Ration Card: શું તમારું રાશનકાર્ડ પણ કેન્સલ થઈ ગયું છે? ફરી શરૂ કરાવવાની પ્રોસેસ જાણી લો

રાશનકાર્ડ એ આજના સમયમાં એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ ગણાય છે. જેના દ્વારા દેશના એક મોટા વર્ગને રાશનનો લાભ મળી રહ્યો છે. પરંતુ અનેકવાર લોકોના રાશનકાર્ડ બંધ થઈ જાય છે જેના કારણે તેમણે પરેશાનીઓનો સામનો કરવો પડે છે. રાશનકાર્ડ બંધ થવાના અનેક કારણ હોઈ શકે છે. 

કેમ બંધ થઈ જાય છે રાશનકાર્ડ

1/8
image

જો તમે કેવાયસી પ્રોસેસ પૂરી ન કરી હોય તો તમારું રાશનકાર્ડ બંધ થઈ શકે છે. આથી આ કામ તમારે જલદી પૂરું કરાવી લેવું જોઈએ.   

5 વર્ષમાં રિન્યૂ

2/8
image

આ ઉપરાંત રાશનકાર્ડ દર 5 વર્ષમાં રિન્યૂ કરાવવામાં આવે છે. રિન્યૂ ન કરાવો તો રાશનકાર્ડ બંધ થઈ શકે છે. લાંબા સમય સુધી રાશનનો લાભ ન લો તો પણ રદ થઈ શકે છે.   

યોગ્યતા ધરાવનારા જ લઈ શકે લાભ

3/8
image

રાશનકાર્ડ ફક્ત જરૂરીયાતવાળા અને યોગ્યતા કે પાત્ર વ્યક્તિનું જ બનતું હોય છે. જો કોઈ આ કેટેગરીમાં ન આવતું હોય તો તેનું રાશનકાર્ડ બંધ કરી દેવાય છે. 

આ ડોક્યુમેન્ટની જરૂર પડે

4/8
image

રાશનકાર્ડ માટે તમને પાસપોર્ટ સાઈઝનો ફોટો, આધાર, પાન કે વોટર આઈડીની ફોટો  કોપી, રહેઠાણનું પ્રમાણ પત્ર, આવકનું પ્રમાણ પત્ર અને શપથ પ્રમાણ પત્ર જેવા ડોક્યુમેન્ટની જરૂર પડે. 

કેવી રીતે શરૂ કરાવી શકો

5/8
image

બંધ રાશનકાર્ડ શરૂ કરાવવા માટે સૌથી પહેલા તો તમારે નજીકના ખાદ્ય વિભાગની ઓફિસથી બંધ રાશનકાર્ડ ચાલુ કરાવવાનું ફોર્મ લેવું પડશે. તેને સીએસસી સેન્ટર કે ઓફિશિયલ વેબસાઈટથી પણ લઈ શકો છો. 

જાણકારી

6/8
image

ફોર્મમાં રાશન કાર્ડ સંખ્યા, સભ્યોના નામ વગેરે જે પણ માહિતી માંગવામાં આવી હોય તે યોગ્ય રીતે ભરી લો. ફોર્મ પર સાઈન કરો કે પછી અંગૂઠાનું નિશાન લગાવો. 

જમા કરો

7/8
image

ફોર્મને યોગ્ય રીતે ભરી લીધા બાદ તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ અટેચ કરો. આ ફોર્મને તમારે ખાદ્ય વિભાગના કાર્યાલયમાં જમા કરાવવું પડશે.

ફરી થશે ચાલુ

8/8
image

ખાદ્ય વિભાગના અધિકારી તમારા ફોર્મની તપાસ કરશે. જો બધુ ઠીક હશે તો તમારું રાશન કાર્ડ ફરીથી ચાલુ થઈ શકશે.