દેશનો બીજો Glass Bridge બિહારમાં બનીને થયો તૈયાર, જુઓ સુંદર તસવીરો

નાલંદા જિલ્લામાં સ્થિત રાજગીર એક ઇન્ટરનેશનલ ટૂરિસ્ટ પ્લેસ છે અને ઐતિહાસિક ધરોહર સાથે હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે જોડાયેલી ઇમારક, સ્મારક અને મંદિર છે. 

રાજગીર: બિહારના રાજગીરમાં નેચર સફારીનું નિર્માણ લગભગ પુરૂ થઇ ગયું છે. આ નેચર પાર્ક બિહારના ચીફ મિનિસ્ટર નીતીશ કુમારના ડ્રીગ પ્રોજેક્ટમાં સામેલ છે અને સીએમ નીતીશ કુમાર શનિવારે આ નેચર સફારીની મુલાકાત લેવા પહોંચ્યા. 
 

1/7
image

સીએમ નીતીશ કુમાર શનિવારે આ નેચર સફારીની મુલાકાત લેવા પહોંચ્યા તો ગ્લાસ બ્રિજ પર આવીને રોમાંચિત થઇ ઉઠ્યા. 

2/7
image

તેમણે કહ્યું કે તે આ વિસ્તારમાં ટૂરિસ્ટની દરેક સુવિધાનું ધ્યાન રાખવામાં આવશે. સાથે જ નેચર સફારી વિસ્તારમાં સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. 

3/7
image

આ અવસર પર સીએમ નીતીશ કુમારે કહ્યું કે અમે રાજગીરમાં નેચર સફારી સાથે સાથે ઝૂ સફારી બનાવવાની વાત કહી હતી અને તેનું સારી રીતે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 

4/7
image

ઓફિસરોએ જણાવ્યું કે માર્ચ 2021 સુધી ગ્લાસ ફ્લોર બ્રિજનું કામ પુરૂ થઇ જશે. તેમણે કહ્યું કે અહીં આવનાર ટૂરિસ્ટની સિક્યોરિટીને ધ્યાનમાં રાખતાં પોલીસની સ્થાયી તૈનાતી કરવામાં આવશે. પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ માટે જળ-જીવન-હરિયાળીની ચળવળ ચલાવવામાં આવશે.

5/7
image

તમને જણાવી દઇએ કે  નેચર સફારીમાં ચીનના હાંગઝોઉ રાજ્યની તર્જ પર બનાવવામાં આવેલો ગ્લાસ બ્રિજ તૈયાર થઇ ચૂક્યો છે પરંતુ નેચર સફારીને પુરી થવામાં હજુ સમય લાગશે. 

6/7
image

નાલંદા જિલ્લામાં સ્થિત રાજગીર એક ઇન્ટરનેશનલ ટૂરિસ્ટ પ્લેસ છે અને ઐતિહાસિક ધરોહરની સાથે હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે જોડાયેલા ઇમારત, સ્મારક અને મંદિર છે. પહાડી વિસ્તારોમાં હોવાથી આ વધુ મનમોહક બની જાય છે. 

7/7
image

નેચર સફારીમાં 70થી વધુ ઔષધીય છોડ લગાવવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ પણ અહીં આવનાર લોકો કરી કશે. સાથે જ આ સફારીમાં રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીં રહેનાર ટૂરિસ્ટ પણ આ ઔષધિય છોડનો ઉપયોગ કરી શકશો.