જુઓ, 5 ખેલાડી, જે કાંગારૂલેન્ડમાં કરી ચુક્યા છે કમાલ

6 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયામાં પોતાના ટેસ્ટ અભિયાનની શરૂઆત કરશે. ભારત અહીં પ્રથમવાર સિરીઝ  જીતવાના ઈરાદો લઈને ગયું છે. આ વખતે ટીમ ઈન્ડિયા કાંગારૂઓની સામે ખૂબ મજબૂત નજર આવી રહી છે.  આશા છે કે ભારતીય ટીમ આ વખતે નવો ઈતિહાસ રચીને પરત ફરશે. આ પહેલા યાદ કરીએ તે ભારતીય  બેટ્સમેનોને જેણે કાંગારૂઓની ધરતી પર છોડી છે પોતાની છાપ... 

2003-2004 બ્રિસબેનઃ સૌરવ ગાંગુલીની સદી, મેચ ડ્રો

1/5
image

સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણીની શરૂઆત કરી રહી છે. આ  પ્રથમ ટેસ્ટ મેચ હતો અને ભારતે અહીં ટોસ જીતીને કાંગારૂ ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. યજમાન ટીમ  પ્રથમ દાવમાં લેંગરની સદી (121)ની મદદથી 323 પર આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેપ્ટન ગાંગુલીએ  સદી (144) બનાવ્યા અને ટીમની પ્રથમ ઈનિંગ 409 રન પર સમાપ્ત થઈ હતી. આ સૌરવ ગાંગુલીની  ઓસ્ટ્રેલિયામાં પ્રથમ અને એકમાત્ર સદી હતી. 

પ્રથમ ઈનિંગને આધારે ભારતને 86 રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી કરી અને આ  વખતે  284/3d રન બનાવીને ભારતને 199 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ મેચમાં માત્ર 16 ઓવરની રમત  બાકી હતી અને ભારતે પાંચમાં દિવસની રમત પૂર્ણ થયા સુધી 73/2 રન બનાવ્યા અને મેચ ડ્રો રહી હતી.   

2003-04 એડિલેડઃ દ્રવિડની બેવડી સદી, ભારત જીત્યું

2/5
image

એડિલેડ ટેસ્ટમાં રાહુલ દ્રવિદના શાનદાર પ્રદર્શનને કારણે ભારતનો ભવ્ય વિજય થયો હતો. આ મેદમાં ધ વોલે  305 રન બનાવ્યા અને ભારતે કાંગારૂને 4 વિકેટે પરાજય આપ્યો હતો. 

આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ રિકી પોન્ટિંગ (242)ની મદદથી 556 રન બનાવ્યા હતા. જવાબમાં દ્રવિડ (233) અને  વીવીએસ લક્ષ્મણ (148)ની મદદથી ભારતે 523 રન બનાવ્યા અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 196 રન  પર સમેટાઇ ગયો હતો. જીત માટે 230 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેમાં રાહુલ દ્રવિડ (72*)એ ભારતની 4 વિકેટથી  જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

2003-04 સિડની, સચિન તેંડુલકર 241*, મેચ ડ્રો

3/5
image

આ પ્રવાસમાં લિટલ માસ્ટર માટે કંઈ સારૂ ન હતું. આ પહેલા 3 ટેસ્ટની 5 ઈનિંગમાં તેણે 0, 1, 37, 0 અને 44  (કુલ 82) રન બનાવ્યા હતા. આ મેચમાં સચિને ફોર્મ મેળવ્યું અને અણનમ 241 રન ફટકારી દીધા હતા. ભારતે  પોતાની પ્રથમ ઈનિંગ 705/7 પર ડિકલેર કરી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 474 રન પર આઉટ  થઈ ગયું હતું. ત્યારબાદ ભારતે 211-2 પર દાવ ડિકલેર કર્યો અને ઓસિને જીતવા માટે 442 રનનો લક્ષ્ય આપ્યો  હતો. ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં શાનદાર રમ્યું અને 357/6 રન બનાવીને પોતાની હાર ટાળી દીધી હતી. પરંતુ  સચિન તેંડુલકર રંગમાં આવી ગયો હતો. 

2003-04 મેલબોર્ન, સહેવાગ 195, ભારત હાર્યું

4/5
image

આ પ્રવાસમાં ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ચેમ્પિયન ટીમ હતી. મેલબોર્નની પિચ એવી હતી, જેવી પિચો માટે આ દેશ  જાણીતો છે. પરંતુ સહેવાગ અલગ અંદાજમાં રમ્યો અને તેણે આક્રમક બેટિંગ કરીને ઓસિને બેકફુટ પર લાગી  દીધું હતું. સહેવાગ 195 રન બનાવીને આઉટ થયો, જ્યારે તે સિક્સ ફટકારીને તેની બેવડી સદી પૂરી કરવા જતો  હતો. પરંતુ સહેવાગ સિવાય કોઈ બેટ્સમેન મોટી ઈનિંગ ન રમ્યો અને ભારત 366 રનમાં ઓલઆઉટ થઈ ગયું  હતું. ભારતને આ મેચમાં 9 વિકેટે પરાજય મળ્યો હતો. 

2014-15 એડિલેડ, વિરાટ (115 & 141), ભારત હાર્યું

5/5
image

ઓસ્ટ્રેલિયાનો આ પ્રવાસ વિરાટ કોહલી માટે ખાસ રહ્યો હતો અને આ પ્રવાસને ખાસ બનાવવામાં એડિલેડમાં તેણે  ફટકારેલી બે સદી મહત્વની હતી. ઓસ્ટ્રેલિયાએ આ ટેસ્ટમાં 517/7 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં  ભારત 444 રન બનાવી આઉટ થઈ ગયું હતું. આ ઈનિંગમાં વિરાટે (115) રન બનાવ્યા હતા. ત્યારબાદ  ઓસ્ટ્રેલિયાએ 290/5 પર દાવ ડિક્લેર કર્યો અને ભારતને 364 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેમચાં વિરાટ  આગેવાની કરી રહ્યો હતો અને તેણે ટીમની રણનીતિ બનાવી કે ભારત આ મેચ જીતવાનો પ્રયાસ કરે. ભારતીય  ટીમ 315 રનમાં આઉટ થઈ ગઈ અને મેચ 48 રને ગુમાવી દીધો હતો. પરંતુ વિરાટ (141)ની સાહસિક ઈનિંગને  કારણે દબાવ ઓસ્ટ્રેલિયા પર હતો કે, તે આ મેચ ગુમાવી ન દે.