સામાન્ય જનતાને વધુ એક આંચકો! શાકભાજી બાદ વધી ગયા દૂધ, ખાંડ, ચાના ભાવ, જાણો નવા ભાવ
ગ્રાહક મંત્રાલયની વેબસાઇટ પર નવા ભાવની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ચા પત્તી 27 રૂપિયા, દૂધ 3 રૂપિયા અને ચા પણ 3 રૂપિયા મોંઘી થઇ ગઇ છે.
નવી દિલ્હી: મોંઘી દાળ અને શાકભાજી પહેલાં જ સામાન્ય જનતાના રસોડાનું બજેટ બગાડી દીધું છે. એવામાં વર્ષના અંતિમ મહિનામાં દૂધ (Milk), ખાંડ (Sugar) અને ચા પત્તી (Tea)ના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. ગ્રાહક મંત્રાલય પોતાની વેબસાઇટ પર નવા ભાવની યાદી જાહેર કરતાં આ જાણકારી શેર કરી છે. જુઓ યાદી-
આજથી આટલા રૂપિયા મોંઘી થઇ ખાંડ
સોમવારે દેશના છુટક બજારમાં ખાંડનો ભાવ ત્રણ રૂપિયા પ્રતિ કિલો વધીને 43 રૂપિયા 38 પૈસા થઇ ગયો.
11 ટકા સુધી વધ્યા ચા પત્તીના ભાવ
ખુલ્લી ચાના ભાવમાં પણ લગભગ 11.57 ટકાનો વધારો જોવા મળ્યો. હવે ચા પત્તીનો ભાવ 27.58 રૂપિયા વધીને 266 રૂપિયા પર પહોંચી ગયો.
એક લીટર દૂધનો ભાવ છે 50 રૂપિયા
આ ઉપરાંત દૂધના ભાવમાં લગભગ 7 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. દૂધનો ભાવ પણ 3.26 પૈસા વધીને 50 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.
37 ટકા સુધી મોંઘા થયા ટામેટા
તો બીજી તરફ શાકભાજીની વાત કરીએ તો 30 નવેમ્બર પછી 7 ડિસેમ્બર સુધી ટમાટર 37.87 ટકા મોંઘું થઇ ગયું છે. છુટક બજારમાં આજે ટામેટાનો ભાવ 49.88 રૂપિયા પ્રતિ કિલો પર છે.
ઓઇલના ભાવમાં મળી રાહત
જોકે ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડાના સમાચાર છે. આંકડા અનુસાર પામ તેલનો ભાવ 102 રૂપિયાથી સરકીને 92 રૂપિયા પર આવી ગયું છે. આ ઉપરાંત સુરજમુખી તેલનો ભાવ 124 રૂપિયાથી સરકીને 123 રૂપિયા પર આવી ગયો છે. આ ક્રમમાં મગફળીનું તેલ 156 થી 145 અને સરસિયું તેલ પણ 135 થી 132 રૂપિયા પ્રતિ લીટર પર આવી ગયું છે.
સસ્તો થયો લોટ, ચોખા અને ઘઉં
ઘઉં, ચોખા અને લોટના ભાવમાં ઘટાડો આવ્યો છે. ઘઉંનો ભાવ 29 રૂપિયાથી સરકીને 24 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. જ્યારે છુટક બજારમાં લોટનો ભાવ 32 રૂપિયાથી સરકીને 28 રૂપિયા પર પહોંચી ગયો છે. તો બીજી તરફ ચોખાની સાથે ચણા દળ અને અડદની દાળમાં પણ ઘટાડો નોંધાયો છે.
Trending Photos