૂર્ણ ડિટેલ જોવા મળશે. Print Application Receipt પર ક્લિક કરો.

11/11

પ્રિન્ટ આઉટ કાઢવાનું ના ભૂલતા

પ્રિન્ટ આઉટ કાઢવાનું ના ભૂલતા

આગળના પેજ પર તમને એપ્લિકેશનની ડિટેલ વ્યૂ જોવા મળશે. ફરી એકવાર Print Application Receipt પર ક્લિક કરો. આ કર્યા બાદ તમે તમારી અપોઇન્ટમેન્ટ કન્ફર્મેશનની પ્રિન્ટ આઉટ લઈ શકશો. તમને પાસપોર્ટ સેવા કેન્દ્ર પર એન્ટ્રી માટે આ રિસિપ્ટના પ્રિન્ટ આઉટની જરૂર પડશે. હવે તમે નિર્ધારિત સમય પર પાસપોર્ટ સેવા કેન્દ્ર પર પહોંચી જાઓ. ત્યાં પોચીને તમને લગભગ 2 કલાકનો સમય લાગશે. પોલીસ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ જ તમને તમારો પાસપોર્ટ મળશે. તે દરમિયાન તમે તમારી એપ્લિકેશન સ્ટેટસ અહીં જાણી શકો છો.