Milk price News

એક ગૃહિણીની વ્યથા, ‘મારા પતિનો પગાર ન વધ્યો, પણ દરેક વસ્તુના ભાવ વધ્યા, સ્થિતિ આટલી
દૂધ, શાકભાજી પેટ્રોલના સતત વધતા જતા ભાવના કારણે ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે. મધ્યમ વર્ગના પરિવારની સ્થિતિ ન સહેવાય એવી થઈ ગઈ છે. માર્ચ મહિનામાં આવેલા નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસના આંકડાઓ મુજબ ફેબ્રુઆરીમાં જ ખાદ્ય તેલ જેવા ઉત્પાદનોની ખરીદીથી સામાન્ય જનતાના બજેટ પર સૌથી મોટી અસર પડી છે. ગત વર્ષની સરખામણીએ ખાદ્ય તેલની મોંઘવારીનો દર 16.44 ટકા રહ્યો છે. સાથે જ શાકભાજી, દૂધ, કઠોળ, દાળના ભાવમાં પણ વધારો થયો છે. આવી સ્થિતિમાં ગૃહિણીઓ કેવી રીતે ઘર ચલાવે છે ચે જાણવા માટે ઝી 24 કલાક ન્યૂ રાણીપના મોદી પરિવારના ઘરે પહોંચ્યું. મોદી પરિવારના ઉષાબેન ગૃહિણી છે. તેમનું કહેવું છે કે, મોંઘવારી વધી છે પરંતુ તેમના પતિના પગારમાં વધારો નથી થયો. જેથી તેમના માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.
Apr 8,2022, 7:59 AM IST

Trending news