યાદશક્તિ હોય નબળી તો રોજ સવારે ખાલી પેટ ખાવાનું શરુ કરો આ Memory Booster વસ્તુઓ
Boost Memory Power: શરીર હેલ્થી રહે અને મગજ તેજ રહે તે માટે જરૂરી છે કે આહાર પૌષ્ટિક હોય. જ્યારે પોષક તત્વોથી ભરપૂર આહાર લેવામાં આવે છે તો શરીર સ્વસ્થ રહે છે. ખાસ કરીને યાદશક્તિ તે જ કરવા માટે લોકો બદામનું સેવન કરતા હોય છે. પરંતુ માત્ર બદામ જ નહીં અન્ય ડ્રાયફ્રુટ્સ પણ એવા છે કે જેનું સેવન રોજ સવારે ખાલી પેટ કરવાથી મેમરી પાવર શાર્પ થાય છે. જો તમારે પણ યાદશક્તિ તે જ કરવી હોય ને મગજને પાવરફુલ બનાવવું હોય તો આજે તમને જણાવીએ એવી વસ્તુઓ વિશે જેનું સેવન રોજ સવારે ખાલી પેટ કરવાથી તુરંત લાભ થાય છે.
બદામ
બદામ પોષક તત્વોથી ભરપૂર છે. તેમાં પ્રોટીન, આયરન, ફોસ્ફરસ, ફાઇબર જેવા પોષક તત્વો હોય છે. રોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી મગજ તે જ થાય છે અને યાદશક્તિ સુધરે છે. સાથે જ તે શરીરને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
અખરોટ
અખરોટને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરવાથી મેમરી શાર્પ થાય છે. અખરોટ ખાવાથી યાદશક્તિ સુધરે છે અને મેટાબોલિઝમ પણ વધે છે. તેનાથી હાડકા પણ મજબૂત થાય છે.
અંજીર
અંજીરનું સેવન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. રાત્રે પાણીમાં પલાળેલું અંજીર સવારે ચાવીને ખાવાથી કબજિયાત દૂર થાય છે અને સાથે જ શરીરની નબળાઈ પણ દૂર થાય છે.
કિશમિશ
કિસમિસ ઔષધીય ગુણથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. રાત્રે પાણીમાં છ થી સાત કિસમિસ પલાળી દેવી અને સવારે તેને ચાવીને ખાઈ લેવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને પાચનતંત્ર સ્વસ્થ રહે છે.
ખજૂર
ખજૂર પણ શરીર માટે ખૂબ જ લાભકારી છે. રાત્રે તેને પાણીમાં પલાળીને સવારે ખાવાથી શરીરમાં આયરનનું પ્રમાણ વધે છે અને પાચનતંત્ર મજબૂત રહે છે. તેનાથી હાડકા મજબૂત થાય છે અને શારીરિક તેમજ માનસિક નબળાઈ દૂર થાય છે.
Trending Photos