Exchange Torn Currency Notes: ATM માંથી જો ફાટેલી નોટ નીકળે તો શું કરવું?...RBI નો નિયમ ખાસ જાણો

અનેકવાર એવું સાંભળવા મળે છે કે ATM માંથી પણ ફાટેલી કે ગળેલી નોટ નીકળે છે. આ સાથે જ બજારમાં પણ કપાયેલી-ફાટેલી નોટો ફરતી રહે છે. જો તમારી પાસે આવી કોઈ ફાટેલી નોટ આવી જાય તો શું કરવું?

Exchange Torn Currency: અનેકવાર એવું સાંભળવા મળે છે કે ATM માંથી પણ ફાટેલી કે ગળેલી નોટ નીકળે છે. આ સાથે જ બજારમાં પણ કપાયેલી-ફાટેલી નોટો ફરતી રહે છે. જો તમારી પાસે આવી કોઈ ફાટેલી નોટ આવી જાય તો શું કરવું? આજે અમે તમને ફાટેલી નોટો અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની માર્ગદર્શિકા જણાવીએ છીએ. આ સાથે જ અમે તમને જણાવીશું કે આ પ્રકારની નોટ કેવી રીતે બદલી શકાય છે. 

આ છે આરબીઆઈનો નિયમ

1/5
image

આરબીઆઈના નિયમ મુજબ ફાટેલી-જૂની કે ચિપકાવેલી નોટોને તમે બેંકમાં જઈને સરળતાથી બદલાવી શકો છો. નિયમ કહે છે કે બેંક તે નોટો લેવાની ના પાડી શકે નહીં. બસ આવી નોટ નકલી ન હોવી જોઈએ. જો કોઈ બેંક ફાટેલી કે કપાયેલી નોટ લેવાની ના પાડે તો તમે આરબીઆઈમાં ફરિયાદ કરી શકો છો. ત્યારબાદ તે બેંક પર કાર્યવાહી થઈ શકે છે. 

ફાટેલી નોટ કોઈ પણ બેંકમાં ચેન્જ થઈ શકે

2/5
image

આરબીઆઈનો નિયમ કહે છે કે જો નોટ અનેક ટુકડામાં ફાટેલી હોય તો પણ તે ચલાવી શકાય છે. જો ફાટેલી નોટનો એક હિસ્સો ગાયબ હોય તો પણ તે બદલી શકાય છે. સામાન્ય ફાટેલી નોટોને કોઈ પણ બેંકની શાખાના કાઉન્ટર પર કે ભારતીય રિઝર્વ બેંકના કોઈ કાર્યાલયમાં જઈને બદલી શકાય છે. આ માટે તમારે કોઈ ફોર્મ ભરવાની જરૂર પડતી નથી.   

વધુ ફાટેલી નોટની પૂરી કિંમત નહીં મળે

3/5
image

જો સામાન્ય કપાયેલી કે ફાટેલી નોટ હશે તો પૂરા પૈસા મળી જશે. જો નોટ વધુ ફાટેલી હશે તો તમને તેના બદલે નોટની વેલ્યૂનો ગણતરીનો ભાગ જ પાછળ મળી શકશે. 

1 થી 20 રૂપિયાની નોટ બદલાવવા પર મળે છે પૂરી કિંમત

4/5
image

ભારતીય રિઝર્વ  બેંકના નિયમો મુજબ 1 રૂપિયાથી લઈને 20  રૂપિયા સુધીની નોટમાં અડધી રકમ આપવાની જોગવાઈ નથી. આ ચલણી નોટોની બદલીમાં પૂરી રકમનું પેમેન્ટ કરાય છે. જ્યારે 50 રૂપિયાથી લઈને 2000 રૂપિયાના નોટમાં અડધી રકમ આપવાની જોગવાઈ છે.   

વધુ બળેલી નોટ હોય તો RBI ની ઓફિસમાં થાય છે જમા

5/5
image

આરબીઆઈના નિયમો મુજબ ખરાબ રીતે બળેલી, ટુકડે ટુકડે થવાની સ્થિતિમાં નોટોને બદલી શકાય નહીં. આ પ્રકારની નોટોને RBI ની ઈશ્યુ ઓફિસમાં જ જમા કરાવી શકાય છે. આ પ્રકારની નોટોથી તમે તમારા બિલ કે ટેક્સની ચૂકવણી બેંકમાં જ કરી શકો છો.